સંસ્કારી બહુથી કોમોલિકા બનવા વાળી હીના ખાને છોડ્યો શો, કહ્યું ‘કસૌટી મારી જિંદગી નથી, જલ્દી જ’

ટેલીવિઝનની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી હીના ખાનની ફેન ફોલોઈંગ ખુબ જ જબરદસ્ત છે. હીના ખાન પોતાના કરિયરમાં ઘણું બધું મેળવી ચુક્યા છે, તો ઘણું બધું ખોઈ પણ ચુકી છે. હિના ખાનનું કરિયર તેટલી જ ઝડપથી પડતું પણ નજર આવી રહ્યું છે. જી હા, સીરીયલ ‘યે રિશ્તા કહેલાતા હે’ થી પોતાની ઓળખાણ બનવા વાળી હીના ખાન હવે પોતાના કરિયરના ખરાબ સમયથી ગુજરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં અક્ષરાનું પાત્ર ભજવીને હીના ઘરે ઘરે ફેમસ થઇ, પરંતુ પછી તેમણે બીગ બોસમાં જવા માટે આ સીરીયલને છોડી દીધો અને ત્યારથી લઈને અત્યાર સુધી હીના ખાનને એક લીડ રોલની શોધ હતી, જે હવે નથી મળી રહ્યો. હાલમાં જ હીના ખાનને એકતા કપૂરના પોપ્યુલર શો કસૌટી જિંદગી કી-2 માં કોમોલિકાના પાત્રમાં જોવા આવી રહી છે, પણ હવે આ શોમાંથી પણ તેમની છુટ્ટી થવાનું નક્કી માની લેવાયું છે અને તેનો ખુલાસો ખુદ તેમણે જ કર્યો.

કસૌટી જિંદગી કી 2 ને છોડી રહી છે હીના ખાન :-

મીડિયા રીપોર્ટસની માનીએ તો એકતા કપૂરથી હીના ખાનનો અણબનાવ થઇ ગયો છે અને તેના કારણે તે શો છોડવાનું મન બનાવી ચુકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હીના ખાન અને એકતા કપૂર વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે અને એવામાં હવે હીના ખાન ‘કસૌટી ઝીંદગી કી 2’ ને છોડવાની તૈયારી કરી રહી છે. માન્યું કે, હીના ખાને શોને છોડવા પાછળ ઉડી રહી અફવા પર જવાબ દેતા સાચું કારણ જણાવ્યું અને બોલી કે જલ્દી જ કમબેક કરીશ. તો જાણીએ કે હીના ખાન એકતા કપૂરનો શો કેમ છોડી રહી છે.

હીના ખાને જવાબ આપતા કહ્યું કે હું ‘કસૌટી ઝીંદગી કી 2 માં કોમોલિકાનું પાત્ર ભજવી રહી છુ, જેમાં હું ફીટ નથી થઇ શકતી, એવામાં હાલ માટે આ શો છોડીને જઈ રહી છું અને થોડા સમયના બ્રેક પછી હું પોતાને સારી રીતે તૈયાર કરીને કોમોલિકાના રૂપમાં પણ પાછી આવી શકું છું. હીના ખાનનું કહેવું છે કે હું 5 મહિના માટે બ્રેક પર જઈ રહી છુ, જેથી પોતાને ફરીથી તૈયાર કરી શકું. જણાવી દઈએ કે હીના ખાન ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, એવામાં તેમનું માનવું છે કે સીરીયલના કારણે તેમને ટાઈમ નથી મળી રહ્યો.

અક્ષરા જેવો ન મળ્યો કોમોલિકાને પ્રેમ :-

જે રીતે હીના ખાનને અક્ષરાના રૂપમાં દર્શકોનો પ્રેમ મળ્યો હતો, તે રીતે હવે તેમને કોમોલિકાના રૂપમાં નથી મળી રહ્યો. એવામાં દર્શક આ જ આશા રાખે છે કે હવે હીના બ્રેક પછી એક સારા મૂડ અને કામ સાથે પાછી આવે, જેથી તેમને તે જૂની અક્ષરા વાળી જગ્યા લોકોના દિલોમાં મળી જાય. માન્યું કે હવે જોવાની વાત આ થશે કે નાના પડદા પર હીના ખાનની વાપસી ક્યારે થશે.

કસોટી જિંદગીકી માં તમને કયું પાત્ર સૌથી વધુ ગમે છે કોમેન્ટમાં જણાવજો.