શું તમને ખબર છે કે જેને તમે કચરો સમજીને ફેંકી દો છો તેની કિંમત સોના કરતા પણ વધુ છે

આજે અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવીશું જેને આપણે સમજ્યા વિના કચરાના ઢગલામાં ફેકી દેતા હોઇયે છીએ. પણ જો તમને આ વસ્તુઓ વિષે સાચી જાણકારીની ખબર પડે તો તમે વિચારશો કે તમે અજાણતા પોતાનું ઘણું નુકશાન કરી નાખ્યું છે. એટલું જ નહી તમને જણાવી દઈએ જે વસ્તુને તમે કચરો સમજીને કચરાપેટીમાં ફેકી દેતા હતા તેનો ન જાણે આજ સુધીમાં તમે કેટલો ફાયદો લઇ શકતા હતા પણ તેના વિષે સાચી જાણકારી ન હોવાથી તમે તેના થી થતા ફાયદાથી દુર રહ્યા.

અમે આજે સૌથી પહેલા વાત કરવા જઈ રહ્યા છીએ સંતરાના છોતરાની. આપણે બધા જયારે સંતરાને ખરીદીને લાવીએ છીએ તો તેને છોલીને તે ખાઈએ છીએ અને તેના છોતરાને કચરામાં ફેંકી દઈએ છીએ. પણએના આ થોડા એવા ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમને પણ ઘણી નવાઈ લાગશે અને તેના ફાયદા વિષે જાણીને તમે ક્યારેય સંતરાના છોતરા ને ફેંકશો નહિ.

સંતરાના છોતરામાં વિટામીન-એ અને વિટામીન સી ખુબ પ્રમાણમાં હોય છે. જે આપણી ત્વચા અને આંખો માટે અને આપણા વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. બીજું તેમાં કેલ્શિયમ ખુબ વધુ પ્રમાણમાં હોય છે, તે વાતને આપણે બધા જાણીએ છીએ કે કેલ્શિયમ આપણા હાડકા અને આપણા દાંત માટે કેટલું જરૂરી છે. ત્રીજું સૌથી મોટો ફાયદો તે છે કે તેમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પણ આપણો અપચો અને કબજિયાત અને શરીરના વજન ને ઓછું કરવા માટે ખુબ લાભદાયક થાય છે.

સંતરા ના છોતરા ને ચાર પાંચ દિવસ તડકા માં સુકવી ને એકદમ સખત થઇ જાય સુકાઈ જાય ત્યારે એને મિક્સર માં નાખી ને પાવડર કરી લો હવે આનો ઉપયોગ સુ કરવો એ જાણી લો હવે જ્યારે ફેસિયલ કરો ત્યારે આનો ઉપયોગ કરવા નો છે.

માર્કેટમાં બીજી કેમિકલ વળી મોંઘી ફેસિયલ ના પેક ની જગ્યાએ આ વાપરો આ વાપરવા
1 ચમચી આપણે બનાવેલ પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી દહીં લઇ ને બરાબર મિક્સ કરી લો તૈયાર છે આ ફેસિયલ પેક આ તમે લગાવશો તો તમારા ચહેરા પર 100 ટકા સારો પ્રભાવ પડશે.

હવે જો તમે સંતરા ના છોતરા ને પાવડર કર્યા સિવાય યુજ કરવા માંગતા હોય તો છોતરા ને સુકવ્યા સિવાય એને પાણી માં ઉકાળી ને તે પાણી કે જ્યુશ સાથે પીવાથી માઈગ્રેન માં રાહત મળે છે, હાડકા મજબૂત કરે છે અને તે વજન ઓછું કરવા માં પણ મદદ કરે છે.

સંતરા ના છોતરા નો પાવડર તમે મહેંદી ની જેમ વાળ પર લગાવશો તો વાળ માં સારી સાઈન આવશે

આ ઉપરાંત સંતરાના છોતરાના બીજા પણ ફાયદા છે જેના વિષે કદાચ તમને ખબર નહી હોય. તમે નીચે આપેલ વિડીયોમાં સંતરા અને તેના છોતરા વિષે તમે ઘણા ફાયદા વિષે જાણી શકો છો અને તેની સાથે સાથે તમારે છોતરાને ઉપયોગમાં લેવાના છે તેના વિષે પણ તમે જાણી શકો છો.

વિડીયો