સાંપ વાળા કુવામાં ડૂબી રહ્યો હતો મોર, બચાવવા માટે અંદર ઉતર્યો એક વ્યક્તિ, જુવો પછી શું થયું?

આજના જમાનામાં દરેક સ્વાર્થી અને મતલબી છે. કોઈ અંગત સ્વાર્થ વગર કોઈ એક બીજાની મદદ નથી કરતા, બધા એવું વિચારે છે કે બીજાની બાબતમાં આપણે શા માટે પડીએ. ખાસ કરીને જયારે તે કામ કરવામાં પોતાનું કોઈ નુકશાન હોય તો લોકો પહેલાથી જ પાછા ફરી જાય છે. સ્થિતિ એવી છે કે જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં ફસાયો હોય તો લોકો તેને જોઈ આગળ વધી જાય છે. આમ તો બધાની વિચારસરણી એક જેવી નથી હોતી.

આ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જેની અંદર હજુ પણ માણસાઈ જીવે છે. તે લોકો માત્ર માણસને જ નહિ પરંતુ જાનવરોની મદદ માટે પણ આગળ રહે છે. તેવામાં આજે અમે તમને એક એવા સાચા માણસનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાનો જીવ જોખમમાં મુકીને કુવામાં ફસાયેલા મોરનો જીવ બચાવે છે.

ખાસ કરીને આ દિવસોમાં ઈન્ટરનેટ ઉપર એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક માણસ ૩૦ ફૂટ ઊંડા કુવામાં ઉતરી જાય છે. તે એવું માત્ર એટલા માટે કરે છે જેથી તે કુવાની અંદર ડૂબી રહેલા મોરનો જીવ બચાવી શકે. નવાઈની વાત તો એ છે કે તે કુવાની અંદર એક સાપ પણ પહેલાથી હોય છે. તેમ છતાં પણ તે વ્યક્તિ તેની જરાપણ પરવા નથી કરતો. તેના મનમાં બસ એક જ વાત રહે છે કે મારે કોઈપણ રીતે કુવા માંથી મોરને બહાર કાઢી તેનો જીવ બચાવવો છે.

જ્યાં આજના જમાનામાં કોઈ વ્યક્તિ કોઈ બીજા માણસને માત્ર સહારો પણ બનવાનું પસંદ નથી કરતા ત્યાં બીજી તરફ એક વ્યક્તિએ એક પક્ષી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સાપ વાળા કુવામાં ઉતરીને  મોરને બચાવી લીધો આ વ્યક્તિ કુવાની અંદર એક દોરડાની મદદથી જ ઉતરતો હતો. તેની મદદ માટે કુવાની બહાર થોડા બીજા લોકો પણ હાજર હતા. હવે ભલે દોરડાથી બંધાયેલો હતો છતાં પણ તેના જીવનું જોખમ તો હતું જ.

જો દોરડું તૂટી જાય કે પકડ ઢીલી પડી જાય તો તે સીધો ૩૦ ફૂટ ઊંડા પાણીમાં જઈને પડે. ઉપરથી તેની અંદર એક સાપ પહેલેથી જ રહેલો હતો. આવામાં તેના જીવને ડબલ જોખમ હતા. પણ તે માણસની વિચારસરણી સાચી હતી એટલા માટે ભગવાને પણ તેનો સાથ આપ્યો અને તે ક્ષેમકુશળ મોરને બહાર કાઢવામાં સફળ રહ્યો. જાણકારી મુજબ આખી ઘટના તમિલનાડુના તિરુચીરાપલ્લી જીલ્લાના થુરાયુરકાની છે. આવો હવે પહેલા આ વિડીયો જોઈ લઈએ.

આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, જેમાં કોઈ માણસ આ રીતે કોઈ જાનવરને મદદ કરવા માટે આગળ આવે છે. આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક કુતરો પુણેના ૪૦ ફૂટ ઊંડા ટાંકામાં પડી ગયો હતો. તેવામાં એક એનજીઓએ તેને ત્યાંથી બહાર કાઢ્યો હતો. જો બધા લોકો આવી રીતે સારા કામ કરતા રહે અને મદદ માટે આગળ આવતા રહે તો આ દુનિયા સ્વર્ગથી ઓછી નહિ રહે.

વિડિયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.