ગણપતિ બાપ્પા સપનામાં આવી જાય તો તેનો શું અર્થ થાય છે? જાણો ગણેશજી સાથે જોડાયેલા સપનાનો અર્થ.

જો તમને સપનામાં દેખાય છે ગણપતિ તો જાણી લો તેનો શું થાય છે અર્થ? અલગ અલગ મુદ્રામાં ગણપતિ દેખાવાનો અલગ હોય છે સંકેત.

સપના દરેકને આવે છે. જ્યારે આપણે રાત્રે સુઈએ છીએ તો સપનાની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ. આ સપનામાં ઘણી બધી વસ્તુઓ આવે છે, તેમાંથી કેટલીક સારી હોય છે, તો કેટલીક ખરાબ અને કેટલીક વિચિત્ર. તેથી આપણે વિચારમાં પડી જઈએ છીએ કે, ખરેખર આ સપનાનો અર્થ શું છે?

સ્વપ્ન શાસ્ત્રના માનવા મજબ આ સપના આપણને ભવિષ્યમાં થતી ઘટનાઓની જાણકારી આપે છે. આપણે સપનામાં ઘણી વખત દેવી દેવતાઓને પણ જોઈએ છીએ. હાલના દિવસોમાં ગણેશોત્સવનું પાવન પર્વ ચાલી રહ્યું છે. તેથી આજે અમે તમને ગણેશજી સાથે જોડાયેલા સપના વિષે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

(1) જો તમે સપનામાં ગણેશજીને પ્રસન્ન મુદ્રામાં જોઈ લો તો તે સારો સંકેત હોય છે. તેનો અર્થ છે કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ વહેલી તકે દુર થવાની છે. તે સંકેત છે કે તમારા સારા દિવસો વહેલી તકે શરુ થવાના છે.

(2) જો તમે સપનામાં ગણેશજીને આશીર્વાદ આપતા એટલે કે વર મુદ્રામાં જોઈ લો તો તે પણ સારો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા કાર્ય પુરા થવામાં અત્યાર સુધી જે પણ અડચણો ઉભી થઇ રહી છે, તે વહેલી તકે દુર થઇ જશે. તમારા બધા કાર્યો વહેલી તકે સમયસર પુરા થશે. તેમાં કોઈ પણ અડચણ નહિ આવે. તમે જે પણ કામમાં હાથ નાખશો તે સફળ થશે.

(3) જો તમે સપનામાં ગણેશજીને કોઈ મંદિર કે મંડપમાં બિરાજમાન જોઈ લો તો તે સારી બાબત હોય છે. તેનો અર્થ એ છે કે તમે જે પણ મહત્વની જવાબદારી લઇ રહ્યા છો તે નિભાવી શકશો. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો છે તો તમને તેમાં સફળતા જરૂર મળશે.

(4) જો તમારા સપનામાં ગણેશજીના મુષક એટલે ઉંદરની સવારી કરતા જોઈ લો તો તે તમારા બિઝનેસ માટે સારું રહે છે. તેનો અર્થ છે કે તમારા વેપારમાં આવી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દુર થઇ જશે.

(5) જો તમારા સપનામાં ભગવાન ગણેશની ખંડિત મૂર્તિ જોવા મળે તો તે સારા સંકેત નથી હોતા. તેનો અર્થ છે કે ભવિષ્યમાં તમારા જીવનમાં કોઈ મોટી કે ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં ગણેશજીની આરાધના કરી તે સમસ્યા દુર રાખવાની વિનંતી કરવી જોઈએ.

(6) જો તમે સપનામાં શ્રીગણેશને તાંડવ નૃત્ય કરતા કોઈ લો તો તે એક અશુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે. આ પરિસ્થિતિમાં તમારે રોજ ગણેશજીના પૂજા પાઠ કરવા જોઈએ.

(7) પીઠ તરફથી ગણેશજીના દર્શન કરવા શુભ નથી માનવામાં આવતું. એટલા માટે જો તમને સપનામાં પણ ગણેશજી પીઠ તરફથી દેખાય છે તો તે સંકેત અશુભ હોય છે. આ પ્રકારના સપનાનો અર્થ છે કે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવી શકે છે. તમને આ પ્રકારના સપના આવે તો ક્યાય પણ રોકાણ કરવાથી દુર રહેવું જોઈએ. સાથે જ તમારા ખર્ચા ઓછા કરી દેવામાં ભલાઈ હોય છે. એવા સપના આવવાથી ગણેશજીની આરાધના કરવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.