આ અઠવાડિયે આ 6 રાશિઓની કુંડળીમાં બની રહ્યો છે રાજયોગ, થશે ધનથી માલામાલ

મેષ રાશિ :

આ અઠવાડિએ રોકાણ વિચારીને કરો. વધારે વિચારવામાં સમય બગાડો નહિ. નોકરી કરનારા લોકો કોઈ પણ પ્રકારનો તણાવ લેવાથી બચો. લોકો તમારાથી પ્રભાવિત થઇ શકે છે. તમે પોતાને પોતાની ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે લડતા જોશો. અચાનક તમારી સમસ્યા વધી શકે છે. જે કામોમાં તમને નિષ્ફળતાની બીક છે, તે સરળતાથી દૂર થઇ જશે.

પ્રેમની બાબતમાં : પ્રેમમાં સફળતા મળશે. પ્રેમ પ્રપોઝલ માટે સારું અઠવાડિયું છે.

કારકિર્દીની બાબતમાં : વ્યવસાય કરવા વાળા નવા વ્યવસાય શરુ કરો પરંતુ કોઈનું દેવું લેવું નહિ.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. પેટ સંબંધી રોગ થવાના યોગ બની રહ્યા છે.

આરોગ્યની બાબતમાં :

વૃષભ રાશિ :

આ અઠવાડિયે સાહિત્ય અને કલામાં રુચિ રહેશે. ધન સંચિત કરવામાં થોડી સફળતા મળશે. કોઈ મિત્ર તમને નિરાશ કરી શકે છે અને તમારી સામે કોઈ સમસ્યા ઉભી થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધારે રહેશે અને જીવનમાં સફળતા પણ તમારા માટે ખુશીઓ લાવશે. સંબંધીઓમાં ચર્ચાનું કેન્દ્ર રહેશો. સર્જનાત્મકતા અને સૌંદર્યબોધ વધશે.

પ્રેમની બાબતમાં : લવ લાઈફ વિષે તમારા માટે અઠવાડિયું સારું છે.

કારકિર્દીની બાબતમાં : વેપારમાં ફાયદો થશે. નવી ડીલ્સથી ફાયદા થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : પેટમાં દુઃખાવો પરેશાન કરી શકે છે. ખાવા પીવામાં થોડો સંયમ બનાવી રાખો.

મિથુન રાશિ :

આ અઠવાડિયે કોઈ વસ્તુથી તમારી શાંતિ ભંગ થઇ શકે છે. કેટલાક લોકો તમને રસ્તો ભટકાવાનું કામ કરી શકે છે. પરિવારમાં કોઈની સાથે ચાલી રહેલો સંપત્તિ વિવાદ પરસ્પર સહમતીથી નિવારણ પામતા ઘરનું વાતાવરણ સારું રહેશે. કોઈ પણ કામમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે તમને વધારે મહેનત પછી જ સફળતા પ્રાપ્ત થશે.

પ્રેમની બાબતમાં : પાર્ટનરની ભાવનાઓનું સમ્માન કરો. તમારો પાર્ટનર ભાવુક રહેશે.

કારકિર્દીની બાબતમાં : આર્થિક તંગ પૂર્ણ થશે આવકને ખર્ચ બરાબર રહેશે.

આરોગ્યની બાબતમાં : કોઈ સમસ્યાના કારણે માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. યોગ-ધ્યાનથી તણાવથી મુક્તિ મેળવી શકો છો.

કર્ક રાશિ :

આ અઠવાડિયે ઢોંગીઓથી સાવધાન રહો. તમે પોતાના કામ સાથે સંબંધિત કોઈ યાત્રાની તૈયારી કરશો. આ યાત્રા તમને સફળતા અપાવશે. તમારા જુના મિત્રો સાથે તમારી ભેટ થશે, જેની સાથે મળીને તમે તમારી જૂની યાદો તાજી કરશો અને સાથે હરવા-ફરવાનો આનંદ લેશો. સંતાન સાથે સંબંધિત ચિંતાઓ વધી શકે છે. મહેનત પર ભરોષો વધશે.

પ્રેમની બાબતમાં : સંબંધમાં મધુરતા આવશે. પ્રેમીઓ જરૂરિયાતમંદોને વિન્રમતાથી વસ્ત્ર દાન કરો.

કારકિર્દીની બાબતમાં : બિઝનેસના નિર્ણય વિચારીને લેવા. કાર્યસ્થળ પર વિવાદ થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઊંઘની કમી રહેશે.

સિંહ રાશિ :

આ અઠવાડિયે તમારા પ્રયાસોથી સમસ્યાનું નિવારણ થશે. તમે તમારા કાર્ય સ્થળ પર ખુબ મહેનત કરશો અને તમને તમારી ઉપલબ્ધીઓ પર ગર્વ થશે. તમે કોઈ ખાસ પરિણામનું ધૈર્ય રાખશો તો ખુશ થશો. કારણ વગરની લડાઈ ઝગડાથી પોતાનું બચાવ કરો નહિતર પરેશાન થઇ શકો છો. મોટી જવાબદારી તમને મળી શકે છે. આસપાસના વાતાવરણ બનાવવામાં ઉત્સાહ દેખાશે.

પ્રેમની બાબતમાં : સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે. પાર્ટનરની ખુશી માટે કંઈક નવું કરશો.

કારકિર્દીની બાબતમાં : પોતાના કરિયર અને બિઝનેસને પ્લાન કરીને ચાલશો તો સારું રહેશે નહિ તો નુકશાન થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : માથું અને પેટમાં દુઃખાવો થઇ શકે છે. ભોજનમાં સાવધાની રાખો.

કન્યા રાશિ :

આ અઠવાડિયે ઈચ્છા ન હોવા છતાં પણ ખર્ચ થઇ શકે છે. કાર્ય કુશળતાના ગુણ તમારામાં ઠાંસી ઠાંસીને ભર્યા છે, જે આ દિવસોમાં હજુ વધી જશે. પરિવારના લોકો તમને કોઈ કઠિન પરિસ્થિતમાં નાખી શકે છે. તમે તમારુ પ્લાનિંગ ગુપ્ત રાખો. મહેનત વધારે રહેશે ત્યારે જ સફળતા મળશે. આવી કોઈ વાત શેયર ના કરો જે તમને અસહજ કરી દેશે. નવું કામ શરુ થવાનો યોગ છે.

પ્રેમની બાબતમાં : પ્રેમમાં સંયમથી કામ લેવું, સમય અનુકૂળ છે.

કારકિર્દીની બાબતમાં : નોકરી કરવા વાળાઓ માટે આ સમય મોજ મસ્તી વાળો છે.

આરોગ્યની બાબતમાં : જૂનો દુઃખાવો પરેશાન કરી શકે છે. ખાન-પાનની અનિયમિતના કારણે પરેશાની થઇ શકે છે.

તુલા રાશિ :

આસ્થા અને વિશ્વાસને શક્તિ મળશે. એવી જાણકારીઓને ઉજાગર ન કરો જે વ્યક્તિગત અને ગોપનીય હોય. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ક્યાંક ફરવા જઈ શકો છો, કે કોઈ સારું પુસ્તક પણ વાંચી શકો છો. તમે તમારા કામ પર ધ્યાન આપો. તે લોકો પર નજર રાખો જે તમને ખોટો રસ્તો દેખાડી શકે છે. ભાગ્યની પ્રબળતાથી બધા પ્રયાસ સફળ થશે. ધાર્મિક યાત્રા સંભવ છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ ધીરે ધીરે આવશે.

કારકિર્દીની બાબતમાં : કરિયર માટે આ અઠવાડિયું ખુબ સારું રહેશે. વિધાર્થીઓ માટે શુભ સમય રહેશે.

આરોગ્યની બાબતમાં : સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવવાની સંભાવના છે. ભોજનમાં મસાલેદાર વસ્તુઓનો ઉપયોગ ન કરો.

વૃશ્ચિક રાશિ :

આ અઠવાડિયું સંતાન પક્ષ પાસેથી ખુશીઓ મળશે. તમે વધુમાં વધુ સમય પોતાના પરિવારજનો કે મિત્રોની સાથે પસાર કરશો અને પોતાના જીવનની મજા લેશો. રોગ અને શત્રુની પ્રબળતા થવા પર જલ્દી નિયંત્રણમાં આવી જવું. આર્થિક મામલામાં સારું કરતા રહેશો. શ્રેષ્ઠ પ્રયાસોથી લાભ અને સમ્માન બંને મેળવશો. જેમ જેમ આ અઠવાડિયે દિવસો જશે તેમ તેમ તમારો સમય સારો થતો જશે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબધમાં સફળતા મળશે. જીવનસાથીની સાથે તમારો સંબંધ મજબૂત બની શકે છે.

કારકિર્દીની બાબતમાં : કરિયર પ્રમાણે આ અઠવાડિયું સકારાત્મક પરિણામ લઈને આવશે.

આરોગ્યની બાબતમાં : સ્વાસ્થ્યમાં વિશેષ ધ્યાન રાખવાનું છે. નકારાત્મક વિચારને મનમાં આવા દેવો નહિ.

ધનુ રાશિ :

આ અઠવાડિયે કોઈની સાથે ઉગ્ર ચર્ચા અને ઝગડામાં પડો નહિ. બીજા પાસેથી સહયોગ લેવાથી સફળતા મળશે. માંગલિક કે રાજનૈતિક કાર્યની દિશામાં સફળતા મળશે. પારિવારિક સભ્યો સાથે મતભેત ન થાય તેનું ધ્યાન રાખો. આવકમાં વધારે ખર્ચ વધી શકે છે. સર્જનાત્મક કાર્યોમાં આગળ રહેશો. અનોખા પ્રયાસથી બધાને પ્રભાવિત કરી શકશો. ઓફિસ કે ફિલ્ડમાં વ્યસ્તતા વધારે રહી શકે છે.

પ્રેમની બાબતમાં : અવિવાહિત લોકોના પ્રેમ સંબંધોમાં તણાવ થઇ શકે છે. પાર્ટનરનો મૂડ સારો રહેશે નહિ.

કારકિર્દીની બાબતમાં : વ્યવસાય કરવા વાળાઓ માટે નવા રોકાણની શક્યતા છે.

આરોગ્યની બાબતમાં : ગઠિયાના રોગીઓને આ અઠવાડિયે રાહત મળી શકે છે.

મકર રાશિ :

આ અઠવાડિયે આત્મવિશ્વાસમાં થોડી કમી આવશે. બુદ્ધિ કૌશલથી અટકેલું કામ પૂર્ણ થશે. વ્યવસાયિક યોજના ફળદાયી રહેશે. વાણી પર સંયમ રાખો અને ક્રોધથી દૂર રહો. શુભ કાર્યોમાં આગળ આવીને જોડાશો. ધર્મ મનોરંજનમાં રસ રહેશે. તમારા નકારાત્મક વિચાર તમારી ઊંઘને પ્રભાવિત કરી શકે છે. પરિવારના મામલાઓની નિવારણ થઇ શકે છે. નોકરીમાં વધારે મહેનત થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : લવ પાર્ટનર પર ખર્ચા વધારે થઇ શકે છે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો.

કારકિર્દીની બાબતમાં : વ્યવસાય માટે આ સમય સારો રહેશે. નોકરી કરવા વાળા સાવધાની રાખો

આરોગ્યની બાબતમાં : કોઈ પણ નાના રોગને અજાણ્યું ન કરો.

કુંભ રાશિ :

આ અઠવાડિયે મોટી સફળતાઓ મળવાની છે. તમારી મોટા ભાગની સમસ્યા પૂર્ણ થવાના યોગ છે. રાજનૈતિક મહત્વાકાંક્ષાની પૂરતી થશે. પારિવારિક પ્રતિષ્ઠા વધશે. આર્થિક પક્ષ મજબૂત થશે. જે કામને તમે અધૂરો સમજો છો, તે પૂરું થઇ જશે. કામકાજથી જોડાયેલ મહત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થઇ શકે છે. શુભ કામોમાં સારી રીતે ભાગ લઇ શકો છો.

પ્રેમની બાબતમાં : સંબંધોમાં પ્રેમ અને સમ્માન બન્યો રહેશે.

કારકિર્દીની બાબતમાં : વેપાર કરવા વાળાઓ માટે આ સમય સારો રહેશે નહિ.

આરોગ્યની બાબતમાં : પેટના દર્દીઓને સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવના છે.

મીન રાશિ :

આ અઠવાડિયું તમારા માટે ખુશી અને સંતુષ્ટિ ભર્યું રહેશે. તમારું ધ્યાન કોઈ દૂર સ્થાન પર વધારે રહેશે. આર્થિક યોજના ફળીભૂત થશે. પારિવારિક દાયિત્વની પૂરતી થશે. સંપર્ક સારો બન્યો રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ તમારી ગુપ્ત રૂપમાં મદદ કરી શકે છે. ઘરની વાતોને ઘર સુધી જ રહેવા દેશો તો સારું રહેશે. પરિસ્થિતિઓથી સંપ બેસાડી શકશો.

પ્રેમની બાબતમાં : પોતાના સાથીના મામલામાં જરૂરતથી વધારે દખલ આપવું હેરાનગતિનું કારણ બની શકે છે.

કારકિર્દીની બાબતમાં : નોકરી કરનારાઓને આ આઠવાડિયે કામનું દબાણ વધારે રહેશે.

આરોગ્યની બાબતમાં : વિધાર્થીઓને સરળતાથી સફળતા પ્રાપ્ત થશે, આગળની યોજના બનાવવા માટે શુભ સમય છે.