આ 6 રાશિઓ માટે મુશ્કેલી ભરેલું રહેવાનું છે આ અઠવાડિયું, બીજા પણ જાણો પોતાની હાલત

મેષ રાશિ :

તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાચા સાબિત થશે જેનાથી તમને પ્રશંસા મળશે. નવા કામમાં તમારી રુચિ વધશે, જેનાથી તમને કાંઈક નવું શીખવા મળશે. નોકરીમાં વરિષ્ઠજનો સાથે વિવાદ ન કરો. પોતાના કામકાજમાં ઈમાનદારી રાખો. કામકાજમાં સારો નફો થઈ શકે છે. અમુક જરૂરી કામ સમય પર પુરા થવાના યોગ છે. નોકરીમાં નવા કામ મળવાના યોગ છે.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ વધશે.

કરિયરના વિષયમાં : વધારે લોભ વધારે નુકશાન આપી શકે છે. વ્યાપારમાં અહંકાર ન રાખો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તમે ખાંસીથી પરેશાન થઈ શકો છો.

વૃષભ રાશિ :

શૈક્ષણિક કામોમાં રુચિ વધશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. કોઈ એવી વાત અથવા પરિસ્થિતિ પણ તમારી સામે આવશે, જેનાથી તમારા વિચાર બદલાઈ જશે. તમારે કોઈ પણ પ્રકારના વિવાદોમાં પડવાથી બચવું જોઈએ. વસ્તુઓને સાચવીને રાખો નહિ તો નુકશાન થઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં દરેક સાથે વિનમ્રતાથી રહેવા પર તમે આગળ વધી શકો છો.

પ્રેમના વિષયમાં : પ્રેમી સાથે મુલાકાત મુશ્કેલ રહેશે અને પરિણીત લોકો સૌથી વધારે રોમાન્ટિક મૂડમાં હશે.

કરિયરના વિષયમાં : નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે.

સ્વાસ્થ્યના વિષયમાં : કોઈ લાંબી બીમારીથી રાહત મળતી દેખાઈ રહી છે.

મિથુન રાશિ :

કારોબારમાં અનુકૂળ અવસર મળશે. આળસથી બચવા માટે દિનચર્યાનું એક ટાઈમટેબલ બનાવી લો. તેના હિસાબે ચાલતા રહો. જરૂરી કામોને અઠવાડિયાના મધ્યમ ભાગમાં કરવા પ્રયત્ન કરો. તમે કોઈ નવું કામ કરવાનું પણ વિચારશો. સંતાન તરફથી ચિંતા મુક્ત થશો. અટકેલા કામ સરળતાથી પુરા થશે. કોઈના પર પણ પૈસા સાથે સંબંધિત વિશ્વાસ ન કરો. આવકના નવા રસ્તા સામે આવી શકે છે.

પ્રેમના વિષયમાં : એકલતા અને જીવનમાં પ્રેમ અથવા રોમાન્સનો અભાવ અનુભવ કરતા રહેશો.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થીઓને મહેનત કરવા છતાં ઓછું પરિણામ મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયે તમારા જુના રોગ ઉભરી શકે છે.

કર્ક રાશિ :

સામાજિક સ્તર પર વૃદ્ધિ થશે. આ અઠવાડિયે તમે જે પણ ક્ષેત્રમાં ભાગ્ય અજમાવશો તેમાં સફળતા મળશે. સંબંધીઓને કારણે જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે, પણ છેલ્લે બધું સારું થઈ જશે. પરિવારજનો સાથે સુખદ સમય પસાર કરશો. જમીન, મકાનની ખરીદી કરવાની ઈચ્છા થઈ શકે છે. તમે કોઈ કામને વધારે આગળ વધારવાનો વિચાર કરી શકો છો.

પ્રેમના વિષયમાં : બીજાનો ગુસ્સો પાર્ટનર પર ન કાઢો. લવ લાઈફ સામાન્ય રહેશે.

કરિયરના વિષયમાં : વિદ્યાર્થીઓને ભણવામાં સારી સફળતા મળશે. એકાંતમાં વાંચવું વધારે કારગર રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. અચાનકથી તબિયત વધારે બગડી શકે છે.

સિંહ રાશિ :

આ અઠવાડિયે તમે દરેક પગલું સમજી વિચારીને ઉઠાવશો. તમારે માનસિક ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. ચિંતાઓ માનસિક અવસાદનું કારણ બની શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. તમારી પ્રસિદ્ધિ અને સાંસારિક સુખ સાધનોમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેશે. કાર્ય સ્થળ પર તમારી આલોચના થઈ શકે છે. કારોબાર માટે નવા લોકો સાથે સંપર્ક થશે.

પ્રેમના વિષયમાં : પોતાના અહમને સંબંધની વચ્ચે ન આવવા દો, નહિ તો સંબંધ ખરાબ થઈ શકે છે.

કરિયરના વિષયમાં : કોઈ પાર્ટ ટાઈમ કામ મળી શકે છે. નોકરી અથવા વ્યવસાય સાથે જોડાયેલા ઇન્ટરવ્યૂ સફળ રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : પોતાની બીમારીને લઈને બેદરકાર ન રહો. ડોક્ટરની સલાહ લો.

કન્યા રાશિ :

આ અઠવાડિયે ઘણી બાબતોમાં પ્રગતિ થશે. શત્રુ-મિત્રની ઓળખ મુશ્કેલ થશે. સફેદ કપડાવાળા ધૂર્ત લોકોથી સતર્ક રહો. બેકાર વાતો અને ઝગડાથી પણ બચો. લેવડ દેવડ સાથે સંબંધિત કામોમાં સાવધાન રહો. ચાપલૂસ અને ખરાબ પ્રકૃતિવાળા લોકોથી દૂર રહો. પોતાના સહયોગીઓ સાથે સંઘર્ષની સ્થિતિઓ બનશે. તમારા વ્યવસાયમાં વિસ્તારની સંભાવના છે.

પ્રેમના વિષયમાં : પરિણીત લોકોના પોતાના જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.

કરિયરના વિષયમાં : મેડિકલનું ભણી રહેલા વિદ્યાર્થીઓને સારી જગ્યાએ ઇન્ટરશિપ મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ભરપૂર સાથ આપશે.

તુલા રાશિ :

આ અઠવાડિયે તમારી આવક પણ વધી શકે છે. ખોટી ભાગદોડથી પોતાને બચાવી રાખો. કોઈની વાતોમાં ન આવો, ફાલતુ વિચારોથી પોતાનો સમય બરબાદ ન કરો. યાત્રામાં સાવધાની વર્તો. નવા સંબંધોમાં આકર્ષણ વધશે. ફાલતુ કામકાજથી દૂર રહીને પોતાના કામ પર ધ્યાન આપવા પ્રયત્ન કરો. સકારાત્મક દિશામાં વધવાનો પ્રયત્ન કરો.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધો ઉજાગર થવાથી બદનામી થઈ શકે છે.

કરિયરના વિષયમાં : કોઈ જોખમ ભરેલા રોકાણથી લાભ થશે. તેમને નોકરીમાં સારી સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમે પેટ સંબંધિત બીમારીથી પીડિત થઈ શકો છો.

વૃશ્ચિક રાશિ :

આ અઠવાડિયે વિદ્યાર્થીઓનું ભણવામાં મન નહિ લાગે. ગુપ્ત શત્રુઓ દ્વારા છબી બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈ પણ વિવાદાસ્પદ કામનો ભાગ ન બનો. કોઈ સંબંધમાં તીવ્રતા અંગત સંબંધમાં કડવાશ ઉત્પન્ન કરી શકે છે. અદાલત સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી ન વર્તવી. પૈસાના મામલાને લઈને તણાવ ઓછો થઈ શકે છે.

પ્રેમના વિષયમાં : જો તમે પોતાની બાબતોમાં વ્યસ્ત બની રહો છો, તો તમારો પ્રેમી કંટાળો અનુભવ કરતો રહેશે.

કરિયરના વિષયમાં : નોકરી ઇચ્છુક લોકોને પ્રગતિના સુવર્ણ અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આજે પેટ અને આંખો દર્દથી પીડિત થઈ શકે છે.

ધનુ રાશિ :

રૂપિયા-પૈસાની બાબતમાં સ્થિતિ સારી રહેશે. આ અઠવાડિયે તમને વિવિધ ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે. નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. મહેનત અને લગનથી કામ કરશો તો સફળતા મળી શકે છે. નવી દિશામાં તમારી યોજના તમને ઉર્જાવાન બનાવશે, પણ લેવડ-દેવડમાં સાવધાની રાખવી. કલા જગતના કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ સાથે મિલન-મુલાકાત વધશે.

પ્રેમના વિષયમાં : પ્રેમ જીવનમાં ચાલી રહેલ મનમોટપ અંતર વધારશે.

કરિયરના વિષયમાં : નોકરીની શોધ કરી રહેલા લોકોને મનપસંદ નોકરી મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : માઈગ્રેન થઈ શકે છે. પેટમાં એસીડીટી થઈ શકે છે.

મકર રાશિ :

આ અઠવાડિયે તમે પોતાની દિનચર્યામાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરો. વાહન ઝડપથી ચલાવવું નહિ. દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. જવાબદારીઓને સારી રીતે ભજવવા પ્રયત્ન કરો. મજાકીયો અને હસમુખ સ્વભાવ બીજાને આકર્ષિત કરશે. પરિવારમાં શ્રેષ્ઠજનોનું સમ્માન કરો. લોકોને મળવું અને તેમની સાથે વાતો કરવી તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. પોતાના ક્રોધ અને અહંકાર પર સખત નિયંત્રણ રાખવાની જરૂર છે.

પ્રેમના વિષયમાં : પ્રેમી સાથે ચાલી રહેલ તણાવ ઉકેલાવાની સંભાવના છે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે કામ-ધંધા અને નોકરી સારી સ્થિતિમાં પહોંચી જશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમારામાં ઉર્જા વધારે રહેશે.

કુંભ રાશિ :

આ અઠવાડિયું મધ્યમ ફળદાયી છે. ભાઈ-બંધુઓ સાથે પ્રેમ વધશે. વેપારમાં પ્રગતિ થશે. ભાગ્યવૃદ્ધિના પ્રસંગ બનશે. મહત્વપૂર્ણ કામમાં બેદરકારી ન કરો નહીંતર પછી પસતાવું પડી શકે છે. સમયના મહત્વને સમજો અને ભવિષ્ય માટે નિર્ણય લો. કોઈ પણ દસ્તાવેજને વાંચ્યા વિના સહી કરતા નહિ. બાળકોને સમય આપશો. કોઈ મોટી યોજનાને પૂર્ણ કરવાનું પ્લાનિંગ બનાવી શકો છો.

પ્રેમના વિષયમાં : જીવનસાથી સાથે વિવાદ કરવાથી સંબંધમાં અંતર વધી શકે છે.

કરિયરના વિષયમાં : નાણાની સ્થિતિ સંતોષજનક રહેશે. નોકરીમાં કામ વધારે રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે.

મીન રાશિ :

આ અઠવાડિયે શૈક્ષણિક કામોમાં સમ્માન વધશે. ધન સંબંધી મામલામાં ધીરજ અને સતર્કતા રાખો. નવા બિઝનેસ શરુ કરવા માટે થોડા પૈસાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેશો. અધિકારીઓની મદદ મળશે. નવા વેપારીક સંબંધ પણ બનશે. સામાજિકતા અને પારિવારિક જવાબદારીને પૂરી કરવામાં વ્યસ્તતા રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં વસ્તુ જેવી રીતે ચાલે છે તેવી ચાલશે.

પ્રેમના વિષયમાં : કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારા પ્રેમી કે જીવનસાથી પર મુગ્ધ રહેશો.

કરિયરના વિષયમાં : પરીક્ષા સંબંધિત કોઈ અશુભ સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : જુના રોગ પરેશાન કરી શકે છે. ઇજા પણ થઇ શકે છે.