આવનારા અઠવાડિયામાં આ 9 રાશિઓ વાળાઓનું પલટાઈ જશે નશીબ, નાની-મોટી અડચણોથી થઈ જશે સામનો

મેષ રાશિ :

આ અઠવાડિયે તમારી કમાણીમાં વૃદ્ધિ થશે અને પૈસા કમાવવાના માર્ગ બનશે. તમે પોતાને ખુબ ઉર્જાવાન અનુભવશો, સારું રહેશે કે તમે આ ઉર્જાને સકારાત્મક દિશામાં લગાવો. દરરોજના જીવનમાં કેટલાક બદલાવ લાવવાનો પ્રયાસ કરશો, તેમાં તમે સફળ રહેશો. તમારા ભાઈ-બહેનથી પણ તમને ફાયદો મળી શકે છે. કોઈ કામમાં વધારે મહેનત અને સમય લાગી શકે છે. તમે સંબંધમાં સુધાર લાવવાનો પ્રયાસ કરશો.

પ્રેમ વિષયમાં : આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો ઉજાગર થવાનો ભય રહશે.

કરિયર વિષયમાં : કાર્યસ્થળ પર પ્રમોશન થઇ શકે છે. ધનનો પ્રવાહ પણ સારો બની રહેશે.

સ્વાસ્થ્ય વિષયમાં : આ અઠવાડિયે બદલતી ઋતુનો અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

વૃષભ રાશિ :

આ અઠવાડિયે પરિવાર અને મિત્રો સાથે મનોરંજક સમય પસાર કરશો. ધન પ્રાપ્તિ સુલભ થશે. તમે તમારા ઘરને પુન:વ્યવસ્થિત કરવાની યોજના બનાવી શકો છો, અને કેટલાક કલાકૃતિઓની ખરીદી પણ સંભવ છે. વીતેલા અઠવાડિયે કરવામાં આવેલ તમારી મહેનત સફળ પરિણામ મળશે, જેના લીધે આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઓફિસમાં સિનિયર તમારા કામથી ખુશ થઈને તમને કંઈક ગિફ્ટ કરી શકે છે.

પ્રેમ વિષયમાં : આ અઠવાડિયું પ્રેમથી ભરપૂર છે. તમને સાચા પ્રેમની પ્રાપ્તિ થશે.

કરિયર વિષયમાં : કાર્યસ્થળ પર તમારી મહેનત અને રચનાત્મકતા તમને સફળતા આપી શકે છે.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્યને અજાણ્યું કરવું તમને ભારી પડી શકે છે.

મિથુન રાશિ :

મિથુન રાશિ વાળાઓ માટે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં સંપ રહશે અને તમે ખુબ ઉત્સાહની સાથે પારિવારિક ગતિવિધિઓમાં ભાગ લેશો, વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રમાં યશની પ્રાપ્તિ થવાની સંભાવના છે. તમારા ભૌતિક સુખ-સાધનોમાં વધારો થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશો. ધન સંબંધિત મામલાઓ માટે આ અઠવાડિયું સારું રહશે.

પ્રેમ વિષયમાં : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમે શાંતિ ભર્યો સમય વિતાવશો.

કરિયર વિષયમાં : કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળશે. તમને કોઈ નવું કામ પણ મળી શકે છે.

સ્વાસ્થ્ય સંબંધમાં : આ અઠવાડિયે તમે પોતાને સ્વસ્થ અનુભવશો.

કર્ક રાશિ :

આ અઠવાડિયે વિધાર્થીઓએ ભણવામાં વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. તમારામાંથી કેટલાકને તમારી ભાગીદાર કે કોઈ નજીકના સહયોગીથી સમસ્યા થઇ શકે છે. યાત્રામાં થોડી સાવધાની રાખો અને જ્યાં સુધી સંભવ થાય કોઈને પોતાની સાથે લઈને જાવ. કોઈ યાત્રાનો ભરપૂર આનંદ ઉઠાવશો. પ્રોપર્ટી સંબંધિત બાબતે આ અઠવાડિયું લાભ આપનારુ છે. સફળતા મેળવવા માટે સિદ્ધાંતોનું પાલન કરવાનું ભૂલશો નહિ.

પ્રેમ વિષયમાં : પ્રેમીઓ માટે આ અઠવાડિયું શુભ નથી, પાર્ટનરથી અણબનાવ થઇ શકે છે.

કરિયર વિષયમાં : શેયર બજારમાં ધન લાભનો યોગ છે. સ્ટુડેંટ્સ માટે સમય સારો છે.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વસ્થ્ય રહેવા માટે નિયમિત રૂપથી વ્યાયામ કરો.

સિંહ રાશિ :

આ આખું અઠવાડિયું તમારા ચહેરા પર હાસ્ય રહેશે અને અજાણ્યા પણ ઓળખાણ બનાવશે. કાર્યસ્થળ પર કોઈ ઝગડા અને ટકરાવથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે કોઈને આર્થિક મદદ પહોંચાડી શકો છો. તમારા નજીકના લોકો વિષે તમને કેટ્લીક રોચક વાતો ખબર પડી શકે છે. પોતાની સમસ્યા કે ચિંતા જીવનસાથી સાથે વહેંચવાતથી તમને પૂરો સહયોગ મળશે.

પ્રેમ વિષયમાં : આ અઠવાડિયે પ્રેમી તમને ગિફ્ટ આપી શકે છે.

કરિયર વિષયમાં : પોતાના ક્ષેત્રમાં ઉન્નતિ થશે પ્રોફેશનમાં પ્રગતિ થશે. રોજગારના ક્ષેત્રમાં સફળતા મળશે.

સ્વાસ્થ્ય વિષયમાં : આ અઠવાડિયે તમે ખુબ તંદુરસ્ત રહેશો, તમે કોઈ ખેલકૂદમાં ભાગ લઇ શકો છો.

કન્યા રાશિ :

ઓફિસમાં કામને પૂરું કરવામાં સંપૂર્ણ રીતે તમે સક્ષમ રહેશો. મહત્વપૂર્ણ લોકોથી પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિઓ સારી તક સાબિત થશે. નાણાં વસૂલીના પ્રયાસ સફળ રહેશે. કોઈ મનોરંજક યાત્રાનો કાર્યક્રમ બનાવી શકો છો. પરિવાર સાથે જીવન સુખમય પસાર થશે. તમે જે કોઈ પણ કામને કરવાનો પ્રયાસ કરશો, તે કામ તમને સારી સફળતા મળશે.

પ્રેમ વિષયમાં : પાર્ટનરની સાથે મળીને કરો નવું કામ કરશો પ્રેમ સંબંધ હજુ મજબૂત થઇ શકે છે.

કરિયર વિષયમાં : આ અઠવાડિયે આર્થિક રૂપ કે કરિયરના રૂપમાં સફળતા મેળવશો.

સ્વાસ્થ્ય વિષયમાં : મોસમી રોગોથી બચવા માટે પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવો.

તુલા રાશિ :

તમારો ઉદાર સ્વભાવ આ અઠવાડિયે તમારા માટે ઘણા ખુશીઓના ક્ષણ લઈને આવશે. તમારી ભાગાદોડી વધી શકે છે. તમારું સંપૂર્ણ સકારાત્મક ફળ પણ તમને મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. માન-સમ્માન મળશે. સામાજિક મોરચા પર તમે જરૂરી જવાબદારી પુરી કરશો. ઘરેલુ સમારોહમાં તમારા દ્વારા કરવામાં આવેલ તૈયારીના વખાણ કરવામાં આવશે.

પ્રેમ વિષયમાં : પ્રેમ સંબંધિત બાબતો માટે આ અઠવાડિયું કઠિન છે, કોઈના તરફ આકર્ષિત થઇ શકો છો.

કરિયર વિષયમાં : તમારી પાસે નવી તક હશે અને તેનો ઉપયોગ કરીને ભરપુર લાભ પ્રાપ્ત કરી શકશો.

સ્વાસ્થ્ય વિષયમાં : શરદી-ખાંસી, તાવની સમસ્યા રહી શકે છે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિ વાળાઓ આ અઠવાડિયે શાંત અને તણાવ રહિત રહેવાનો પ્રયાસ કરો, આનાથી માનસિક દૃઢતા વધશે. નાની-મોટી અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમે પોતાની પ્રતિભા દેખાડી શકો છો. યાત્રા તમને થાક અને તણાવ આપશે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. કારોબારમાં તમને ફાયદો થઇ શકે છે, પરંતુ તમે પોતાના ખર્ચાઓ પર કંટ્રોલ કરી રાખજો.

પ્રેમ વિષયમાં : પોતાના સ્વભાવમાં તાજગી લાવવા માટે તમે પોતાના સાથી સાથે ફરવાની યોજના બનાવી શકો છો.

કરિયર વિષયમાં : સ્વરોજગારમાં વાળા લોકો કોઈ આકર્ષક ડીલ્સનો છેલ્લું રૂપ પ્રદાન કરી શકો છો.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થઈ શકે છે, જેવી કે ખાંસી, શરદી, સંક્ર્મણ વગેરે.

ધનુ રાશિ :

આ અઠવાડિયે ઘણી નવી આર્થિક યોજનાઓ સાથે તમારો સામનો થશે, કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી બાબતો અને ખરાબ બાબતો પર વિચાર કરવો. જેટલો સમય મિત્રો અને પ્રેમીજનો સાથે મુલાકાતમાં પસાર થશે, એટલું તમને સારું લાગશે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવક બની રહેશે. ઘરેલુ બાબતો પર અમુક સમસ્યાઓ માટે તમારે તૈયાર રહેવું જોઈએ.

પ્રેમના વિષયમાં : જીવનસાથી તમારી ઘણી પ્રશંસા કરશે. એનાથી તમારા બંને વચ્ચે નિકટતા વધશે.

કરિયરના વિષયમાં : બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, અથવા વર્તમાન નોકરીમાં થોડા પરિવર્તન થઈ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો, કોઈ જૂનો રોગ તમને ફરી પરેશાન કરી શકે છે.

મકર રાશિ :

આ અઠવાડિયે તમને કોઈ સમસ્યાને ઉકેલવાનો રસ્તો તરત મળશે. તમારું આકર્ષક અને ચુંબકીય વ્યક્તિત્વ બધાના દિલોને તમારી તરફ ખેંચશે. પડકારો જેવી દરેક પરિસ્થિતિમાં વ્યવહારિક રહો. સંતાન અને શિક્ષણ સાથે જોડાયેલા કામ પુરા થશે. ગાયત્રી મંત્રનો પાઠ કરો, પ્રગતિના નવા રસ્તા ખુલશે. નોકરીમાં અમુક અસફળતાઓ પછી તમે જોરદાર વાપસી કરશો.

પ્રેમના વિષયમાં : પ્રેમ પ્રસંગો માટે આ અઠવાડિયું અનુકૂળ રહેવાનું છે.

કરિયરના વિષયમાં : કાર્યક્ષેત્રમાં પરેશાન થઈ શકો છો. વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાના યોગ છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડીયે વૈવાહિક જીવનમાં ખુશીની સ્થિતિ હશે.

કુંભ રાશિ :

નોકરી કરતા લોકોને પોતાના કાર્યસ્થળ પર કામોમાં સફળતા મળશે. મહેનતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. કોર્ટ કચેરી અથવા કોઈ વિવાદમાં તમને જીત મળી શકે છે. નાની મોટી યાત્રા પણ સંભવ છે. કોઈ મહેમાનના આવવાથી આખું અઠવાડિયું ઘરનો માહોલ ખુશનુમા રહેશે. તમારી ઉર્જાથી તમે ઘણું બધું પ્રાપ્ત કરી લેશો. તમારા મનની ઈચ્છા પુરી થશે.

પરિવારના વિષયમાં : પ્રેમી જોડા માટે આ અઠવાડિયું સુખમય રહેશે.

કરિયરના વિષયમાં : કોઈ પાર્ટ ટાઈમ કામ મળવાના યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન કરો, નહિ તો કોઈ રોગની ઝપેટમાં આવી શકો છો.

મીન રાશિ :

આ અઠવાડિયે તમારી સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. પરંતુ ઘરેલુ બાબતમાં તમારે સાવધાનીથી કામ લેવાની જરૂર છે. તમારા મનની અને ફાયદાની વાત કહેવામાં તમે જરા પણ સંકોચ નહિ કરો. ધન સંબંધિત બાબતોને લઈને અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, ધન કમાવાના ઘણા અવસર મળી શકે છે. બિઝનેસ માટે યાત્રા કરવી પડી શકે છે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે પ્રેમના સંબંધોમાં સફળતા પ્રાપ્ત કરશો.

કરિયરના વિષયમાં : નોકરી અને ધંધો અચાનક આગળ વધી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : જુના રોગ પરેશાન કરી શકે છે. બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે.