વર્ષ 2019 ના અંતિમ અઠવાડિયામાં થઈ રહ્યું છે સૂર્ય ગ્રહણ, આ 6 રાશિવાળાની નોટોથી ભરાશે તિજોરી

મેષ રાશિ :

આ અઠવાડિયે તમે તમારા કોઈ મિત્રને મળી શકો છો. તે મિત્ર તમારી ઘણી મદદ પણ કરશે. વ્યવસાયને વધારવા વિષે વિચારી શકો છો, તે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલા વિવાદને કારણે ઘરનો ત્યાગ કરવો પડી શકે છે. યાત્રા સુખદ અને ઉદ્દેશ્યપૂર્ણ થશે. રોમાંસ માટે યાદગાર ક્ષણ પસાર કરશો. કાર્ય સ્થળ પણ ઉતાવળમાં નિર્ણય લેવાથી બચો.

પ્રેમના વિષયમાં : પોતાના પ્રિય વ્યક્તિને કાંઈ પણ આમતેમ કહેવાથી બચો, નહીં તો તમારે પસ્તાવું પડી શકે છે.

કરિયરના વિષયમાં : કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તરફથી મદદ મળશે અને ધન લાભ પણ થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યની બાબતમાં આ અઠવાડિયું ઠીક-ઠાક રહેશે. વિકારોથી છુટકારો મળી શકે છે.

વૃષભ રાશિ :

વૃષભ રાશિવાળાને વધારે કામના બોજથી થાક અને કાંટાળાનો અનુભવ થશે. કોઈ પણ કામ મદદ વગર પૂરું નહીં થઈ શકે. નાણાકીય સ્થિતિમાં સુધારા માટે રાહ જોવી પડશે. કાર્યસ્થળ પર અધિકારી વર્ગમાં મહત્વ વધશે. જીવનસાથી સાથે યાત્રા પર જવા માટે તૈયાર રહો. પ્રભુની કૃપાની સાથે સાથે પ્રયત્નથી કામમાં ગતિશીલતા બની રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે.

પ્રેમના વિષયમાં : પાર્ટનર સાથે પોતાની ભાવનાઓ શેયર કરશો. સંબંધોમાં મજબૂતી આવશે.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થી કેમ્પસ સિલેક્શનમાં સફળ થઇ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય પહેલાથી સારું રહેશે. કોઈ થેરેપી અથવા દવા ચાલી રહી છે, તો સમયનું ધ્યાન રાખો.

મિથુન રાશિ :

આ અઠવાડિયે પરિવારજનો અને મિત્રો સાથે વાતાવરણ આનંદમય રહેશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર રહેશે. નવા સંપર્ક અને પરિચય વ્યાપારના ક્ષેત્રમાં લાભપ્રદ રહેશે. ઓફિસમાં સખત મહેનત કરવી પડશે. તમે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. પ્રોફેશનમાં પ્રગતિના યોગ બની રહ્યા છે, જોકે ઘર પરિવાર માટે ખર્ચ વધેલો રહેશે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફ મજબૂત થઈ શકે છે. એક્સ્ટ્રા મેરિટિયલ અફેયરની સ્થિતિ પણ બની શકે છે.

કરિયરના વિષયમાં : કામનું બોજ પણ તમને પરેશાન કરી શકે છે. મિલકતની સમસ્યાનું સમાધાન થઈ જશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાદિષ્ટ ખાનપાનમાં રુચિ વધશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો.

કર્ક રાશિ :

વિદેશમાં રહેતા મિત્રો અથવા સ્વજનોના સમાચાર તમને ભાવ-વિભોર કરશે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા પહેલા મગજને શાંત કરો. લાંબા અંતરની યાત્રાના યોગ છે. પ્રોપર્ટી માટે કરવામાં આવેલા પ્રયત્નોથી સારા પરિણામ આવવાની આશા રાખી શકો છો. મનમાં ઉત્સાહની સકારાત્મક અસર કાર્યક્ષેત્ર પર પડશે. કોઈ નવા કરારથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવે શકે છે.

પ્રેમના વિષયમાં : જીવનસાથીની મદદ મળતી રહેશે. તમારું માન-સમ્માન વધશે.

કરિયરના વિષયમાં : જો તમે નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો, તો આ સમય તમારા માટે ઠીક રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી રુચિ યોગા અને ધ્યાન સાથે જોડાયેલી ગતિવિધિઓમાં વધશે.

સિંહ રાશિ :

સિંહ રાશિવાળા સહયોગીઓ સાથે હળીમળીને રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ માંગલિક કાર્ય પૂરું થવામાં હજી સમય લાગી શકે છે. વ્યવસાયિક રૂપથી તમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશો. વ્યાપાર પરિવર્તનની યોજના બનશે. કાર્યમાં સફળતા અને યશ મળશે. મોટા લોકોની મદદ તથા એમના નરમ વલણને કારણે તમારી કોઈ સમસ્યા ઉકેલાઈ શકે છે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફમાં કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ થઈ શકે છે.

કરિયરના વિષયમાં : સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઉતાવળ ન કરો. બિઝનેસમાં સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યની બાબતમાં સુખદ પરિણામ મળશે. સામાન્ય અને મોસમી બીમારી થઈ શકે છે.

કન્યા રાશિ :

આ અઠવાડિયે ઘરમાં સૌહાદપૂર્ણ વાતાવરણ બન્યું રહેશે અને પરિવાર સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. આ અઠવાડિયે તમને તમારી ભાગ્યોન્નતિનો અનુભવ થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે. જમીની કામો માટે તમારી ભાગદોડ સારું પરિણામ આપશે. સામાજિક પ્રતિષ્ઠા મળશે અને તમારી ગરિમા વધશે. રોમાન્સમાં સહજતા બની રહેશે.

પ્રેમની બાબતમાં : જીવનસાથીના સહયોગથી ખુશીઓ મળી શકે છે. પ્રેમ પ્રસંગ હજુ સારા થશે.

કારકિર્દીની બાબતમાં : લેવડદેવડના મામલામાં વિવાદની સંભાવના છે. ભાગીદારીના બિઝનેસમાં થોડું ધ્યાન પણ રાખો.

સ્વાસ્થ્ય વિષયમાં : ગળાનો રોગ થઇ શકે છે. બીમારીઓ પણ થઇ શકે છે.

તુલા રાશિ :

આ અઠવાડિયે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ધન સંબંધિત અડચણો આવવાની સંભાવના છે. તમને નાના ભાઈ-બહેનોનો પ્રેમ મળશે અને કોઈ નાની મોટી યાત્રામાં જવાની સંભાવના થઇ શકે છે. નાણાકીય સ્થિતિ સામાન્ય થઇ શકે છે. તમે આત્મવિશ્વાસ અને મગજથી કામ લેશો તો ઘણું બધું કરી શકો છો. કામકાજના મામલામાં સ્થિતિ સારી રહશે. પ્રયાસથી વિજય મળશે. અઠવાડિયાના મધ્યમાં એક-બે દિવસ આર્થિક તંગીથી પણ લડવું પડશે.

પ્રેમની બાબતમાં : જુના પ્રેમીથી ભેટ થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : રોજગારમાં આ અઠવાડિયે કેટલીક આકસ્મિક સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્ય માટે આ સમય સારો નથી, પગ સંબંધિત કોઈ રોગ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિ વાળાના રોજગારના ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ થઇ શકે છે. તમારા માટે નાણાકીય લાભનો યોગ બની રહ્યો છે. પણ તમે બચત કરવામાં સફળ રહેશો નહિ. વાહન અને મશીનનો ઉપયોગ સાવધાનીથી કરો. વિવાદને વધારવો નહિ. શત્રુઓથી દુરી રહો કારણ કે તે તમને ફસાવી શકે છે. તમારો કારોબાર કે નોકરી પક્ષ સારો બન્યો રહેશે.

પ્રેમની બાબતમાં : લવ લાઈફ માટે સારો સમય નથી. વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે.

કારકિર્દીની બાબતમાં : બિઝનેસ સંબંધિત કાયદાકીય વિવાદ દૂર થશે. વ્યાપાર ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્ય વિષયમાં : કફ અને પિત્ત સંબંધિત સમસ્યા થઇ શકે છે.

ધનુ રાશિ :

તમારા વિચારેલા કામ પુરા થઇ શકે છે. કોઈ મોટા નફાનો વ્યવહાર પણ થઇ શકે છે. વ્યવસાયિક સ્તર પર કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો. તમારી ઈચ્છાઓ પણ પુરી થઇ શકે છે. પતિ-પત્ની એક બીજા પ્રત્યે સોફ્ટ બન્યા રહેશે, કામકાજી દશા પણ સારી રહેશે. મિલ્કત મામલામાં કામ કરવાથી નુકશાન થઇ શકે છે કે પછી કામ બનતા બનતા અટકી શકે છે.

પ્રેમની બાબતમાં : સિંગલ લોકોને લવ પ્રોપોઝ મળી શકે છે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવમાં સફળતા મળશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી અને બિઝનેસમાં વિરોધીઓથી ભેટ કરવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી ન કરો. કોઈ મોટી સમસ્યા પણ થઇ શકે છે.

મકર રાશિ :

આ અઠવાડિયે તમારી આવકમાં વૃદ્ધિ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય પૂર્ણ થવાની સંભાવનાઓ બની રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં આ સમય સારો થઇ શકે છે. આવનારા સમયમાં તમને ખુબ લાભ મળી શકે છે. કારોબારી કામોમાં ભાગદોડ સાચું રિઝલ્ટ આપશે પણ વિરોધી પક્ષને કમજોર સમજવાની ભૂલ કરતા નહિ. પ્રોફેશનમાં કંઈક નવું કરવાની યોજના બનાવી શકો છો.

પ્રેમની બાબતમાં : પાર્ટનર કહ્યા વિના તમારી દિલની વાત સમજી શકે છે. તમારો પ્રેમ વધશે.

કારકિર્દીની બાબતમાં : અચાનક થનારી લાંબી યાત્રાથી ધન લાભનો યોગ બની રહ્યો છે. નવા કામની તરફ તમારો રસ વધશે.

સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જોઈએ. વધારે ભાગદોડથી સમસ્યા વધી શકે છે.

કુંભ રાશિ :

આ અઠવાડિયે કારોબારની બાબતે વ્યસ્તતા અને યાત્રા થઇ શકે છે. તમને વ્યવસાયિક રૂપમાં સકારાત્મક બદલાવ દેખાઈ આવશે. તમારા વિરોધીઓ ઓછા થશે. અઠવાડિયાની વચ્ચે કામકાજને લઈને પ્લાનિંગ કરી શકો છો. સરકારી અને બિનસરકારી કામોમાં સફળતા મળશે. ઓફિસર તમારી વાતો ધ્યાનથી સાંભળશે. કાર્યક્ષેત્રમાં તમે પુરા જોશ અને ઉમંગથી સક્રિય બનશો.

પ્રેમની બાબતમાં : જીવનસાથીની સાથે કોઈ મહત્વપૂર્ણ મામલાઓ પર વાત થઇ શકે છે. જેનાથી પ્રેમ સંબંધોમાં વધુ મજબૂતી આવશે.

કારકિર્દીની બાબતમાં : કાર્યસ્થળ પર ઉતાવળથી કામ બગડી શકે છે. વિધાર્થીનું મન ભણવામાં લાગશે નહિ.

સ્વાસ્થ્ય વિષયમાં : તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો તો તમને બીમારીથી છુટકારો મળી શકે છે.

મીન રાશિ :

આ અઠવાડિયે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પૂરા જોશ અને ઉમંગની સાથે સક્રિય બન્યા રહેશો. વિરોધીઓને હરાવવામાં સફળ થશો, કામ કરવાવાળા લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થશે. બીજા પર તમારો પ્રભાવ બન્યો રહેશે. તમારી વ્યવહારિકતા બધાને પસંદ આવશે અને સામાજિક કદર વધશે.

પ્રેમની બાબતમાં : વૈવાહિક જીવનમાં સામાન્ય ઉતાર-ચઢાવનો યોગ બની રહ્યો છે. પ્રેમીઓ માટે સમય સારો છે.

કારકિર્દીની બાબતમાં : વર્ષના છેલ્લા અઠવાડિયામાં ફાયદાની કોઈ મોટી ડીલ થવાનો યોગ બની રહ્યો છે.

સ્વાસ્થ્ય વિષયમાં : એસીડીટી અને પેટમાં દુઃખાવો પરેશાન કરી શકે છે.