ફેમસ થયા પહેલા આ લોકોને ડેટ કરી ચુકી છે સારા, નંબર 3 તો છે પ્રખ્યાત પોલિટિશિયન ફેમેલી માંથી

સતત બે હીટ ફિલ્મો આપ્યા પછી સારા અલી ખાન બોલીવુડની આગળની સેન્સેસન બની ગઈ. થોડા સમય પહેલા જ રીલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ પર સુપરહિટ સાબિત થઇ. દર્શકોએ તે ફિલ્મમાં સારાના અભિનયને ખુબ પસંદ કર્યો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. ત્યાર પછી 28 ડીસેમ્બરે સારાની બીજી ફિલ્મ ‘સિંબા’ રીલીઝ થઇ અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સમાવિષ્ટ થઇ ગઈ છે. અને હવે સમાચાર એવા છે કે ફિલ્મ 200 કરોડનો આંકડો પણ પાર કરી ચુકી છે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પ્રોડ્યુસર કરણ જોહર છે. ફિલ્મમાં સારા અલી ખાનના અપોઝીટ રણવીર સિંહ છે. હાલમાં જ રીલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ચુકી છે.

સારાએ હજુ સુધી પોતાના બધા ઈન્ટરવ્યું બેબાક થઈને આપ્યા છે, અને તે પોતાના બેબાક નેચર માટે જાણીતી છે. તેમને જયારે પૂછવામાં આવ્યું, કે તે ડેટ પર પોતાની સાથે કોને લઇ જવા માંગશે તો તેમણે ખુલ્લમ ખુલ્લું કાર્તિક આર્યનનું નામ લઇ લીધું. તેમણે ખુલેઆમ કાર્તિક સાથે ડેટ પર જવાની ઈચ્છા રાખી. પણ શું તમે જાણો છો કાર્તિક પહેલા સારાનું દિલ બીજા કોના કોના પર આવી ચુક્યું છે? આજે આ પોસ્ટમાં અમે તમને સારાના ભૂતકાળના અફેયર વિષે જણાવીશું. અમે તમને જણાવીશું કે ફેમસ થતા પહેલા તેમણે કોને કોને ડેટ પર લઇ ગયા હતા.

ઇશાન ખટ્ટર :

સારા અલી ખાન બોલીવુડમાં આવતા પહેલા શાહીદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટરને ડેટ કરી ચુકી છે. તે ઘણા અવસર પર એક બીજાની સાથે સમય વિતાવતા દેખાતા હતા. જણાવી દઈએ કે ઇશાન અને સારા બોલીવુડમાં કરણ જોહરની ફિલ્મ ‘Fault in our stars’ થી ડેબ્યું કરવાના હતા પણ એવું થયું નહી.

હર્ષવર્ધન કપૂર :

મીડિયા રીપોર્ટ મુજબ તો એક સમયમાં સારા અલી ખાન અને હર્ષવર્ધન કપૂર કપલ હતા. જણાવી દઈએ કે હર્ષવર્ધન અનીલ કપૂરના છોકરા છે. બન્ને રેસ્ટોરેન્ટ અને મુવી થીયેટરમાં હમેશા સાથે દેખાતા હતા. અને સમાચારોનું માનીએ તો તે એક બીજાને બેબી કહીને બોલાવતા હતા. એટલું જ નહી તે સૈફ અને કરીનાના ઘર પર ચોરી છુપી પાર્ટી પણ કરતા હતા. રીપોર્ટ મુજબ તો સારાની માં અમૃતા આ સંબંધથી ખુશ નહોતા તેથી બન્નેનું બ્રેકઅપ થઇ ગયું.

વીર પહરીયા :

સારા અલી ખાન એક પ્રસિદ્ધ પોલીટીશીયનના પૌત્ર વીર પહરીયાને પણ ડેટ કરી ચુકી છે. જણાવી દઈએ કે વીર પહરીયા ફોર્મર યુનિયન મીનીસ્ટર સુશીલ કુમાર શિંદેના પૌત્ર હતા. સારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીર સાથે પોતાના ફોટા નાખીને તેના માટે પોતાનો પ્રેમનો સ્વીકાર પણ કરી ચુકી છે. પણ પછી બ્રેક અપ પછી તેમણે ફોટા ડીલીટ કરી દીધા.

ઓરહાન અવાત્રમાની :

સારા ઓરહા અવાત્રમાની નામના એક છોકરાને પણ ડેટ કરી ચુકી છે. ઓરહાન સારા સાથે કોલમ્બિયા યુનીવર્સીટીમાં ભણતો હતો અને તેનો સારો મિત્ર પણ હતો. તે કોલંબિયા અને મુંબઈમાં એક બીજાની સાથે સમય વિતાવતા સ્પોટ થયા હતા. થોડા વર્ષો પહેલા સૈફ અને કરીનાએ પોતાના ઘરે ક્રિસમસ પાર્ટી હોસ્ટ કરી હતી જ્યાં ઓરહાન અને સારા એક બીજાના ઘણા નજીક હતા.