આમ જ નથી મળી સારાને ‘સિમ્બા’, જણાવ્યું : ફિલ્મમાં કામ કરવા માટે મારે રોહિતની સામે કરવુ પડ્યું આ કામ

સારા અલી ખાન બોલીવુડની આગળનું સેંસેશન બની ગઈ છે. હાલમાં જ રીલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ. દર્શકોએ આ ફિલ્મમાં સારાના અભિનયને ઘણો પસંદ કર્યો, અને તેને અભિનય માટે દર્શકો તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ. આ ફિલ્મમાં તેની સાથે કલાકાર સુશાંત સિંહ રાજપુત હતા.

૨૮ ડીસેમ્બરના રોજ સારાની બીજી ફિલ્મ ‘સીંબા’ રીલીઝ થઇ છે, અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં જોડાઈ થઇ છે. સીંબા ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ અને કરણ જોહરએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રણવીર સિંહ સારા અલી ખાનના હીરો છે. હાલમાં જ રીલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ગઈ છે. સારા અલી ખાનને સુંદરતા વારસાગતમાં મળી છે. તે દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ દિલની પણ સારી છે.

તે બધા ઈન્ટરવ્યું જે સાદાઈથી આપે છે તે લોકોના દિલ જીતવા માટે પુરતું છે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સારા પહેલી એવી સ્ટાર કીડ છે કે જેનામાં ઘમંડ જરાપણ નથી. પરંતુ હાલમાં જ સારાએ એક એવો ખુલાસો કર્યો જે સાંભળીને દરેક માણસ ચકિત છે. તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે તે સ્ટાર કીડ છે તો કામ સરળતાથી મળી જાય છે પરંતુ હકીકતમાં એવું નથી હોતું.

હાથ જોડ્યા, મેસેજ કર્યા, ત્યારે જઈને મળ્યું કામ :

સારા અલી ખાનએ જણાવ્યું કે તેને રોહિતની ફિલ્મ સીંબામાં કામ કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા. તેને એટલી સરળતાથી ફિલ્મમાં કામ નથી મળ્યું. સારાએ જણાવ્યું કે તે ઘણા દિવસો સુધી સતત રોહિતને મેસેજ કરીને ફિલ્મમાં કામ માંગી રહી હતી. પરંતુ રોહિત તરફથી કોઈ રીપ્લાય નહોતા આવતા હતા. પરંતુ એક દિવસ જયારે તેણે જોયું કે સારાના આટલા બધા મેસેજ આવ્યા છે, ત્યારે તેણે તેને મળવા માટે બોલાવી.

સારાએ આગળ જણાવ્યું કે, તે કોઈ એક પ્રકારના બંધનમાં બંધાઈને નથી રહેવા માંગતી. તે રોહિત શેટ્ટીની ઘણી મોટી ફેન છે અને તે કોમર્શિયલ સિનેમાના કિંગ છે. એટલા માટે તેના દિલની ઈચ્છા હતી કે તે રોહિત સાથે કામ કરે. તેમણે કહ્યું કે રોહિત અને રણવીર સાથે કામ કરવું તેમના માટે સૌભાગ્યની વાત છે.

મેનેજમેન્ટ વગર મળવા પહોંચી ગઈ હતી સારા :

સારાએ જણાવ્યું કે કેદારનાથના શુટિંગ દરમિયાન તેમણે ઘણા ઉતાર ચડાવ જોઈ લીધા હતા, અને તે તેની વચ્ચે રોહિત શેટ્ટીને મળવા ગઈ હતી. તે સમયે ખબર જ ન હતી કે ફિલ્મ કેદારનાથ હીટ રહેશે કે ફ્લોપ. તે રોહિત શેટ્ટીને મેસેજ કરીને લખે છે કે સર તમે મને કામ આપી દો, તમારી ફિલ્મમાં લઇ લો. તેમણે જણાવ્યું કે એક વખત તો તે રોહિત શેટ્ટીની ઓફીસ પોતાની મેનેજમેન્ટ ટીમ વગર જ તેમને મળવા પહોંચી ગઈ હતી. તે જોઈને રોહિત ઘણો ચકિત થઇ ગયો હતો. કેમ કે તેને આશા હતી કે સારા પોતાની મેનેજમેન્ટ ટીમ સાથે મળવા આવશે.

સારાએ ખરેખર રોહિત સામે હાથ જોડ્યા અને કામ માટે લગભગ ભીખ માંગી, ત્યારે જઈને તેને એ ફિલ્મ મળી. સારાએ કહ્યું કે તે ત્યારે પણ નવી હતી અને આજે પણ નવી છે. પરંતુ તે સમયે જયારે કેદારનાથ રીલીઝ થવાની હતી ત્યારે તેને પોતાના ભવિષ્યની ખબર ન હતી. સારાએ કહ્યું કે ફિલ્મ ‘સીંબા’ માં કામ આપવા માટે રોહિતની ઘણી આભારી છું.