વિડિઓ : સમુદ્રમાં જતા જ જલપરી બની સારા અલી ખાન, અનોખા સ્વિમિંગ અંદાઝથી ફેન્સને કર્યા ચકિત

બોલીવુડના યંગ અને નવી પેઢીના કલાકારોમાં સારા અલી ખાનનું નામ સૌથી ઉપર આવે છે. સારાએ અત્યાર સુધી બોલીવુડમાં માત્ર બે જ ફિલ્મ કરી છે, તેમ છતાં પણ તે ઓછા સમયમાં ઘણી પ્રસિદ્ધ થઇ ગઈ છે. કેદારનાથથી બોલીવુડમાં એન્ટ્રી કરવા વાળી સારા અલી ખાન ફેંસ વચ્ચે ઘણી લોકપ્રિય છે.

સારાની સુંદરતા અને વાત કરવાની પદ્ધતિ ફેંસને આકર્ષી રહી છે. એક બીજી વસ્તુ જે સારાને બીજી હિરોઈનથી અલગ પાડે છે તે એ છે કે, સારા જમીન સાથે જોડાયેલી અભિનેત્રી છે. તેમાં જરાપણ ઘમંડ નથી.

સારા હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટા શેયર કરતી રહે છે. હાલના દિવસોમાં ‘સીંબા’ ફિલ્મ કરવા વાળી અભિનેત્રી માલદીવમાં પોતાના ફેમીલી સાથે વેકેશન મનાવા ગઈ હતી. હમણાં હાલમાં જ સારાના પોતાની મમ્મી અમૃતા સિંહ સાથે પાણીમાં બીકીની પહેરીને જેટ સ્કી કરતા ફોટા વાયરલ થયા હતા.

તે વેકેશન ઉપર સારાનો ભાઈ ઈબ્રાહીમ પણ તેમની સાથે ગયો છે. સારા પોતાના ભાઈ સાથેના ફોટા પણ શેયર કરી ચુકી છે. હવે સારાએ પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો શેયર કર્યો છે. આ વિડીયોમાં સારાએ સફેદ રંગની બીકીની પહેરી છે. સાથે જ સારા સમુદ્રમાં સ્વીમીંગ કરતી જોવા મળી રહી છે.

રસપ્રદ વાત એ છે કે તે પાણી ઉપર સ્થિર અવસ્થામાં તરી રહી છે. એવું લાગી રહ્યું છે કે સમજો કે પાણીની પથારી ઉપર આરામ કરી રહી હોય, આ દ્રશ્ય જોવામાં ઘણું સુંદર લાગે છે. આ સુંદર વિડીયો શેયર કરતા સારા લખે છે, જો દુનિયામાં સ્વર્ગનો કોઈ રંગ છે તો તે અહિયાં છે.

સારાનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈ સારાને સુંદર જલપરી કહીને બોલાવી રહ્યા છે. આ વિડીયો ઉપરાંત સારાએ થોડા ફોટા પણ શેયર કર્યા છે, જેમાં તે પાણીની અંદર પોતાના ભાઈ ઈબ્રાહીમ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

સારાના ફોટા અને વિડીયોઝ જોઇને તો લાગી રહ્યું છે કે, તે પોતાની ફેમીલી સાથે નવા વર્ષનું વેકેશન સારી રીતે મનાવીને આવી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા અલી ખાન ટૂંક સમયમાં ‘લવ આજકલ’ ની સિકવલમાં જોવા મળવાની છે.

આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળશે. સારા કોફી વિથ કરણ શો માં તે વાતનો ખુલાસો પણ કરી ચુકી છે કે, કાર્તિક આર્યન તેનો પ્રિય છે અને તે તેની સાથે ડેટ પણ જવા માંગે છે. ‘આજકલ’ ફિલ્મ ઉપરાંત સારા વરુણ ધવન સાથે એક બીજી ફિલ્મ કરી રહી છે.

#Saraalikhan

Posted by Bollywood Ka Khabari on Monday, January 6, 2020

આ ફિલ્મ પણ એક સિકવલ છે. ખાસ કરીને પ્રસિદ્ધ ડાયરેક્ટર ડેવિડ ધવન પોતાની જ ફિલ્મ ‘કુલી નંબર ૧’ ની રીમેક બનાવી રહ્યા છે. તેનો ફર્સ્ટ લુક પણ વાયરલ થઇ ચુક્યો છે. આ એક કોમેડી ફિલ્મ હશે. એવામાં એ જોવું ઘણું મહત્વનું રહેશે કે સારા કોમેડી ફિલ્મ કેવી કરે છે. આમ તો લોકો સારાના આ સમુદ્રમાં તરવાનો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.