રસ્તા વચ્ચે અચાનક સારા અલી ખાને ભાગવું પડ્યું, વાયરલ થયો એનો વિડીયો

બોલીવુડ હિરોઈન સારા અલી ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘કુલી નંબર ૧’ ના પાર્ટ ૨ ના શુટિંગમાં વ્યસ્ત છે. તે દરમિયાન તેને ન તો કોઈ બીજા માટે સમય મળી શકે છે, અને ન તો પોતાના માટે. તેવામાં વ્યસ્ત શેડ્યુલમાંથી તેણે થોડો સમય કાઢ્યો, તો મીડિયાએ તેણે ઘેરી લીધી. સારા અલી ખાન જ્યાં પણ જાય છે, ત્યાં તેને મીડિયાવાળા ઘેરી લે છે. તેવામાં આ વખતે તેણે સૌને નવાઈ પમાડી દીઘી, અને બધા કેમેરામેન બસ ઉભા રહીને તેને જોતા જ રહી ગયા. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો.

બોલીવુડમાં સીંબા ગર્લના નામથી પ્રસિદ્ધ સારા અલી ખાન થોડા દિવસો પહેલા પોતાના બ્રેકઅપને કારણે જ ચર્ચામાં હતી. પરંતુ હવે તેનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામ ઉપર જ છે. એટલું જ નહિ, પોતાના કામ ઉપર જ ફોકસ કરવા માટે તેણે કાર્તિક આર્યન સાથે બ્રેકઅપ કર્યું, અને હવે તે સંપૂર્ણ રીતે માત્ર પ્રોફેશનલ લાઈફ ઉપર જ ધ્યાન આપી રહી છે. તે કડીમાં તે હાલના દિવસોમાં ફિલ્મ કુલી નંબર ૧ ના બીજા પાર્ટના શુટિંગમાં વ્યસ્ત છે. જેને કારણે જ તેણે જરાપણ સમય નથી મળી શકતો. તેવામાં તે રોડ વચ્ચે દોડતી જોવા મળી.

રોડ વચ્ચે સારા દોડવા લાગી :

વ્યસ્ત શુટિંગ શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને સારા અલી ખાને સલુન જવા માટે વિચાર્યું, પરંતુ બહાર નીકળતા જ તેને મીડિયાવાળાએ ઘેરી લીઘી. તેવામાં તે મીડિયાવાળા વચ્ચેથી ભાગવા લાગી અને જતા જતા હસવા લાગી. તેનો અર્થ એ છે કે, જો મીડિયા સામે તે પોઝ આપવા લાગે, તો તેનો સલુન જવાનો સમય પૂરો થઈ જાત, તેને કારણે જ તેણે દોડતા દોડતા જ હાય અને હાસ્ય આપ્યું, જેથી કેમેરામેનને ખોટુ ન લાગે. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો.

સારાના લુકની પણ લોકોએ કરી પ્રસંશા :

સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા પછી લોકોએ ન માત્ર સારા અલીના દોડવાના અંદાઝની પ્રસંશા કરી, પરંતુ તે દરમિયાન તેના લુકની પણ ઘણી પ્રસંશા કરી. સારા અલી ખાને તે દરમિયાન શોટ્સ પહેર્યું હતું. જેમાં તે ઘણી જ સુદંર લાગી રહી છે. સારા અલી ખાન હંમેશા મસ્તીના મૂડમાં જ જોવા મળે છે, જેને કારણે જ તેની આવા પ્રકારની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગે છે.

કાર્તિક સાથે થયું બ્રેકઅપ :

થોડા સમયથી એક બીજાને ડેટ કરી રહેલા કાર્તિક આર્યન અને સારા અલી ખાને અચાનકથી જ બ્રેકઅપ કરીને પોતાના ફેંસને આશ્ચર્યમાં મૂકી દીધા. ત્યાર પછી બંને એક બીજાને મળ્યા પણ નથી. હાલમાં જ સારા અલી ખાન બ્રેકઅપના દુઃખને ભૂલવા માટે વિદેશ જતી રહી હતી, તો કાર્તિક આર્યન અનન્યા પાંડે સાથે પોતાનો સમય પસાર કરતા જોવા મળી રહ્યો છે. આમ તો બ્રેકઅપ પછી બંને જ પોતાના પ્રોફેશનલ કામમાં વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ તેના ફેંસ તેમને એક સાથે જોવા માંગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો :