સારા અલી ખાને શેયર કર્યો ફ્લાઇટનો જૂનો વિડીયો, મસ્તી કરી રહેલી સારાને ઓળખવી પણ મુશ્કેલ

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન જેણે કેદારનાથથી બોલીવુડમાં પગ મુક્યો છે, અને જેની કાર્તિક આર્યન સાથે નવી ફિલ્મ વેલેંટાઈન ડે ના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે, તેણે પોતાનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વિડીયોમાં સારા અલી ખાનને મસ્તી કરતા જોઈ શકાય છે. વિડીયો એટલા માટે જૂનો છે કારણ કે, તે વીડિયોમાં સારા અલી ખાન એકદમ જાડી દેખાઈ રહી છે. તેણે પોતે જ આ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો જોઈને તે ખબર પડી રહી છે કે, વિડીયોને ફ્લાઈટની અંદર શૂટ કરવામાં આવ્યો છે.

મસ્તીના મૂડમાં સારા :

વિડીયોમાં સારા અલી ખાન ઘણી મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. તે કહી રહી છે કે, ‘પેશ હૈ સારા કા સારા સારા. ચાલો આને ખુબ જલ્દી હલકું બનાવી દેવામાં આવે. અને એકદમ એવું જ હલકું કરી દઈએ, જેવું પહેલા હતું.’ આ વિડીયોમાં સારા અલી ખાન કોઈને ક્રેડિટ આપતા દેખાઈ રહી છે. તે કહી રહી છે કે, આ વિડીયો અને ટ્રાન્ફોર્મેશનનું ક્રેડિટ સંપૂર્ણ રીતે નમ્રતા પુરોહિતને જાય છે.

વિડીયોમાં સારા અલી ખાનનું વજન ઘણું વધેલું દેખાઈ રહ્યું છે. એના સિવાય તેણે પહોળી ફ્રેમ વાળા ચશ્મા પણ પહેરેલા છે, આથી તેનો લુક આજની સરખામણીમાં ઘણો અલગ દેખાઈ રહ્યો છે. આ વિડીયોમાં તેની આસપાસ પેસેન્જર બેસેલા છે, તેમની સાથે તે ભરપૂર મસ્તી કરતી દેખાઈ રહી છે.

#Saraalikhan funny video

Posted by Bollywood Ka Khabari on Tuesday, January 28, 2020

એક કલાકમાં 14 લાખ વાર જોયો :

વિડીયોમાં ‘સિર જો તેરા ચકરાયે દિલ ડુબા જાયે’ નામનું ગીત બેકગ્રાઉન્ડમાં વાગતું સંભળાઈ રહ્યું છે. જે છોકરીઓ સારા અલી ખાનની બંને તરફ બેઠી છે, સારા તેમની સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. તે છોકરીઓનો વિડીયો જ સારા અલી ખાન રેકોર્ડ કરી રહી છે. આ દરમિયાન તેના ચહેરા પર જાત જાતના હાવભાવ આવી રહ્યા છે. તે એક અલગ જ અંદાઝમાં પોતાનું મનોરંજન કરી રહી છે.

સારા અલી ખાનને લઈને તેમના પ્રશંસકો વચ્ચે કેટલો ક્રેઝ છે, તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે, વિડીયોને શેયર કરવાના એક કલાકની અંદર જ તેને 14 લાખ વાર જોવામાં આવ્યો. સારાના પ્રશંસકોને વિશ્વાસ થઈ રહ્યો ન હતો કે, આ તે જ સારા અલી ખાન છે જેને તેમણે આજ સુધી જોઈ છે.

અજબ-ગજબ કમેન્ટસ :

છેવટે જયારે એક ફેનને વિશ્વાસ ન થયો કે આ સારા અલી ખાન જ છે, તો તેમણે કમેન્ટ કરતા લખી પણ દીધું કે, શું હકીકતમાં તમે જ છો સારા? તેમજ બીજા એક પ્રશંસકે આ વિડીયો પર કમેન્ટ કરતા લખ્યું કે, સારા ખરેખર તમે કમાલની રોલ મોડલ છો.

અત્યાર સુધી સારા અલી ખાન કેદારનાથ અને સિમ્બામાં જોવા મળી ચુકી છે. કેદારનાથ તેમની ડેબ્યુ ફિલ્મ રહી છે, જેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. તેના સિવાય સિમ્બામાં સારા અલી ખાનને રણવીર સિંહ સાથે જોવામાં આવી હતી. બંને જ ફિલ્મોમાં તેના અભિનય અને તેના ગ્લેમરસ અંદાઝની ખુબ પ્રશંસા થઈ હતી.

વેલેંટાઈન ડે ના અવસર પર 14 ફેબ્રુઆરીએ તેની નવી ફિલ્મ ‘લવ આજ કલ 2’ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તેની ઓપોઝીટ કાર્તિક આર્યન છે. તે પછી સારા અલી ખાન ગોવિંદાની ફિલ્મ ફૂલી નંબર 1 ની રીમેકમાં પણ કામ કરવાની છે, જેમાં તે વરુણ ધવનની ઓપોઝીટ જોવા મળશે. ડેવિડ ધવન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.