બોલીવુડની દુનિયામાં એકથી એક ચડિયાતા કલાકાર છે. અહિયાં પ્રતિભાની કોઈ કમી નથી. દર શુક્રવાર કોઈને કોઈ કલાકારના નસીબનો નિર્ણય દર્શક કરે છે. બોલીવુડ કલાકાર ભલે પોતાના અભિનય ઉપર ગર્વ કરતા હોય, પરંતુ તેમના નસીબનો નિર્ણય તો દર્શક જ કરે છે. તે પરંપરામાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ રીલીઝ થઈ ગઈ છે, જે સારો દેખાવ કરી ચુકી છે. સારાની બીજી ફિલ્મ શિમ્બા પણ રીલીઝ થઈ ગઈ છે અને સફળ નીવડી છે. ફિલ્મનું પ્રમોશન પણ જોરદાર રીતે કરવામાં આવ્યું હતું. તે બધા વચ્ચે સારા અલી ખાનએ નવાઈ પમાડે તેવો ખુલાસો કર્યો હતો. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?
ફિલ્મ કેદારનાથના પ્રમોશન માટે સારા અલી ખાન કોફી વિથ કરણ શો માં ગઈ હતી. આ એપિસોડ ઘણા લોકો જોઈએ ચુક્યા છે, જેમાં સારા અલી ખાન પોતાના અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા થોડા રહસ્ય ખોલતા જોવા મળી રહી છે. સારા અલી ખાન આ એપિસોડમાં પોતાના પિતા એટલે સૈફ અલી ખાન સાથે આવી હતી. તે દરમિયાન બાપ દીકરીમાં ઘણું સારૂ જોડાણ જોવા મળી રહ્યું છે. પરંતુ તે દરમિયાન સારા અલી ખાનને કરણ જોહરએ અંગત પ્રશ્ન પૂછી લીધા, જેની ઉપર સારાએ અચકાયા વગર પોતાના દિલની વાત કહી દીધી.
રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી સારા અલી ખાન :
શો માં સ્પષ્ટ જાણવા મળ્યું છે કે સારા અલી ખાન રણબીર કપૂર એટલે તેની સાવકીમાં કરીનાના ભાઈ સાથે લગ્ન કરવા માંગતી હતી. એટલું જ નહિ સારા અલી ખાને એ પણ કહ્યું કે તે રણબીરને ડેટ નથી કરવા માંગતી, પરંતુ લગ્ન કરવા માંગે છે, અને તેના માટે તે પોતાના ઘરમાં વાત કરવા માંગે છે. તે દરમિયાન જયારે કરણ જોહરએ સારા અલી ખાનને પૂછ્યું કે તે ડેટ ઉપર કોની સાથે જવા માંગે છે, તો તેમણે કહ્યું કે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે, અને તે એપિસોડ ઘણો પોપ્યુલર થયો હતો.
સારા અલી ખાનના બોયફ્રેન્ડને આ પ્રશ્ન પૂછશે સૈફ :
કરણ જોહરે આ એપિસોડમાં સૈફ અલી ખાનને પૂછ્યું કે સારા અલી ખાનના બોયફ્રેન્ડને શું શું પૂછશે? તો તેમણે કહ્યું કે હું તેમને પોલીટીકલ સમાચાર અને ડ્રગ્સ વિષે પ્રશ્ન પૂછીશ. તે ઉપરાંત મારી દીકરીને જે પણ છોકરો પસંદ આવશે તેની સાથે તેના લગ્ન કરાવવામાં અમને કોઈ વાંધો નથી. એટલું જ નહિ, સૈફ અલી ખાને એ પણ કહ્યું કે જે છોકરો મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, તેની પાસે પૈસા હોવા જરૂરી છે. જો પૈસા હોય તો મારી દીકરી સાથે લગ્ન કરી શકે છે.
સારા અલી ખાનની કેદારનાથ ડેબ્યુ ફિલ્મ છે જે એવરેજ કમાણી કરી ચુકી છે. ફિલ્મના ટીઝરને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સારા અલી ખાન સુશાંત રાજપૂત સાથે જોવા મળી. કેદારનાથ સારાની પહેલી ફિલ્મ હતી, જેના કારણે જ તેનું આખું કુટુંબ તેને લઇને ઉત્સાહિત હતું.