સારા અલી ખાનથી વધારે સુંદર હતી તેમની નાની, પરંતુ લોકો તેમને જોઈને ગભરાહટથી કંપવા લગતા હતા

સારા અલી ખાન બોલીવુડની આગળની સેંસેશન બની ગઈ છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ. દર્શકોએ આ ફિલ્મમાં સારાના અભિનયને ઘણો પસંદ કર્યો, અને તેને અભિનય માટે દર્શકો તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ. આ ફિલ્મમાં તેની સાથે કલાકાર સુશાંત સિંહ રાજપૂત છે. તેમજ સારાની બીજી ફિલ્મ ‘સીંબા’ રીલીઝ થઈ ગઈ છે. એને પણ સારો પ્રતિભાવ મળ્યો. ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ અને કરણ જોહરએ પ્રોડ્યુસ કરી છે. અને ફિલ્મમાં રણવીર સિંહ સારા અલી ખાનના હીરો છે. લોકોએ આ ફિલ્મને હીટ કરી નાખી હતી અને તે ફિલ્મ હીટ પણ સાબિત થઇ.

સારા અલી ખાનને સુંદરતા વારસામાં મળી છે. તે દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ દિલની પણ સારી છે. તે પોતાના તમામ ઈન્ટરવ્યુંઝ જેટલી સાદાઈથી આપે છે તે લોકોના દિલને જીતવા માટે પુરતુ છે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સારા પહેલી એવી સ્ટાર કીડ છે જેનામાં ઘમંડ જરાપણ નથી અને જે અભિનેત્રી બનવા માટે લાયક છે. એ વાતથી તો આપણે બધા જાણકાર છીએ. આજની આ પોસ્ટમાં અમે તમને સારાની નાની રૂખસાના સુલ્તાના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. રુખસાના સુલ્તાનાની દીકરી અમૃતા સિંહ છે.

સારાથી વધુ સુંદર હતી તેની નાની :

જણાવી દઈએ કે સારાની નાની રુખસાના સુલ્તાના દેખાવમાં ઘણી સુંદર હતી. સારાને એ સુંદરતા તેની નાની પાસેથી વારસાગત મળી છે. કહેવામાં આવે છે કે રુખસાના સુલ્તાનાને જોતા જ લોકો ડરના માર્યા ધ્રુજવા લગતા હતા. તેના એ ડરનું કારણ સંકટ સમય દરમિયાન ચલાવવામાં આવેલો નસબંધી કાર્યક્રમ હતો. તે કટોકટી દરમિયાન સંજય ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા નસબંધી કેમ્પનો મુખ્ય ભાગ હતી. ખાસ કરીને ૧૯૭૫ થી લઇને ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગી હતી અને તે દરમિયાન નસબંધી કેમ્પ ચલાવવામાં આવ્યો હતો.

સંજય ગાંધીને તે દરમિયાન જૂની દિલ્હીમાં મુસલમાનોને નસબંધી કરાવવા માટે રાજી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કુટુંબ નિયોજનના હેતુથી નસબંધીનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. તે મુજબ દેશના વિકાસ માટે વધતી રહેલી વસ્તીને રોકવી જરૂરી હતી. આ નસબંધીને કારણે જૂની દિલ્હીના લોકોમાં જાગૃતતાથી વધુ ડર ફેલાઈ ગયો હતો.

બળજબરીથી કરી દેવામાં આવતી હતી નસબંધી :

૧૮ વર્ષના યુવાન લોકોથી લઇને ૮૦ વર્ષના ઘરડાની બળજબરીથી નસબંધી કરી દેવામાં આવતી હતી. એટલું જ નહિ પરણિત લોકોની પણ નસબંધી કરી દેવામાં આવતી હતી. એટલા માટે ત્યાંના લોકો રુખસાના સુલ્તાના ગભરાતા હતા. પણ સરકાર બદલાતા તે સમાચારો માંથી દુર થઈ ગઈ. રુખસાનાએ શવિંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે ખુશવંત સિંહના ભત્રીજા હતા. અમૃતા સિંહ રુખસાના અને શવિંદરસિંહની દીકરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.