સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે સારા અલી ખાનનો આ ફોટો, જાણો તેના પાછળનું કારણ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ઇંસ્ટાગ્રામ પર એક નવો ફોટો શેયર કર્યો છે, જેમાં સારા ભૂરી લિપસ્ટિક લગાવીને સમુદ્ર કિનારે ઉભેલી દેખાઈ રહી છે. સારાનો આ ફોટો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, અને તેને 1 કલાકમાં 5 લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સારાના આ નવા અંદાજ પર લોકોએ ખુબ કોમેન્ટ કરી છે, જેમાં આમિર ખાનની દીકરી ઇરા ખાન પણ શામેલ છે.

સારાએ આ ફોટા સાથે લખ્યું કે, બેક ટૂ બ્લૂ એટલે કે ભૂરા રંગ તરફ પાછા ફરવું. સારાએ આ ફોટાની ક્રેડિટ પોતાના મિત્ર ઓરહાન આવતરમાનીને આપી છે. સારાના આ ફેશન સેંસની ઘણી પ્રશંસા થઈ રહી છે. ઝરીન ખાને લખ્યું – હોઠના શેડ સાથે પ્રેમ થઈ ગયો. તો ઇરાએ લખ્યું – લિપસ્ટિક સાથે પ્રેમ થઈ ગયો. ઇરા પોતે પણ ઘણી સ્ટાઈલિશ છે અને સોશિયલ મીડિયામાં હંમેશા ફેશનેબલ ફોટા શેયર કરતી રહે છે.

સારાએ આ પહેલા દરિયા કિનારા પરનો વધુ એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તે કોઈપણ જાતના મેકઅપ વગર દેખાઈ રહી છે. તે ફોટાને પણ ખુબ લાઇક્સ મળી. થોડા દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ ફોટાને 20 લાખથી વધારે લોકોએ પસંદ કર્યો છે.

જણાવી દઈએ કે, સારા અલી ખાન હવે કુલી નંબર 1 માં જોવા મળશે. ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે તેની પસંદગી કરવામાં આવી છે. કુલી નંબર 1 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મના બાયકોટનું અભિયાન પણ ચાલી રહ્યું છે. સારાએ પોતાનું કરિયર કેદારનાથ ફિલ્મથી શરૂ કર્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત તેમના હીરો હતા. તેમની બીજી ફિલ્મ સિમ્બા હતી, જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. રોહિત શેટ્ટી તે ફિલ્મના નિર્દેશક હતા.

તે સિવાય સારા અલી ખાન આનંદ એલ રાયની ફિલ્મ અતરંગીમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 5 માર્ચે શરૂ થયું હતું, પણ કોરોના વાયરસ લોકડાઉનને કારણે તેનું શૂટિંગ અટકી ગયું હતું. આ ફિલ્મમાં ધનુષ અને અક્ષય કુમાર પણ છે. અતરંગી પહેલા આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થવાથી હતી, પણ લોકડાઉનને કારણે શૂટિંગ અટક્યું હોવાથી તેની રિલીઝ ડેટમાં ફેરફાર થઇ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.