સારા અલી ખાન નથી માનતી કરીના કપૂરને પોતાની માં, કહ્યું – જો હું કરીનાને છોટી માં કહીશ તો…..

સતત બે હિટ ફિલ્મો આપ્યા પછી સારા અલી ખાન બોલીવુડની આવનારી સેંસેશન બની ગઈ છે. હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ, દર્શકોએ આ ફિલ્મમાં સારાના અભિનયને ઘણો પસંદ કર્યો. આ ફિલ્મમાં તેની સાથે કલાકાર સુશાંત સિંહ રાજપૂત હતા. ત્યાર પછી ૨૮ ડીસેમ્બરએ સારાની બીજી ફિલ્મ ‘સીબા’ રીલીઝ થઇ અને થોડા જ દિવસોમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં જોડાઈ ગઈ. અને હવે સમાચાર છે કે ફિલ્મ ૨૦૦ નો આંકડો પણ પાર કરી ચુકી છે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પ્રોડ્યુસર કરણ જોહર છે. ફિલ્મમાં સારા અલી ખાનના સાથે રણવીર સિંહ છે. હાલમાં જ રીલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ચુકી છે.

જણાવી અંગત જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો :

સારા અલી ખાનને સુંદરતા વારસાગતમાં મળી છે. તે દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ દિલની પણ સારી છે. તે પોતાના તમામ ઈન્ટરવ્યુંઝ જે સાદગીથી આપે છે, તે લોકોના દિલ જીતવા માટે પુરતી છે. લોકો એવું પણ કહી રહ્યા છે, કે સારા પહેલી એવી સ્ટાર કીડ છે જેનામાં ઘમંડ જરાપણ નથી, અને જે ખરેખર અભિનેત્રી બનવાને લાયક છે. હાલમાં જ આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં સારાએ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી થોડી મહત્વની વાતો જણાવી. સારાને જયારે ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે તે પોતાની સાવકી માં કરીનાને ‘છોટી માં’ કહી ને કેમ નથી બોલાવતી? તેણે એ પ્રશ્નનો ઘણી સાદગીથી જવાબ આપ્યો.

કહ્યું – ઘણો વિશેષ છે કરીના સાથે સંબંધ :

એ પ્રશ્નનો જવાબ આપતા સારાએ કહ્યું કે કરીના સાથે તેમનો સંબંધ ઘણો વિશેષ છે. એટલા માટે તે તેને છોટી માં કહીને નથી બોલાવતી. તેમણે આગળ જણાવ્યું, કે કરીના આજે પણ તેને કહે છે કે તેની પાસે પહેલાથી જ એક સારી માં રહેલી છે, એટલા માટે હું માત્ર તારી એક ઘણી સારી દોસ્ત બનીને રહેવા માગું છું. અને પિતા સૈફ અલી ખાને પણ સારાને ક્યારેય નથી કહ્યું કે તે કરીનાને માં કહીને બોલાવે.

છોટી માં બોલાવવાથી ‘નર્વસ’ બ્રેકડાઉન થઇ જશે :

હાલમાં જ ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં જયારે કરણે સારાને મજાકિયા અંદાજમાં પૂછ્યું કે શું તે કરીનાને ‘છોટી માં’ કહીને બોલાવશે? તેની ઉપર સારાએ કહ્યું કે તે કરીનાને છોટી માં બોલાવવા વિષે વિચારી પણ નથી શકતી. જો તે કરીનાને છોટી માં કહીને બોલાવશે તો તેને નર્વસ બ્રેકડાઉન થઇ જશે. સારાને જયારે ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું, કે માં ની દેખરેખમાં તેનો ઉછેર થયો છે, તેવામાં શું તેને પિતાની ખોટનો અનુભવ ન થયો? એ પ્રશ્નનો સારાએ એવો જવાબ આપ્યો જે જાણ્યા પછી તમે દંગ રહી જશો.

માં એ અનુભૂતિ ન થવા દીધી કોઈ વસ્તુની ખોટ :

ઈન્ટરવ્યુંમાં સારાને પૂછવામાં આવ્યું, કે મોટાભાગનો તેમનો ઉછેર તેમની માં એ કર્યો છે. તેવામાં પોતાની આસ પાસ પિતા ન હોવાની ખોટનો શું તેમણે અનુભવ કર્યો? આ પ્રશ્નનો જવાબ સારાએ અકળાઈને આપ્યો. તેમણે કહ્યું કે હું એ ઘરમાં નથી રહી શકતી જ્યાં મારા માતા પિતા ખુશ ન હોય. એક જ ઘરમાં સાથે ખુશ ન રહેતા માતા પિતાના રહેવા કરતા સારું છે, જુદા જુદા ઘરોમાં ખુશ માતા પિતાનું રહેવું. મારી માં એ મને ક્યારે પણ કોઈ વસ્તુની ખોટનો અનુભવ થવા નથી દીધો. મારા અને મારા ભાઈના જન્મ થવાથી માં એ સંપૂર્ણ ધ્યાન અમારા બન્ને ઉપર લગાવી દીધું. તેમણે પોતાનું કેરિયર સુધી છોડી દીધું. અમે અમારી માં સાથે પણ ખુશ છીએ અને જયારે પપ્પાને મળીએ છીએ તો તેનાથી પણ ખુશ છીએ.