સારા-કાર્તિક વચ્ચે વધી કડવાશ, આર્યને કહ્યું – તેનું મોઢું..

આજકાલ મીડિયા ઉપર બોલીવુડના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. અમુક બનાવો વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલીવુડના બે યંગ કલાકારો સારા અલી ખાન અને કાર્તિક આર્યનના પ્રેમની ચર્ચા ઘણી થઈ. એવું માનવામાં આવે છે કે, ફિલ્મ ‘આજકાલ’ના શુટિંગ દરમિયાન બંને એકદમ નજીક આવી ગયા હતા. અને તેનો પ્રેમ દેખાઈ આવતો હતો. એક સમયે બંનેના ડેટિંગના સમાચારો આવ્યા તો ક્યારેક ફરી જવાના સમાચારો.

આમ તો કાર્તિક અને સારા હંમેશા સાથે જોવા પણ મળતા હતા. પરંતુ તે બધા વચ્ચે અચાનક સમાચાર આવ્યા છે કે, બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આમ તો સત્તાવાર રીતે હજુ બંનેએ કશુ નથી કહ્યું. પરંતુ કાર્તિકે એવી વાત કહી દીધી છે, જેથી લાગી રહ્યું છે કે ખરેખર બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

કાર્તિક અને સારાના પ્રેમના સમાચાર જેટલા ઝડપથી બહાર આવ્યા હતા, એટલા જ ઝડપથી હવે તેમના બ્રેકઅપના સમાચારો આવી રહ્યા છે. આમ તો આ સમાચાર ઉપર ઘણાને તો વિશ્વાસ નથી આવી રહ્યો. પરંતુ કાર્તિકની વાતો સ્પષ્ટ સંકેત આપી રહી છે કે, હવે બંને વચ્ચે એવું કાંઈ નથી રહ્યું. બંને એ ‘આજકાલ’ નું શુટિંગ સાથે કર્યું, પરંતુ ફિલ્મના ડાયરેક્ટર ઇમ્તિયાજ અલી ફિલ્મ સાથે જોડાયેલા થોડા સીન્સ ફરી વખત શૂટ કરવા માંગતા હતા. તેના માટે ઈમ્તીયાજે પહેલા ફિલ્મના હીરો સાથે વાત કરી.

ઈમ્તિયાજે કાર્તિકને કહ્યું કે, જો ફિલ્મના આ સીન્સ જરૂરી નથી તો તે રહેવા દઈએ છીએ. એવો અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે કે, હવે કાર્તિક સારા અલી ખાન સાથે કામ પણ કરવા માંગતા નથી. માત્ર અનુમાન છે. તે વાતો ઉપર પૂરો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કેમ કે આવા પ્રકારની વાતો હંમેશા ફિલ્મી દુનિયામાં આવતી રહે છે.

અને કાર્તિક વિષે એ સમાચાર પણ આવી રહ્યા છે કે, હવે તે ‘પતિ પત્ની ઓર વો’ ની હિરોઈન અનન્યા પાંડેને ડેટ કરવા લાગ્યા છે. તે વાત તો જગજાહેર છે કે કાર્તિક આર્યન સારા અલી ખાન પહેલા અનન્યા પાંડેને ડેટ કરતો હતો. અને આ દિવસોમાં ફિલ્મનું શુટિંગ અને પ્રમોશનને કારણે બંનેના નજીક આવવાના સમાચારો પણ છે. એ કારણ છે કે હવે કાર્તિક, સારા પાસે નથી દેખાતા.

ખાસ કરીને હમણાં ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુંમાં કાર્તિક આર્યન સામે એક મોટો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેની સામે થોડી અભિનેત્રીઓના નામ રાખવામાં આવ્યા, અને તેને પૂછવામાં આવ્યું કે આમાંથી તેને ‘પતિ પત્ની ઓર વો’ ની પસંદગી કરવાની છે. કાર્તિક સામે રાખવામાં આવેલી અભિનેત્રીઓના લીસ્ટમાં સારાનું નામ પણ હતું. તેને પૂછવામાં આવ્યું કે સારાને તે ક્યા રૂપમાં જોવા માંગે છે. તેના જવાબમાં કાર્તિકે કહ્યું કે તે સારાને પત્નીના રૂપમાં જોવા માંગે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.