14 વર્ષ પછી છલકાયુ સારાની મમ્મી અમૃતાનુ દુઃખ, બોલી “જ્યારે માથા પર જવાબદારી હોય તો…’

ભારતીય સમાજમાં સિંગલ માં બનીને બાળકોનો ઉછેર કરવો સરળ નથી હોતો. પણ આપણી સામે ઘણા એવા ઉદાહરણ છે, જેનાથી એ સાબિત થાય છે કે વિચારો મજબુત હશે તો કાયદા પણ બદલાઈ જશે. જી હા, અભિનેત્રી અમૃતાએ પોતાના બાળકોનો ઉછેર એકલા કર્યો છે અને તે જ કારણ છે કે સારા અલી ખાન પોતાની પ્રસિદ્ધિનો શ્રેય પોતાની મમ્મીને આપે છે. અમૃતા પોતાના બાળકોને લઈને ખુબ જ વધારે ગંભીર રહે છે અને તેથી 14 વર્ષ પછી તેમનું દુ:ખ છલકી ઉઠ્યું. તો ચાલો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું છે ખાસ?

હાલમાં જ મીડિયાથી રૂબરૂ થતા સારા અલી ખાનની માં અમૃતાએ પોતાનું વર્ષો જુનું દુ:ખ જણાવ્યું. અમૃતાએ પોતાના બાળકોના ઉછેરને લઈને તેમની પ્રસિદ્ધિ સુધીની સફર બધા સામે પ્રસ્તુત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન અમૃતાએ કહ્યું કે એકલી માં માટે બાળકોનો ઉછેર કરવો સરળ નથી, પણ હું હંમેશા મજબુત બની રહી અને મારા બાળકોનો સારામાં સારો ઉછેર કર્યો. આ દરમિયાન અમૃતાએ બીજા લગ્નને લઈને પણ મોટો ખુલાસો કર્યો.

જયારે જવાબદારી માથા પર હોય છે, ત્યારે બધું થઇ જાય છે :

અમૃતાએ કહ્યું કે સૈફના છૂટાછેડા લીધા પછી મારા માટે જીવન થોડું મુશ્કેલ હતું. પણ જયારે કોઈના માથા પર જવાબદારીનો બોજ આવે છે તો તે પોતાની જવાબદારી ઉઠાવવા સક્ષમ થઇ જાય છે. અમૃતાએ આ બધું એટલા માટે કહ્યું કારણ કે તેને પૂછવામાં આવ્યું કે તેમણે બાળકોના પિતા વગર એકલા જ પોતાના છોકરાઓનો ઉછેર કર્યો, તો આ બધું શક્ય કેવી રીતે બન્યું? તો અમૃતાએ માત્ર એટલું કહ્યું કે જવાબદારી બધું શીખવાડી દે છે. અને આ જ હિંમતથી મેં મારા બાળકોનો ઉછેર કર્યો.

તો એટલા માટે ન કર્યા અમૃતાએ બીજા લગ્ન :

અમૃતાએ કહ્યું કે મેં બીજા લગ્ન એટલા માટે ન કર્યા કારણ કે મને લાગે છે કે તેનાથી મારા બાળકોનું કરિયર બગડી જશે, અને તેમનો ઉછેર બરોબર નહી થાય. તેથી મેં એકલા જ તેમનો ઉછેર કરવાનું બરાબર સમજ્યું. માનો કે આ સવાલના જવાબમાં અમૃતા ઘણા સમય માટે ચુપ રહી, પણ પછી તેમણે માત્ર બાળકોના ઉછેરનું કારણ આપતા બીજા લગ્ન ન કર્યા એવું જણાવ્યું. જણાવી દઈએ કે અમૃતા એક બેસ્ટ સિંગલ મધર છે, જેણે પોતાના બાળકોને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નથી થવા દીધી.

સારા માટે સ્ક્રીપ્ટનું પણ અમૃતા જ કરે છે વાંચન :

અમૃતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સારા અલી ખાનને કેદારનાથથી પહેલા ઘણી મોટી ફિલ્મો મળી, પણ મેં તેને ના પાડી, કારણ કે હું સારા અલી ખાનને એક સારું ફ્યુચર આપવા માંગું છું, અને આજે પણ હું સારા માટે સ્ક્રીપ્ટનું વાંચન કરૂ છું. તેની સાથે જ અમૃતાએ કહ્યું કે સની દેઓલ ઈચ્છતા હતા કે સારા અલી ખાન તેમના પુત્ર કરણ સાથે ડેબ્યુ કરે, પણ મેં ના પાડી દીધી. અને હું સારા માટે બેસ્ટ જ પસંદ કરીશ. એટલું જ નહી, સારાની પ્રસિદ્ધિનો શ્રેય પણ તેની માં ને જ જાય છે.