તમારા મગજમાં હંમેશા એ પ્રશ્ન જરૂર આવતો હશે કે છેલ્લે હંમેશા સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું કેમ થાય છે. જો કોઈ ખોટું કરે છે અને લોકોનું ખરાબ કરે છે વિચારે છે છતાં પણ તેની બરકત થાય છે અને સૌની સાથે સારૂ કરવા વાળા અને ભલું વિચારવા વાળા લોકો સાથે હંમેશા ખરાબ જ થાય છે. આ એક એવો પ્રશ્ન છે જે દરેક ના દિલમાં આવે છે. તો આજે અમે તમને એક વાર્તાના માધ્યમથી આ તમામ પ્રશ્નોના જવાબ આપીશું.
આ પ્રકારના તમામ પ્રશ્નોના તમામ પ્રશ્નોના જવાબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એ આપ્યા છે. એક વખત અર્જુન એ ભગવાન શ્રીકૃષ્ણને એ પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ હંમેશા સારા અને સાચા લોકોની સાથે જ ખરાબ કેમ થાય છે? ખરાબ લોકો સાથે સારું કેમ થાય છે, તેની ઉપર ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને એક વાર્તા સંભળાવી. જેમાં તેમણે આ પ્રકારના તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા.
વાત જુના સમયની છે જયારે એક નગરમાં બે પુરુષ રહેતા હતા. પહેલો પુરુષ વેપારી હતો. જે ઘણો જ સારો અને સજ્જન માણસ હતો, તે ધર્મ અને નીતિનું પાલન કરતો હતો, ભગવાનની ભક્તિ કરતો હતો અને મંદિર જતો હતો. તે ઉપરાંત તે દરેક પ્રકારના ખરાબ કામો અને સંગતીથી દુર રહેતો હતો, પરંતુ બીજો વ્યક્તિ તેનાથી એકદમ વિપરીત અને દુષ્ટ પ્રકૃત્તિનો હતો, તે હંમેશાથી ખોટા કામ કરતો હતો, મંદિર જવાને બદલે ત્યાં થી પૈસા અને ચપ્પલ ચોરતો હતો, ખોટું બોલતો હતો અને નશો કરતો હતો.
એક દિવસની વાત છે જયારે તે દિવસે ઘણો જ વધુ વરસાદ થઇ રહ્યો હતો, તે સમયે દરેક પોતાના ઘરમાં હતા અને મંદિરમાં માત્ર પુજારી હતા, તે લાલચુ વ્યક્તિ એ પુજારીને મંદિરમાં એકલા જોઈને મંદિરનું બધું ધન ચોરી લીધું અને પંડિતજી નજર માંથી છટકીને ત્યાંથી ભાગી ગયો. અને થોડા સમય પછી તે જગ્યાએ તે ભલો વેપારી મંદિરમાં દર્શન માટે ગયો તો તેની ઉપર ચોરી કરવાનો આરોપ લાગી ગયો. તે સ્થળે લોકો જમા થઇ ગયા અને વેપારીને સાચો ખોટો કહેવા લાગ્યા. જેવો જ તે વ્યક્તિ મંદિરની બહાર નીકળ્યો તો તેને એક ગાડી એ ટક્કર મારી દીધી જેનાથી તે ખરાબ રીતે ઘાયલ થઇ ગયો.
પાછો ફરી વેપારી પોતાના ઘેર જઈ રહ્યો હતો. તો તેને એ દુષ્ટ વ્યક્તિ મળ્યો તે આનંદથી નાચતો જઈ રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે આજે તો નસીબ જ ચમકી ગયું એક સાથે આટલું બધું ધન હાથ લાગ્યું છે. જ્યાં વેપારી એ એ વાત સાંભળી તો દંગ રહી ગયો. તેને ઘરે જતા જ ઘરમાં રહેલા ભગવાનના બધા ફોટા કાઢી નાખ્યા અને ભગવાનથી નારાજ થઇને જીવન પસાર કરવા લાગ્યો.
થોડા સમય પછી બન્ને જ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું બન્ને યમરાજ સામે ગયા તો તે વેપારીએ નારાજ સ્વરમાં યમરાજને પ્રશ્ન કર્યો કે હું તો હંમેશાથી જ સારા કર્મ કરતો હતો, જેના બદલામાં મને અપમાન અને દુ:ખ મળ્યું અને આ અધર્મ કરવા વાળા દુષ્ટને નોટોથી ભરેલી પોટલી, છેવટે આવું કેમ?
વેપારીના પ્રશ્ન ઉપર યમરાજ બોલ્યા જે દિવસે તારી સાથે દુર્ઘટના બની હતી, તે તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પરંતુ તારા સારા કર્મોને કારણે જ તારું મૃત્યુ એક નાની એવી ઈજામાં ફેરવાઈ ગયુ. અને એ દુષ્ટને જીવનમાં રાજયોગ મળવાની શક્યતાઓ હતી, પરંતુ તેના ખરાબ કર્મોને લઇને તે રાજયોગ એક નાના એવા ધનની પોટલીમાં બદલાઈ ગયો.
આ વાર્તા પછી શ્રીકૃષ્ણ એ અર્જુન ને જણાવ્યું કે ભગવાન આપણેને શું કયા રૂપમાં આપી રહ્યા છે, તે માણસની સમજમાં આવતું નથી. પરંતુ તમે સારા કરમ કરો છો, તો ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહે છે. તો મિત્રો આ વાર્તાથી એ જાણવા મળ્યું કે તમારે ક્યારે પણ તમારા કર્મોને બદલવા ન જોઈએ કેમ કે તમારા કરમનું ફળ તમને આ જીવનમાં મળે છે બસ તમને તેની ખબર નથી પડતી.