સારા વાતાવરણમાં રહેવાથી અને સારી વાતો સાંભળવાથી ખરાબ આદતો છૂટી જાય છે જાણો સ્ટોરી

એક વાર્તા મુજબ એક ઘણો મોટો આશ્રમ હતો અને આ આશ્રમમાં એક સંત રહેતા હતા. તે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતા હતા. આ સંત ઘણા પ્રસિદ્ધ હતા અને દુર દુરથી બાળકો આવીને આ સંત પાસે શિક્ષણ મેળવતા હતા. એક દિવસ આ સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવે છે. આ શિષ્યનું સ્વાગત સંત સારી રીતે કરે છે અને તેનો પરિચય બીજા શિષ્યો સાથે કરાવે છે.

આ નવો શિષ્ય ચોરી કરવાના ઉદેશ્યથી આશ્રમમાં રહેવા લાગે છે અને જયારે પણ તેને મોકો મળી જાય ત્યારે તે બીજા શિષ્યની વસ્તુ ચોરી લેતો. અને એક દિવસ અમુક શિષ્યો તેને ચોરી કરતા પકડી લે છે અને તેને તરત સંત પાસે લઇ જાય છે.

સંતને આ શિષ્યો જણાવે છે કે કેવી રીતે તે તેની વસ્તુ ચોરી કરી રહ્યો હતો. શિષ્યોની વાત સાંભળ્યા પછી ચોરી કરવા વાળા છોકરાને સંત કાંઈ જ નથી કહેતા અને બધા શિષ્યોને પાછા મોકલી દે છે. સંત દ્વારા ચોરી કરવા છતાં કાંઈ ન કહેવાથી દરેકને નવાઈ લાગે છે.

અને થોડા દિવસો પછી ફરી તે છોકરો ચોરી કરે છે અને ફરીવાર ચોરી કરતા પકડાઈ જાય છે. ફરીથી બીજા શિષ્યો તે છોકરાને સંત પાસે લઇ જાય છે અને સંત પાસે ચોરીની ફરિયાદ કરે છે. સંત ફરી વખત તેને કાંઈ નથી કહેતા અને ફરી એમ જ છોડી દે છે. સંત દ્વારા ચોરી કરવા વાળા છોકરાને આશ્રમ માંથી કાઢી ન મુકવા ઉપર બીજા શિષ્યો નારાજ થઇ જાય છે અને સંતને પોતાની નારાજગી દર્શાવે છે.

ત્યારે સંત તે શિષ્યોને સમજાવે છે કે આ છોકરો આ આશ્રમમાં નવો છે અને ખરાબ ટેવમાં ફસાયો છે. વ્યક્તિની ટેવો બદલવામાં સમય લાગે છે. તે પહેલા જ્યાં રહેતો હતો ત્યાંથી તે ચોરી કરતા શીખ્યો છે. આ આશ્રમમાં સારી વાતો ભણાવવા અને શીખવવામાં આવે છે તેથી એક દિવસ આ છોકરો પણ સારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સુધરી જશે. જો હું તેને આશ્રમ માંથી કાઢી મુકું તો તે આમ ચોરી કરવાનું નહિ છોડે અને ક્યાંક બીજે જઈને ચોરી કરવા લાગી જશે.

પરંતુ હું તેને આ આશ્રમમાં રહેવા દઈશ તો તે તમારી સાથે રહીને સુધરી જશે. સંતની વાત સાંભળીને શિષ્યોને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બધા શિષ્યોને એ વાત સમજાઈ ગઈ કે સારા વાતાવરણમાં રહેવાથી અને સારી વાતો સાંભળવાથી ખરાબમાં ખરાબ વ્યક્તિ સાચા રસ્તા ઉપર આવી જાય છે. તમામ શિષ્ય સંત પાસે ક્ષમા માંગે છે અને સંતને વચન આપે છે કે તે આ છોકરાને સુધારવામાં સંતની મદદ કરશે.

આ કથાનો સારાંશ

આ કથા માંથી આપણને એ શીખવા મળે છે કે સાચું જ્ઞાન મેળવવાથી અને સારી વાતો વાચવા અને સાંભળતા રહેવાથી ખરાબ ટેવો દુર થઇ જાય છે. એટલા માટે જે લોકોની અંદર ખરાબ ટેવો હોય છે તેને સજા આપવાને બદલે સારું જ્ઞાન આપો. જેથી તે સુધરી જાય અને એક સારો માણસ બની શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.