સરકારી સ્કુલમાં જઈને બાળકોને પોતે ભણાવે છે DM અને તેમના પત્ની, બોલ્યા દેશનું ભવિષ્ય સુધારવું છે.

DM મંગેશ ધીલ્ડીયાલ હંમેશા પોતાના કામને લઈને સમાચારોમાં રહે છે. ડીએમ મંગેશ સ્કૂલોની સ્થિતિ સુધારવા માટે લોકો વચ્ચે એક ઉદાહરણ બનીને આગળ આવે છે. તો તે તેમના પતિને સાથ આપવા માટે ડીએમના પત્નીએ પણ સહકારનો હાથ આગળ લંબાવ્યો છે.

ડીએમ એ દહેરાદુન રુદ્રપ્રયાગ ની સ્કુલ નું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ને સ્કૂલો ને સંપૂર્ણ રીતે બદલવા નો પ્રયાસ કર્યો છે. કહે છે ઘરમાં પોતાનાથી મોટા ને સારું કામ કરતા જોઈ ને સ્વયં ની અંદર પણ તે વિચાર આવવા લાગે છે. દેશ ને આગળ વધારવા ના થોડા આવા વિચાર ફેલાવવા લાગ્યા ડીએમ અને તેના પત્ની ઉષા ધીલ્ડીયાળના મન માં. તેના પતિ ને બાળકો માટે આટલો પ્રયાસ કરતા જોઈ ને તેમની પત્ની પણ પતિ ને સાથ આપવાનું નક્કી કરી લીધું.

ઉષા પોતાના પતિ ને બાળકો માટે આ સમર્પણ ભાવ ને જોઈ ને પોતા ને પણ આગળ લાવી અને પોતાના પતિ ને આ અભિયાન ને આગળ વધારવા માટે સ્વયંસેવી શિક્ષક તરીકે આ પહેલ માં જોડાઈ ગઈ. હાલ માં ડીએમ ધીલ્ડીયાલ ના રાજ્ય ના બાલિકા ઇન્ટર કોલેજ રુદ્રપ્રયાગ નું નિરીક્ષણ કર્યું હતું.

ડીએમ એ જોયું કે સ્કુલ માં શિક્ષક ની ઘણી જ ઘટ છે. વિદ્યાર્થીને ભણાવવા માટે શિક્ષક નથી. વિધાર્થીઓ ના દુ:ખ ને જોતા ડીએમ ઘણા દુ:ખી હતા. ઘરે પાછા આવી ને તેમણે પોતાની પત્ની સાથે આ વાત ઉપર ચર્ચા કરી.

રુદ્રપ્રયાગ ના ડીએમ મંગેશ ધીલ્ડીયાલ એ જીલ્લા માં કાર્યભાર સંભાળતા શિક્ષણ ને ઉત્તમ બનાવવા નો પ્રયાસ શરુ કરી દીધો હતો. તે સમય સમયે સ્કૂલો નું નિરીક્ષણ કરી રહ્યા છે. બાળકો ની સ્થિતિ જાણવા માટે તેની સાથે સવાલ જવાબ પણ કરી રહ્યા છે. ડીએમ ન માત્ર સ્કુલનું નિરીક્ષણ કરી રહ્યા છે પણ તે સ્કુલ માં બાળકો ને ભણાવી પણ રહ્યા છે.

પોતાના પતિ ની સ્કુલ ના વિધાર્થી ઓ ને ભણાવવાની ધગશ જોઈ ને ડીએમ ની પત્ની પણ તેમને સાથ આપી રહી છે. પહાડ માંથી પલાયન અટકે અને અહિયાં ના વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળે તેના માટે તે પુરતો પ્રયાસ કરી રહ્યા છે. ઉષા એ વિદ્યાર્થીઓ ને બિલકુલ મફત માં ભણાવવાનું શરુ કર્યું છે.

ઉષા ના આ કામ ની દરેક તરફ ચર્ચા થઇ રહી છે. બન્ને પતિ પત્ની એ ખરેખર એક ઉદાહરણ પૂરું પડ્યું છે. ઉષા લગભગ ૨ થી અઢી કલાક નો સમય બાળકો ને આપે છે જેથી તે ભણી ગણી ને આગળ ઓફિસર બની શકે. ઉષા ધીલ્ડીયાલ પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય માં સાયન્ટીસ્ટ રહી ગયા છે.

તે દિવસો માં તે વીવી માં ન હતા અને ખાલી સમય માં બાળકો ના ભવિષ્ય ને સુધારવા માં લાગ્યા છે. ડીએમ અને તેમની પત્ની દ્વારા શરુ કરવામાં આવેલી આ અનોખી પહેલ ની પ્રશંસા ચારે તરફ થઇ રહી છે.