સાડી વાળી વધુ એક ‘બાહુબલી’, કહ્યું – સુપરફીટ થવું છે તો આ કામ જરૂર કરો.

જીમમાં સાડી પહેરીને કસરત કરતી આ મહિલાએ જીત્યા છે ઘણા એવોર્ડ, બાયસેપ્સ જોશો તો તમારી અક્કલ કામ નહિ કરે.

સાડી પહેરીને સીલીન્ડર ઉપાડવા વાળી શૈલી ચિકારાનો વિડીયો ફેમસ થયા પછી વધુ એક મહિલાનો જીમનો વિડીયો ફેમસ થઇ ગયો છે. જ્યારે તે વિડીયોમાં દેખાતી મહિલા વિષે તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે વિડીયોમાં જોવા મળતી મહિલા ડૉ. શર્વરી ઈમાનદાર છે. તે પોતાના કુટુંબ સાથે પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગંગા ધામ ફેઝ-2 માં રહે છે. ડૉ. શર્વરીએ થોડા દિવસો પહેલા આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર અપલોડ કર્યો હતો.

37 વર્ષની ડૉ. શર્વરી ઈમાનદાર આયુર્વેદમાં એમડી છે. ડૉ. શર્વરીએ પોતાનો ફીટનેશ મંત્ર શેર કર્યો. ડૉ. શર્વરીએ જણાવ્યું કે, અત્યારે મહિલાઓ ફિટનેસ માટે સજાગ તો છે, પણ તેમને એ ખબર નથી કે કેવા પ્રકારની કસરત કરવાથી શરીરને ફીટ અને પાવરફૂલ રાખી શકાય છે.

ડૉ. શર્વરીના જણાવ્યા મુજબ મોટાભાગની મહિલાઓ મોર્નિંગ વોક, યોગા કરવા સાથે ડાયટ પણ ફોલો કરે છે, પણ તાલીમ વગર પોતાને સુપરફીટ નથી રાખી શકતી. તે વાત લોકો સુધી પહોંચાડવા માટે તેમણે સાડી પહેરીને જીમમાં વેટ ટ્રેનીંગ અને પુશઅપ્સનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો.

ડૉ. શર્વરીના જણાવ્યા મુજબ મહિલાઓમાં વધતી ઉંમરની સાથે સાથે તેમના હાડકા નબળા થવા એટલે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ રહે છે. એટલું જ નહિ મહિલાઓને મેનોપોઝ પછી હાડકાનો દુઃખાવો અને નબળાઈની ફરિયાદ પણ રહે છે. તેથી મહિલાઓ માટે વેટ ટ્રેનીંગ ઘણી ઉપયોગી રહે છે.

ડૉ. શર્વરીના જણાવ્યા મુજબ, 4 વર્ષ પહેલા તે પોતાની ફિટનેસ માટે વોકિંગ, રનીંગ, યોગ કરતી રહેતી હતી, તેમ છતાં પણ તેમને થોડી અછતનો અનુભવ થતો રહ્યો. ડૉ. શર્વરીના પતિ પણ આયુર્વેદિક ડોક્ટર છે.

ડોક્ટર પતિએ ડૉ. શર્વરીને વેટ ટ્રેનીંગ અને જીમ જોઈન કરવા માટે પ્રોત્સાહિત કરી. તે ધીમે ધીમે વેટ ટ્રેનીંગ કરવા લાગી અને પોતાને પહેલાથી ઘણી વધુ ફીટ અનુભવવા લાગી.

ડૉ. શર્વરી જણાવે છે કે તે પહેલા પુલઅપ્સ અને પુશઅપ્સ કરી શકતી ન હતી, પણ હવે તે કોઈ પણ મુશ્કેલી વગર વજન પણ ઉપાડી લે છે. તે ચાર વખત એશિયા વીમેન વેટ ટ્રેનીંગ એવોર્ડ જીતી ચુકી છે.

ડૉ. શર્વરીના કુટુંબમાં પતિ અને બે દીકરા છે. મોટા દીકરાની ઉંમર 17 વર્ષ અને નાના દીકરાની ઉંમર 14 વર્ષ છે. ડૉ. શર્વરીએ જણાવ્યું કે, તે વેટ લિફ્ટિંગ અને બીજી કસરત માટે પોતાના મેડીકલ પ્રોફેશન સાથે દરરોજ ઓછામાં ઓછો બે કલાકનો સમય કાઢતી રહે છે. તે ઉપરાંત તે પોતાના ડાયટનું પણ ઘણું ધ્યાન રાખે છે.

તેમણે જણાવ્યું કે, તે બહારના ખોરાક અને તળેલી વસ્તુ ખાવાથી દુર રહે છે. પુણેમાં આયુર્વેદ સારવારની સાથે સાથે ફિટનેસમાં ઓળખ ઉભી કરીને ખરેખર તેમણે વુમન પાવરનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.