સારી એવી નોકરી છોડીને ડેરી ફાર્મિંગ શરુ કર્યું, ચાર વર્ષમાં જ ટર્નઓવર આટલા કરોડ સુધી પહોંચી ગયું.

12 વર્ષ જૂની નોકરી છોડીને શરુ કર્યું ડેરી ફાર્મિંગ, આવી રીતે શરુ કર્યો પોતાનો બિઝનેસ અને આજે છે કરોડોનું ટર્નઓવર. આજની આત્મનિર્ભર કહાની ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી દુર્લભ રાવતની છે. મીકેનીકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા કર્યા પછી દુર્લભની કંપનીમાં જોબ લાગી ગઈ. પેકેજ પણ સારું હતું. લગભગ 12 વર્ષ સુધી તેણે એક સેક્ટરમાં કામ કર્યું. ત્યાર પછી પોતાનું કાંઈક શરુ કરવાનો પ્લાન કર્યો.

કારણ એ હતું કે તે એવું કામ કરવા માંગતો હતો, જેમાં પોતે નિર્ણય લઇ શકે. 2016 માં તેમણે નોકરી છોડી દીધી અને ડેરી ફાર્મ શરુ કર્યું. અત્યારે તે દૂધ, દહીં, ઘી થી લઈને દરેક એ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે, જેની જરૂર એક રસોડામાં હોય છે. તેના 7 હજારથી વધુ ગ્રાહક છે. ગયા વર્ષે તેનું ટનઓવર 2.5 કરોડ રૂપિયા રહ્યું.

36 વર્ષના દુર્લભનો 12માં ધોરણ સુધી અભ્યાસ ગામમાં જ થયો. તેના પિતા ખેડૂત હતા. એટલા માટે તે બાળપણથી જ ખેતી સાથે જોડાયેલા રહ્યા. દુર્લભ જણાવે છે કે જયારે નોકરી છોડીને ગામ પાછો આવ્યો, તો તે નક્કી ન હતું કે શું કામ કરવાનું છે? એટલી જરૂર ખબર હતી કે જે પણ કરીશ તે ખેતી સાથે જોડાયેલું હશે. મારા એરિયામાં ઘણા લોકો દૂધનો બિજનેસ કરતા હતા. તેમાં ઘણા ઓછા લોકો ક્વોલેટીને લઈને ધ્યાન આપે છે. મને લાગ્યું કે તે બિજનેસ શરુ કરવો સારો રહેશે. તેમાં એક ફાયદો એ પણ છે કે આપણેને તરત પૈસા મળી જાય છે.

ચાર વર્ષ પહેલા દુર્લભે 50 પશુઓ સાથે દૂધનું કામ શરુ કર્યું. તે પાસેની ડેરીમાં દૂધ સપ્લાય કરતા હતા. 6 મહિના સુધી તેમણે એવું કર્યું. તેમાં તેને વધુ કાંઈ પ્રાપ્ત ન થયું. પછી તેમના એક સંબંધીએ સલાહ આપી કે તે પોતે કોઈ બ્રાંડ તૈયાર કરે. ત્યાર પછી 2016માં તેમણે બરોસી નામનો એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યો. તે બોટલમાં દૂધ પેક કરીને ઘરોમાં સપ્લાય કરવા લાગ્યો. તેનો આ આઈડિયા કામ કરી ગયો અને ઝડપથી મોટી સંખ્યામાં તેના કસ્ટમર્સ તૈયાર થઇ ગયા.

દુર્લભ કહે છે કે એક વખત ક્રિસમીસ ઉપર મેં ગ્રાહકોના ઘરે શુદ્ધ દેશી ગોળ મોકલ્યો. તે તેને ઘણું પસંદ આવ્યું. ઘણા લોકોએ સલાહ આપી કે તે આ રીતે બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરે. ત્યાર પછી તેમણે ગામના જ એક ખેડૂત સાથે ગોળ માટે ટાઈ અપ કરી લીધો. ત્યાર પછી ઘી અને મધ પણ વેચવા લાગ્યા.

ધીમે ધીમે તેનું કામ અને ખેડૂતનું નેટવર્ક પણ વધવા લાગ્યું. હાલ 15 ખેડૂતનું તેનું નેટવર્ક છે. તેની પાસેથી તે પ્રોડક્ટ ખરીદે છે અને તેના ગ્રાહકો સુધી પહોચે છે. તેનાથી તે ખેડૂતો પણ સારી કમાણી થઇ જાય છે. દુર્લભની ટીમમાં 55 લોકો કામ કરે છે. તમાં 35 લોકો માત્ર ડીલીવરીનું કામ કરે છે. તેમણે એક એજન્સી પણ હાયર કરી છે, જે તેને ટેકનીકલ સપોર્ટ કરે છે.

કેવી રીતે કરે છે કામ? હાલ દુર્લભ લગભગ 1800 ઘરોમાં દૂધની સપ્લાઈ કરે છે. તેના માટે તેમણે વોટ્સઅપ ગ્રુપ સાથે એક એપ પણ લોન્ચ કરી છે. ગ્રાહક તેમાં તેની જરૂરિયાત મુજબથી એ જણાવી દે છે કે તેને ક્યારે અને કેટલું દૂધ લેવાનું છે. દૂધ સાથે કોઈ બીજી પણ પ્રોડક્ટ જોઈએ, તો તે પણ ઓર્ડર કરી શકે છે. દરરોજ સવારે દૂધ કાઢ્યા પછી ઓર્ડરના હિસાબે જ બોટલમાં પેક કરી દેવામાં આવે છે.

ત્યાર પછી ડીલીવરી કરવા વાળા છોકરાને એક લીસ્ટ આપવામાં આવે છે કે કેટલું દૂધ કે કઈ પ્રોડક્ટ આપવાની છે. સમાનની ડીલીવરી અને કન્ફર્મેશન પછી ગ્રાહકના એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે. ગ્રાહકને જે દિવસે દૂધ નથી લેવાનું હોતું, તે રાત્રે 10 વાગ્યા પહેલા એપ ઉપર તેની જાણ કરી દે છે.

દુર્લભ તેની તમામ પ્રોડક્ટ્સનું પેકિંગ ઇકો ફ્રેન્ડલી કરે છે. તે દૂધ અને લીક્વીડ વસ્તુને કાંચ કે સ્ટીલની બોટલમાં સપ્લાઈ કરે છે. બીજું લોટ અને બીજી વસ્તુ તે કાપડની બેગમાં પેક કરે છે. તે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા. દુર્લભના જણાવ્યા મુજબ, અમે જો એક મોટીવ અને સારી વિચારસરણી સાથે કોઈ પણ ફિલ્ડમાં ઉતરીએ છીએ તો લોકો પસંદ કરે છે. જો આપણે વિશ્વાસ જાળવી રાખીએ તો બિજનેસ હંમેશા વધતો રહેશે.

ગ્રાહક તૈયાર કરવા માટે શું કર્યું? દુર્લભ જણાવે છે કે શરુઆતમાં, હું સ્કુલ જતો હતો. રજા પછી બાળકોના માતા પિતાને મળતો હતો. તેને મારી પ્રોડક્ટ અને તેની ખાસિયતો વિષે જણાવતો હતો. ત્યાર પછી અમુક લોકો મારા ગ્રાહક બની ગયા. તેને પ્રોડક્ટ પસંદ આવી તો બીજા લોકોને સલાહ આપી. આ રીતે એક નેટવર્ક બનતું ગયું. પછી અમે સોશિયલ મીડિયા અને નવી ટેકનીકની મદદ લીધી. અમારી વેબસાઈટ અને એપ લોન્ચ કરી. વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને જોડ્યા. આજે અમારે 7 હજારથી વધુ ગ્રાહક છે. દિલ્હી, નોયડા, મુંબઈ સહીત ઘણા મોટા શહેરો માંથી અમારી પાસે ઓર્ડર આવે છે.

કેટલ ફાર્મિંગ કેવી રીતે કરવું? જો તમારું બજેટ ઓછું છે તો ત્રણ ચાર પશુઓથી કામ શરુ કરી શકાય છે. બિજનેસ જામી ગયા પછી તમે ધારો તો પશુઓની સંખ્યા વધારી શકો છો. આ કામમાં સૌથી મહત્વની વસ્તુ છે પ્રોડક્ટની ક્વોલેટી અને ગ્રાહકોનો વિશ્વાસ. તેની સાથે જ પશુઓની સંભાળ પણ જરૂરી છે. ઘણી વખત તેને ગંભીર બીમારીઓ થઇ જાય છે. તેના આહારને લઈને પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. બજારની પ્રોડક્ટને બદલે જો આપણે ઘરે તૈયાર કરવામાં આવેલી કે આપણા ખેતરમાં ઉગાડેલી પ્રોડક્ટ ખવરાવીએ છીએ તો રિસ્પોન્સ સારો મળે છે. માર્કેટિંગ માટે આપણે સોશિયલ મીડિયાની મદદ લઇ શકીએ છીએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.