સર્જરીમાં યુવકના પેટમાંથી નીકળી 9 ચમચી, 2 ટુથ બ્રશ અને એક ચાકુ.

નેરચોક મેડીકલ કોલેજના ત્રણ સર્જનોએ લગભગ દોઢ કલાક સુધી કર્યું ઓપરેશન

મેડીકલ ઈતિહાસમાં હજુ સુધી નથી જોવા મળી આવા પ્રકારની સર્જરી

સંજય સૈની, એક ૩૫ વર્ષના યુવકના પેટમાંથી એક ડઝનથી વધુ ચમચી, ચપ્પુ, ટુથ બ્રશ અને સ્ક્રુ ડ્રાઈવર કાઢવામાં આવ્યા છે. એસએલબીએસ મેડીકલ કોલેજના સર્જનોએ રાજ્યની સૌથી મોટી સર્જરી કરવામાં સફળતા મેળવી છે. ત્રણ ડોકટરોની ટુકડીએ લગભગ દોઢ કલાક સુધી સર્જરી કરી આ વસ્તુને કાઢી છે. તેમાં ૯ ચમચી, ૨ સ્ક્રુ ડ્રાઈવર, ૨ બ્રશ, એક ચપ્પુ રહેલા છે. દર્દી હવે સંપૂર્ણ ઠીક છે. ડોક્ટરની દેખરેખમાં સારવાર લઇ રહ્યા છે. દર્દીની આ સર્જરી ડૉ. રણેશ ચૌહાણની આગેવાનીમાં કરવામાં આવી. ટીમમાં ડો. સુરજ અને ડૉ. નીખીલ પણ જોડાયેલા હતા.

પેટનું અડધું ચપ્પુ પેટ ચીરીને કાઢ્યું હતું બહાર. ગુરુવારે બપોરે બે વાગ્યે દર્દીને ગંભીર હાલતમાં મેડીકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. જયારે તેને ઉપચાર માટે લાવવામાં આવ્યા તો તે સમયે દર્દીના પેટમાંથી અડધું ચપ્પુ પેટ ફાડીને બહાર નીકળેલું હતું. બાબતની ગંભીરતાને જોઈ ડોકટરોની ટુકડીએ તરફ ઈમરજન્સી સર્જરી કરવાનો નિર્ણય લીધો. જરૂરી રિપોર્ટો પછી લગભગ ૨ કલાક પછી સાંજે ૪ વાગ્યે સર્જરી શરુ કરી. પછી તેમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો. દર્દીની સ્થિતિમાં હવે સુધારો છે.

છે મોટી સર્જરી : રાજ્ય અને મેડીકલ કોલેજ માટે આ સર્જરી એટલા માટે એક મોટી સર્જરી છે કેમ કે મેડીકલ કોલેજ ઇતિહાસમાં અત્યાર સુધી ચપ્પુ, ચમચી, સ્ક્રુ ડ્રાઈવર કાઢવા સંબંધી કોઈપણ સર્જરી નોંધાયેલી નથી. હજુ સુધી માત્ર ખાવા, કપડા ખાવા અને શાકભાજીના ડીટીયા વગેરે ખાવા અને કાઢવાના રેકોર્ડ નોંધાયા છે. મેડીકલ કોલેજના સર્જરી વિભાગ હવે પોતાની આ સિદ્ધિને મેડીકલ રેકોર્ડમાં નોંધવાની તૈયારીમાં છે.

મેડીકલ ભાષામાં તેને કહે છે બેજોઆર બીન્મારી : મેડીકલ કોલેજના સર્જન અને દર્દીની સર્જરી કરવા વાળા ડો. રણેશ ચૌહાણે જણાવ્યું કે માનસિક રીતે બીમાર કોઇપણ વ્યક્તિ આવા પ્રકારની વસ્તુ સરળતાથી પોતાની અદંર ગળી લે છે. તેને એ વાતનો કોઈ અહેસાસ જ નથી હોતો કે તે આ શું ખાઈ રહ્યો છે.

સામાન્ય માણસ આવા પ્રકારની વસ્તુને ગળાની અંદર નથી ગળી શકતા. માનસિક રીતે બીમાર વ્યક્તિ આવી વસ્તુને ખાવાનું સમજીને ગળી લે છે. જે પેટમાં જમા થતું રહે છે. દર્દીના ઇનર સીસ્ટમના જામ થઇ જવાથી જયારે આ વસ્તુ તકલીફ ઉભી કરે છે ત્યારે તેને ખબર પડે છે. આવા પ્રકારના દર્દીને મેડીકલ ભાષામાં બીજોઆર બીમારીના નામથી ઓળખવામાં આવે છે.

માનસિક રીતે બીમાર છે દર્દી : દર્દી જેની સર્જરી કરી આ વસ્તુને પેટમાંથી કાઢવામાં આવી છે તે માનસિક રીતે પણ બીમાર છે પરંતુ પોતાના સામાન્ય જીવન જીવી રહ્યો છે. કુટુંબીજનોના જણાવ્યા મુજબ લગભગ ૨૦ વર્ષથી દર્દીના માનસિક રોગની સારવાર ચાલી રહી છે. માનસિક બીમારીની સતત દવાઓ ખાઈ રહ્યો છે. તેને લઈને તે ઘરેથી ચુપચાપ જ રહે છે, વધુ વાતચીત પણ નથી કરતો. આ દર્દી ક્યારથી આ વસ્તુ ખાઈ રહ્યો છે કોઈને કાંઈ જ માહિતી નથી. દર્દી મૂળ સુંદરનગરના વનાયકનો રહેવાસી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.