સરકારી પેંશન સ્કીમમાં મોટા ફેરફારની તૈયારી, રકમ ડબલ થવાની સાથે સાથે મળશે આ ફાયદા

રિટાયરમનેટ પછી પેંશનના પૈસા લોકોના જીવનમાં એક મોટી ગિફ્ટ હોય છે. એ કારણ છે કે સરકાર સમય સમય પર પેંશનના નિયમોમાં પરિવર્તન કરતી રહે છે. એટલા માટે સરકારી પેંશન સિસ્ટમ એનપીએસ એટલે કે નેશનલ પેંશન સિસ્ટમ (NPS-National Pension System) માં મોટા મોટા પરિવર્તન કરવાની તૈયારી છે.

ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પેંશન ફંડ નિયામક પીએફઆરડીએ (PFRDA-Pension Fund Regulatory & Development Authority of India) એ ફેબ્રુઆરી 2020 માં રજુ કરવામાં આવતા પેંશન બજેટમાં એનપીએસમાં 1 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સની છૂટ આપવાની ભલામણ કરી છે. હાલના સમયમાં વ્યક્તિગત કરદાતાઓને 50,000 રૂપિયા સુધી રોકાણ પર કર લાભ મળે છે.

પેંશન સ્કીમમાં 4 મોટા પરિવર્તનની તૈયારી છે :

1. પીએફઆરડીએના પૂર્વકાલીન સભ્ય સુપ્રતિમ બંધોપાધ્યાયએ પીટીઆઈને કહ્યું છે કે, બજેટ માટે અમે આ જોઈ રહ્યા છીએ કે શું એનપીએસ અંતર્ગત હાલમાં 50,000 રૂપિયા સુધી રોકાણ પર કર છૂટને વધારીને 1 લાખ રૂપિયા કરી શકાય છે.

2. બંધોપાધ્યાયએ કહ્યું, એના સિવાય અમે અટલ પેંશન યોજના અંતર્ગત ઉંમરની સીમા વધારીને 40 થી 60 કરવાનો આગ્રહ કરી રહ્યા છીએ. હાલમાં અટલ પેંશન યોજના 18 થી 40 વર્ષના લોકો લઈ શકે છે.

3. અટલ પેંશન યોજનામાં હાલમાં વધુમાં વધુ પેંશન સીમા 5,000 રૂપિયાને વધારીને 10,000 રૂપિયા માસિક કરવા કહેવામાં આવ્યું છે.

4. પીએફઆરડીએએ સરકારને એનપીએસ અંતર્ગત સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે ટેક્સ ફ્રી 14 ટકા યોગદાનના પ્રાવધાનને બધી કેટેગરી માટે વધારવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 14 ટકા નિયોક્તા(એમ્પ્લોયર) નું યોગદાન 1 એપ્રિલ 2019 થી ટેક્સ ફ્રી છે. રાજ્ય સરકાર અને સ્વાયત્ત(સ્વતંત્ર) સંસ્થાઓની બાબતમાં નિયોક્તા તરફથી કરવામાં આવતું 10 ટકા યોગદાન ટેક્સ મુક્ત છે, અને બાકી બચેલ 4 ટકા પર ટેક્સ લાગે છે જે કર્મચારીએ આપવો પડે છે.

તમને જણાવી દઈએ કે, નેશનલ પેંશન સિસ્ટમ એટલે કે એનપીએસ એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે, જેને કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004 ના રોજ લોન્ચ કરી હતી. આ તારીખ પછી જોઈન કરવા વાળા બધા સરકારી કર્મચારી માટે આ યોજના જરૂરી છે. વર્ષ 2009 પછી આ યોજનાને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવા વાળા લોકો માટે ખોલી દેવામાં આવી.

હવે સરકારીની સાથે સાથે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવા વાળા કોઈ પણ કર્મચારી પોતાની મરજીથી આ યોજનામાં શામેલ થઈ શકે છે. રિટાયરમેન્ટ પછી કર્મચારી એનપીએસનો એક ભાગ ઉપાડી શકે છે અને બાકી રકમથી રિટાયરમેન્ટ પછી રેગ્યુલર ઈનકમ માટે એનુઇટી લઈ શકે છે.

એનાથી શું થશે? એક્સપર્ટનું કહેવું છે કે, જો એવું થાય છે, તો સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. સાથે જ, અટલ પેંશન સ્કીમ પ્રત્યે લોકોની રુચિ વધશે.

સરકારે આખા દેશમાં પોઈંટ ઓફ પ્રેઝેન્સ(પીઓપી) બનાવ્યા છે, જેમાં એનપીએસ એકાઉન્ટ ખુલાવી શકાય છે. દેશમાં લગભગ બધી સરકારી અને પ્રાઈવેટ બેંકોને પીઓપી બનાવવામાં આવી છે. તમે પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) ની વેબસાઈટ www.npscra.nsdl.co. in/pop-sp.php દ્વારા પણ પોઈંટ ઓફ પ્રેઝેન્સ સુધી પહોંચી શકો છો. કોઈ પણ બેંકની નજીકની બ્રાન્ચમાં પણ ખાતું ખોલાવી શકો છો.

ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો : એડ્રેસ પ્રુફ, બર્થ સર્ટિફિકેટ અથવા 10 માં ધોરણનું સર્ટિફિકેટ, સબસ્ક્રાઈબર રજીસ્ટ્રેશન ફોર્મ

આ યોજનામાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. ટિયર 1 અને ટિયર 2. દરેક સબસ્ક્રાઈબરને એક પરમનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના પર 12 અંકોનો એક નંબર હોય છે. આ નંબર બઘી લેવડ-દેવડમાં કામ આવે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.