આ અમૃતસર પંજાબ નો ખેડૂત સરસો નું શાક વિદેશ માં વેચી ને કમાય છે લાખો રૂપિયા

અમૃતસર પાસે આવેલ વેરકા ગામને ફતેહપુર સુકરાચક ને જોડતા લિંક રોડ પર ચાલતા ચાલતા આશરે અડધા એકરમાં ફેલાયેલું ફ્રૂડ પ્રોસેસિંગની એક ઈકાઈ ગોલ્ડન ગ્રેન ઈન્કની ભાગ્યેજ કોઈ ધ્યાને લેતું હશે પરંતુ તેમણે સરસોંનાં પાંદડાંઓમાંથી બનાવવામાં આવતી પંજાબની સુપ્રસિદ્ધ વ્યંજન સરસો દા સાગની ધમક થી પંજાબની બહાર જ નહિ પરંતુ ભારતની બહાર પણ હલચલ મચાવી દીધી છે.

આ ગોલ્ડન ગ્રેન ઇન્ક યુનિટ માટે નો કાચો માલ ઓછો નથી. તેની ખરીદી સામાન્ય રીતે અહીં ના ખેડૂતો દ્વારા બજારની ખરીદ કિંમત થી પણ વધુ કિંમતે ખરીદાય છે. આમ જોવા જઈએ તો આ તૈયાર કરવાનું કામ દેખાય તેટલું સરળ નથી.

આજ કારણ છે કે આ યુનિટના મલિક 59 વર્ષના જગમોહન સિંહ આખો દિવસ વ્યસ્ત રહે છે. તેઓ બ્રિટનના બર્મિઘમ વિશ્વવિદ્યાલય માંથી એન્જીયરીંગ અને અનાજ પિસાઇમાં ડિગ્રી મેળવ્યા બાદ 1986 માં જગમોહન પોતાના ઘરે ના શહેર અમૃતસર પાછા આવી ગયા હતા.

તેઓ મોબાઈલ ફોન ઉપર સતત ખેડૂતો સાથે વાતો કરતા રહેતા રહે છે. જેઓ વધુ પ્રમાણમાં ગુરુદાસપુર જિલ્લાની આજુબાજુ ના રહેવાસી છે. આ ખેડૂતો તેમને સરસો તોડવાની જાણકારી આપે છે. ત્યાર પછી તેમના યુનિટમાં સરસોંનાં પાંદડાંમાંથી શાક તૈયાર કરી, કેનમાં બંધ કરી દુબઇ, ઇંગ્લેન્ડ અને ત્યાં સુધી કે કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં મોકલવામાં આવે છે.

તેઓ તેમનો કારોબાર સંપર્કં દ્વારા કરે છે. તેઓ જણાવે છે, “સરસો ઉત્પન્ન કરવાવાળા બટાલા વિસ્તારના ગામના આશરે 30 ખેડૂતો સાથે મારો મૌખિક સોદો થયેલ છે. બધા નાના અને મધ્યમ આવક વાળા ખેડૂતો છે અને તેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે.”

હિસાર કિસમની શરેરાશ ઉપજ એક એકર દીઠ 80 કવીન્ટલ પ્રતિ એકર ની છે, જયારે સ્થાનિક પંજાબી કિસમ એકર દીઠ લગભગ 50 કવીન્ટલની જ ઉપજ આપી શકે છે અને તે પણ બે વખત તોડી ને પછી. અમૃતસરની બજારમાં સાગના પંડાઓના ભાવ વધતા ઘટતા રહે છે.

એટલા માટે અમૃતસરની ખરીદ બજારમાં તેનો સરેરાશ 7 રૂપિયા પ્રતિ કિલો ભાવ હોય તો એક એકર થી ખેડૂતને 56000 રૂપિયા સુધીની કમાણી થઇ જાય છે. પરંતુ જો ગોલ્ડન ગ્રેન માટે બે રૂપિયા જધુ મળે છે તો કમાણી વધીને 72000 રૂપિયા એકર દીઠ થઇ જાય છે.

સામાન્ય રીતે સાગનો પ્રશંકરણના બે ભાગમાં હોય છે. પહેલો અલગ અલગ પાડવું અને બીજો ઉકાળવું જે સ્ટીમ બોયલરમાં કરવામાં આવે છે. એક દિવસમાં બે ટન સાગ તૈયાર કરવામાં આવે છે. ટીનના ડબ્બા માં પેક રેડી તું ઈટ એટલે કે તૈયાર સાગમાં કોઈ પ્રકારનું પ્રિઝવેર્ટીવ કે પરિરક્ષક નો ઉપયોગ કરવામાં આવેલ નથી. બીજા ઉત્પાદ ની સાથે આ ડબ્બા ને નરેન ફૂડના નામ (જગમોહન ના પિતાજીનું નામ નરેન સિંહ છે) ની સાથે નિર્યાત કરવામાં આવે છે.

તેમને આ વાતનો પસ્તાવો છે અમૃતસર થી કોઈ કાર્ગોનું માલવાહક વિમાન નથી અને યાત્રી વિમાન અહિયાંથી ઉપડે છે તેમાં માલ ભરવાની જગ્યા ખુબ જ ઓછી હોય છે. જગમોહન જણાવે છે કે મધ્યપૂર્વં ની બજારનો અભ્યાસ કર્યો છે અને જાણ્યું કે ” અમૃતસરથી તાજા તોડવામાં આવેલ લીલા શાકભાજી અને ફળ ના નિર્યાતની ખુબ જ મોટી સંભાવના છે.” ” વિમાનથી અમૃતસરથી દુબઇ નો રસ્તો લગભગ બે કલાકનો છે, જો અહિયાંથી દરરોજ કાર્ગોના માલવાહક વિમાનની સેવા મળી જાય તો ખેડૂતો, ખાસકરીને નાના અને મધ્યમ આવક વાળા ખેડૂતોના જીવનમાં સારો ફેરફાર આવી શકે છે.”