સર્વાઈકલ સ્પૌન્ડિલાઈટીસનો ઘરગથ્થું સરળ ઉપચાર ક્લિક કરી ને જાણી લો

ગરદન માં રહેલ રીડ ના હાડકામાં વધુ સમય સુધી અકડાયેલ રહેવું, તેના સાંધામાં ઘસારો થવો કે તેની નસોના દબાવા ને લીધે ખુબ જ તકલીફ થાય છે. આ બીમારીને સર્વાઈકલ સ્પૌન્ડિલાઈટીસ કહેવામાં આવે છે. બીજું નામ સર્વાઈકલ ઓસ્ટીયોઆર્થરાઈટીસ, નેક આર્થરાઈટીસ અને ક્રોનિક નેક પેઈન ના નામથી ઓળખવામાં આવે છે. તેમાં ગરદન અને ખંભામાં દુખાવો અને જકડાવું ની સાથે સાથે માથામાં દુખાવો અને તનાવ થતો રહેવો.

આધુનિક સારવારમાં સર્વાઈકલ સ્પૌન્ડિલાઈટીસ નો ઈલાજ ફીજીયોથેરોપી અને દુખાવો મટાડનાર ગોળીઓ છે. તેનાથી તરત રાહત તો થઇ જાય છે, પણ તે કામચલાઉ સારવાર છે. યોગ જ તે તકલીફનો કાયમી ઉપાય છે, કેમ કે તે આ બીમારીને મૂળમાંથી ઠીક કરી દે છે. પણ જયારે રોગીને હાલવા ચાલવામાં તકલીફ થવા લાગે તો દવાઓ, ફીજીયોથેરોપી અને આરામ જ કરવો જોઈએ. તેવી સ્થિતિ માં યોગની ક્રિયાઓ ન કરવી જોઈએ, કેમ કે આ સ્થિતિ રોગની ગંભીર સ્થિતિ ગણાય છે. આરામ થતા જ તેની સંપૂર્ણ રીતે મુક્તિ માટે કોઈ કુશળ માર્ગદર્શક ની દેખરેખ માં જ યોગની ક્રિયાઓ શરુ કરી દેવી જોઈએ.

જો કોઈ કારણોસર તમે કસરત કે યોગ વગેરે ન કરી શકો તો પહેલા તમે નીચે જણાવેલ ઘરગથ્થું નુસખા નો ઉપયોગ કરવો જોઈએ, અને થોડા દિવસોમાં જેમ જેમ આરામ આવતો જાય તો આ કસરત અને યોગાસન શરુ કરવા જોઈએ.

સર્વાઈકલ સ્પૌન્ડિલાઈટીસના લક્ષણો

ઘણી વખત ગરદન નો દુખાવો હળવાશથી લઈને વધુ થઇ શકે છે. આવું ઉપર કે નીચે વધુ વખત જોવાને લીધે કે ગાડી ચલાવવા, પુસ્તક વાંચવાને લીધે આ દુખાવો થઇ શકે છે.

રીડના હાડકામાં કોઈ ઈજા થવાથી કે અકસ્માત, કોઈ વજન આવી જવાથી તેનું વધવું ગંભીર રીતે જોવા મળે છે.

ગરદનમાં દુખાવો, અને ગરદનમાં અકડાવા જેવી સ્થિતિ ને ગંભીર બનાવનાર મુખ્ય લક્ષણ છે.

માથાનો દુખાવો, ખાસ કરીને પાછળનો દુખાવો તેનું લક્ષણ છે.

ગરદનને હલાવવા થી તેમાંથી ગરદનમાં ઘસાવા જેવો અવાજનું આવવું.

હાથ, પગ અને આંગળીઓમાં નબળાઈ કે સુનાપણું.

વ્યક્તિને હાથ અને પગમાં નબળાઈને લીધે હાલવા ચાલવા માં તકલીફ થવી અને પોતાનું સંતુલન ખોઈ દેવું. ગરદન અને ખંભા ઉપર અકડાવું અને અંગોનું સંકોચાવું.

રાત્રે કે ઉભા થયા પછી બેસતી વખતે કે બેઠા પછી, ખાંસી લેતી વખતે, છીક્તી વખતે કે હસતી વખતે અને થોડી વાર ચાલ્યા પછી કે જયારે તમે ગરદનને પાછળ ની તરફ ફેરવો છો તો દુખાવામાં વધારો થઈ જવો.

નાની કસરતો રામબાણ

(૧) સીધા બેસીને ચહેરાને ધીમે ધીમે જમણી તરફના ખંભા તરફ લઇ જાવ. ત્યાર પછી ચહેરાને ધીમે ધીમે સામેની તરફ લાવીને ડાબી બાજુ ખંભા તરફ લઇ જાવ. આ ક્રિયાને શરૂઆતમાં ૫-૭ વખત કરો. ધીમે ધીમે વધારીને તેને ૧૫-૨૦ વખત સુધી કરો. હવે માથાને પાછળની તરફ નમાવો. માથાને આગળની તરફ નમાવવું આ રોગમાં મનાઈ છે. તેના બદલે માથાને ડાબી-જમણા ખંભા તરફ નમાવો. આ ક્રિયા પણ ધીમે ધીમે ૧૫-૨૦ વખત સુધી કરો.

(૨) સીધા બેસીને કે ઉભા થઈને બન્ને હાથની હથેળીઓ ને એક બીજા સાથે પકડો. ત્યાર પછી હથેળીઓ ને માથાની પાછળ ભરાવીને રાખો. હવે હથેળીઓને માથાના અને માથાથી હથેળીઓને એક બીજા ની વિરુદ્ધ દિશામાં પૂરી તાકાતથી એવી રીતે દબાવો કે માથું થોડું પણ આગળ કે પાછળ ન નમી શકે. ત્યાંર પછી હથેળીઓ ને માથા ઉપર મુકીને આવી રીતે વિરુદ્ધ દબાણ આપો. આ ક્રિયાઓ ૮ થી ૧૦ વખત કરો. હવે જમણી હથેલી ને જમણા ગાલ ઉપર મુકીને એક બીજા ની વિરુદ્ધ દબાણ આપો. આ ક્રિયા ડાબા ગાલ સાથે પણ કરો. તેને પણ ૮ થી ૧૦ વખત કરો.

(૩) સીધા ઉભા રહીને બન્ને હાથને ઘડિયાળ ના કાંટા ની દિશામાં અને ત્યાંર પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ૧૦ થી ૧૫ વખત ગોળ ગોળ ફેરવો. ત્યાર બાદ હાથોને ખંભા ની ઉંચાઈ સુધી જુદા જુદા ઉપાડીને તેને કોણી થી વાળી લો. આ સ્થિતિ માં હાથો ને ૧૦ થી ૧૫ વખત વૃત્તાકર ફેરવો. ત્યાર પછી પાછા પહેલાની સ્થિતિમાં આવો.

(૪) તમારા બન્ને હાથોને તમારા ખંભા ઉપર રાખો, હવે બન્ને કોણીઓને ઘડિયાળની દિશામાં ફરતા રહી એક ગોળો બનાવો અને પ્રયત્ન કરો બન્ને કોણીઓ એક બીજાને અડે, ૧૦ વખત આમ કરો અને ૧૦ વખત ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં આમ કરો.