જિંદ ના સંજય કુમાર દેશભરના પેટ શોપ્સ માં સસલાં સપ્લાય કરે છે. તેમના આ પ્રોફેશનની સફળતાની વાર્તાની પાછળ ખુબ જ દિલચસ્પ વાર્તા છે. સંજયને બાળપણથી જ સસલાં પાળવાનો શોખ હતો અને ઘરવાળા આનાથી નારાજ હતા.
તેમ છતાં તેમણે પોતાના શોખને જીવતો રાખવા માટે ઈન્ટરનેટથી જાણકારી લીધા બાદ ટ્રેનીંગ લીધી અને ૯ વર્ષમાં શોખ આટલો મોટો પ્રોફેશન બની ગયો. પોતાના રેબિટ ફાર્મથી સંજય કુમાર લગભગ ૧૦ લાખ વર્ષના કમાઈ રહ્યા છે.
ઘરના લોકોએ પૈસા આપવાની ના પાડી દીધી હતી…
શહેરના રોહતક રોડ બાયપાસ પર અડધો એકર જમીન પર બનેલું તેમનું રેબિટ ફાર્મ પ્રદેશમાં સૌથી મોટું રેબિટ ફાર્મ છે. આ દિવસો માં આ ફાર્મમાં ૬ જાતોના ૫૦૦ થી વધારે સસલાં છે.
સંજય કુમાર કહે છે કે વર્ષ ૨૦૦૮ માં માત્ર ૧૦૦ સસલાંથી વ્યવસાય શરુ કર્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે સસલાંની સંખ્યા વધારી.
દુર-દુર થી લોકો તેમના રેબિટ ફાર્મિંગ વિષે જાણકારી લેવા માટે આવે છે. રેબિટ ફાર્મિંગના આ ધંધાથી સંજય કુમારને સારી એવી આવક પ્રાપ્ત થઇ રહી છે.
સંજય નું માનીએ તો તેમના ત્યાંથી દર મહીને હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય હિસાર ની સાથે બીજી યુનીવર્સીટી માં સંસોધન માટે સસલાં મોકલાય છે. ત્યાં જ, દેશ-વિદેશના સસલાં પાળવાનો શોખ રાખનારા લોકો પણ અહીંથી જ લઇ જાય છે.
દેશભરની પેટ શોપ માં તેમના ફાર્મ માંથી જ સસલાંની સપ્લાય થાય છે. સાથે જ પોતાના વ્યવસાય ના સિદ્ધાંત વિષે સંજય કહે છે કે તે માંસ માટે સસલાંની સપ્લાય કરતા નથી.
પહેલા ઈન્ટરનેટ થી જાણકારી લીધી, પછી લીધી ટ્રેનીંગ:
સંજય કુમાર અનુસાર તેમને બાળપણમાં જ સસલાં પાળવાનો શોખ હતો પરંતુ ઘરના લોકો તેનાથી ખુબ જ નારાજ હતા. તેમ છતાં પણ તેમણે જીદ કરી કે તે એક દિવસ પ્રદેશનું સૌથી મોટું રેબિટ ફાર્મ બનાવશે. એક-બે વાર એવું પણ થયું, જયારે ઘરના લોકોએ સસલાં ખરીદવા માટે તેને પૈસા આપ્યા નહિ તો છાનાં-માના પૈસા કાઢીને સસલાં ખરીદી લાવ્યા.
પછી મેટ્રિક કર્યા બાદ સંજયે કેટલાક દિવસ ગુડગાવ માં ચોકીદારી કરી. આ દરમ્યાન તેમણે ગુગલ પર રેબિટ ફાર્મિંગ ની જાણકારી લીધી. તેના પછી તે રાજસ્થાનના અવિકાનાગ્ર માં ભારત સરકારના ટ્રેનીંગ સેન્ટરમાંથી એક અઠવાડિયાની ટ્રેનીંગ લઈને આવ્યા. શરૂઆતમાં કર્ણાટક થી ૧૦૦ સસલા લાવીને પોતાના ફાર્મમાં રાખ્યા.
રેબિટ ફાર્મિંગ માં સાર સંભાળ જરૂરી, ખર્ચ ખુબ જ ઓછો
રેબિટ ફાર્મિંગ શરુ કરવા ઇચ્છતા ખેડૂતો માટે સંજય કુમારનું કહેવું છે કે શરૂઆતમાં શેડ તૈયાર કરવા, સસલા ખરીદવા માટે પૈસાનો ખર્ચ થાય છે, પરંતુ તેના પછી ખુબ જ ઓછો ખર્ચ છે.
મરઘા પાલનના ધંધાથી ખુબ ઓછો ખર્ચ અને ઓછુ જોખમ ધરાવતો આ ધંધો છે. રેબિટ ફાર્મથી ન કોઈ દુર્ગંધ આવે છે અને ન તો કોઈ પ્રકારનું પ્રદુષણ થાય છે. બસ સસલાની દેખ ભાળ ઉપર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. એક સસલું આખા દિવસમાં એક મુઠ્ઠી ફિઠ, એક મુઠ્ઠી ચારો અને બે-ત્રણ વાટકી પાણી પીવે છે.
ચાર મહિનામાં સસલું બે કિલોથી વધુ વજનવાળું થઇ જાય છે અને પછી ૩૫૦ થી લઈને ૫૦૦ રૂપિયા સુધીમાં વેચાય જાય છે. રેબિટ ફાર્મિંગ માટે સરકાર દ્વારા ૨૫થી ૩૦ ટકા સબસીડી આપવામાં આવે છે.
જિંદના જ એક બીજા સસલાપાલક રાજેશ કુમાર પાસેથી મેળવો સસલા પાળવાની જાણકારી.