૬ વર્ષ મોટી છોકરીના મનમાં વસ્યા હતા ૧૮ વર્ષના શશી કપૂર, જાણો તેમની પ્રેમથી ભરેલી લવ સ્ટોરી

પ્રેમમાં ઉંમરનું કોઈ મહત્વ નથી ગણવામાં આવતું, એ વાતનો અંદાજો તમને આજકાલ બોલીવુડની લવ સ્ટોરીથી આવી ગયો હશે. પરંતુ આ આજની વાત નથી. ૮૦ ના દશકમાં શશી કપૂર પોતાના અંદાજ અને ક્યુટ પર્સનાલીટી માટે લોકપ્રિય હતા. તેમણે ઇન્ડસ્ટ્રીને એક પછી એક હીટ ફિલ્મો આપી, જેને લોકોએ ઘણી પસંદ પણ કરી. તેમનો મનને ગમે તેવો અંદાજ આજના લોકોને પણ ઘણો ગમે છે. જ્યાં એક તરફ તેના માટે સુંદર છોકરીઓ લાઈન લગાવી રહી હતી, અને બીજી તરફ તેમનું મન વિદેશી કલાકાર જેનીફર કેંડલ માટે ધબકતું હતું. ૬ વર્ષ મોટી છોકરીને દિલ આપી બેઠા હતા ૧૮ વર્ષના શશી કપૂર, અને થોડી જ મુલાકાતોમાં શશીએ નક્કી કરી લીધું હતું કે તે હવે જેનીફર સાથે જ લગ્ન કરશે.

૬ વર્ષ મોટી છોકરીને દિલ આપી બેઠા હતા ૧૮ વર્ષના શશી કપૂર :

જેનીફરની બહેન ફેલીસીટી કેંડલએ પોતાના લખેલા એક પુસ્તક ‘વાઈટ કાર્ગો’ માં બન્નેની પહેલી મુલાકાતનું વર્ણન કર્યુ હતું. જે મુજબ એક વખત જેનીફર રોયલ ઓપેરા હાઉસમાં આવી હતી, ત્યારે પહેલી વખત શશીએ તેને બેકસ્ટેજથી જોઈ હતી. જેનીફરએ વ્હાઈટ એન્ડ બ્લેક પોલ્કા ડોટ્સ વાળો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એટલી સુંદર લાગી રહી હતી કે શશી કપૂરએ તેને એક નજરમાં જ પસંદ કરી લીધી અને લગ્નનો નિર્ણય લઇ લીધો હતો. શશી અને જેનીફરની લવ સ્ટોરી કોઈ ટીપીકલ હિન્દી ફિલ્મથી ઓછી નથી. ખાસ કરીને તે દિવસોમાં જેનીફરના પિતા જેક્રી કેંડલએ પોતાના થીએથર શેકસપિયરાના માટે શશી કપૂરને પૃથ્વી થીએથર પાસેથી ઉધાર લીધો હતો, પરંતુ તેમને બન્નેનું નજીક આવવું પસંદ ન હતું.

તે હંમેશા શશીના અંગ્રેજી બોલવાની રીતની મજાક ઉડાવતા હતા, જેના કારણે જ ઘણી વખત જેનીફર તેની સાથે ઝગડતી હતી. થોડા સમય પછી જયારે લગ્નની વાત આવી તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. શશી કપૂર અને જેનીફરે ઘણી વખત તેમને મનાવ્યા અને ઘણી વખત મનાવ્યા પછી પણ કોઈ ઉકેલ ન નીકળ્યો, ત્યારે શશીએ શેકસપિયરાના થીએટરને છોડી દીધુ.

ત્યાર પછી વિદેશમાં તેના શો પણ કેન્સલ થવા લાગ્યા. હવે શશી પાસે કોઈ વિકલ્પ ન હતો, તો તેણે પોતાના મોટા ભાઈ રાજ કપૂરને ફોન કરીને મદદ માંગી. રાજ કપૂરે મુંબઈની બે ટીકીટો બુક કરાવી જેથી શશી કપૂર જેનીફરને લઈને ભારત આવી ગયા. કપૂર પરિવારની સંમતીથી શશી કપૂર અને જેનીફરએ લગ્ન કરી લીધા અને પછી તે બન્નેના ત્રણ સંતાન કરણ, કુણાલ અને સંજના થયા જેમાંથી કોઈ અભિનય ક્ષેત્રમાં નથી. આમ તો કુણાલ કપૂરે ફિલ્મ લોહામાં કામ કર્યું હતું પરંતુ તે ચાલી ન શકી અને તેમણે અભિનય છોડી દીધો.

એક સમયના લેજેંડ રહ્યા હતા શશી કપૂર :

વર્ષ ૨૦૧૭ માં શશી કપૂરનું અવસાન થઇ ગયું હતું, પરંતુ તેમણે પોતાની કેરિયરમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું તે દરેકનું સપનું હોય છે. શશી કપૂરએ બોલીવુડમાં દીવાર, સુહાગ, ફકીરા, જનુન, સત્યમ શિવમ સુન્દરમ, જબ જબ ફૂલ ખીલે, આ ગલે લગ જા, કાલા પથ્થર, કભી કભી, નમક હલાલ, ત્રિશુલ, શર્મિલી, પ્યાર કા મોસમ જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.