સાસુ બની ગઈ છે ટીવીની આ 8 પ્રખ્યાત વહુઓ, ગ્લેમરથી મામલામાં આજની વહુને આપે છે ટક્કર

કોઈપણ વ્યક્તિ જયારે કલાકાર ગણાવા લાગે છે ત્યારે તેની સામે ઘણી જવાબદારીઓ પણ આવી જાય છે. માત્ર પ્રસિદ્ધ થઇ જવાથી જ તમારી સફળતા નથી હોતી પરંતુ તેની લોકપ્રિયતા જાળવી રાખવી પણ તમારી સફળતાનો જ એક ભાગ છે. ક્યારેક કલાકારોને એવું પણ પાત્ર મળી જાય છે જેમાં તે એટલા વધુ ફીટ બેસે છે જાણે કે તે રોલ તેમના માટે જ બનેલો હતો, તેવામાં આજે અમે તમને નાના પડદાની એવી જ થોડી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પહેલા વહુનો રોલ નિભાવ્યો અને પછી તો તે રોલમાં એટલી ફીટ બેસી ગઈ કે વહુ માંથી સાસુ સુધીનું પાત્ર નિભાવવા જતી રહી.

તોરલ રાસપુત્ર : નાના પડદાની જાણીતી અભિનેત્રી તોરલ રાસપુત્ર ઘણી સારી અભિનેત્રીઓની યાદીમાં ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેમણે જેટલા પણ પાત્ર નિભાવ્યા છે તેમાંથી તે મોટાભાગની આદર્શ વહુના જ રહ્યા છે. આમ તો કલર્સ ટીવી ઉપર આવતા કાર્યક્રમ બાલિકા બધુમાં તોરલે સાસુનું પાત્ર નિભાવ્યું હતું.

રક્ષંદા ખાન : ટીવી ઉપર આવતી પ્રસિદ્ધ ડેલી શોપ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ વિષે તો તમે બધા સારી રીતે જાણતા જ હશો, આ કાર્યક્રમમાં રક્ષંદાએ તુલસી વીરાનીની વહુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત હાલમાં જ પ્રસારિત થઇ રહેલી સીરીયલ ‘બ્રહ્મરાક્ષસ’ માં રક્ષંદા ખાન સાસુનું પાત્ર ભજવી રહી છે.

સ્મિતા બંસલ : નાના પડદા ઉપર પ્રસારિત થતા પ્રસિદ્ધ કાર્યક્રમ ‘કહાની ઘર ઘર કી’ માં સ્મિતા બંસલ બહુ નવોદિતા અગ્રવાલનું પાત્ર ભજવતી હતી. આમ તો પછી સ્મિતા બાલિકા વધુમાં આનંદીની સાસુના રૂપમાં જોવા મળી.

જ્યા ભટ્ટાચાર્ય : ટેલીવિઝન જગતની સાસુ વહુની સૌથી વધુ પ્રખ્યાત સીરીયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં જ્યાં ભટ્ટાચાર્યએ વહુનું પાત્ર નિભાવ્યું હતું જેનું નામ ‘પાયલ’ હતું, આમ તો થોડા સમય પહેલા જ તે કલર્સ ટેલીવિઝન ઉપર આવી રહેલા કાર્યક્રમ ‘થપકી પ્યાર કી’ માં સાસુનું પાત્ર નિભાવતા જોવા મળી હતી.

શ્વેતા તિવારી : નાના પડદાની ચર્ચિત અભિનેત્રી શ્વેતા તિવારીને કોણ નથી ઓળખતું. તેમણે પણ ‘કસોટી જિંદગી કી’ માં વહુનું પાત્ર નિભાવ્યું હતું અને પછી તે બેગુસરાયમાં સાસુનું પાત્ર નિભાવતા જોવા મળી.

લતા સભરવાલ : ‘નાગીન’ નું નામ તો ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલા લગભગ બધા દર્શકો સારી રીતે જાણતા જ હશે. આ સીરીયલમાં લતા સભરવાલે વહુનું પાત્ર નિભાવ્યુ હતું અને પછી તે સાસુના પાત્રમાં ‘વાદો કી અગ્નિપરીક્ષા’ સાથે સાથે ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં જોવા મળી ચુકી છે.

પારુલ ચોહાણ : નાના પડદાની હિરોઈન પારુલ ચોહાણે ‘સપના બાબુલ કા’ ‘બીદાઈ’ માં ઘણી સારી રીતે વહુની ભૂમિકા નિભાવી હતી, પરંતુ હાલના દિવસોમાં સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હે’ માં સાસુનો રોલ કરતા જોવા મળી રહી છે.

સાદિયા સિદ્દીકી : ટેલીવિઝન ઉપર આવતા કાર્યક્રમ ‘હમરાહી’ માં સાદિયાએ ઘણી સારી રીતે વહુનું પાત્ર નિભાવ્યું હતું અને પછી તે ધારાવાહિક ‘રંગરસિયા’ માં એક સાસુનો રોલ નિભાવતા જોવા મળી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.