‘બા બહુ ઓર બીબી’ અને ‘સસુરાલ સીમર’ ના પોપ્યુલર કલાકાર આશિષ રોયને આવ્યો પેરાલીસીસ એટેક. તમને જણાવી દઈએ કે આશિષ બે દશકાથી ફિલ્મ અને ટીવીની દુનિયા સાથે જોડાયેલા છે. આશિષની તબિયત બગડવાની વાતને લેખક અને નિર્માતા વિનતા નંદાએ પોતાના ફેસબુકના પેજ પર જણાવી છે. વિનતા નંદાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, કે એજન્ટ પ્રતિમા મુખર્જીએ મને જણાવ્યું કે આશિષને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈએ તેમના પરિવાર વાળા સાથે વાત કરી છે શું? મહેરબાની કરીને પ્રતિમા સાથે વાત કરે.
સ્ટોપબોયના સમાચાર મુજબ આશિષ રોયે આજે એક શુટિંગ કરવાનું હતું, જેના માટે તેમણે પોતાના ડ્રાઈવરને તેને પીક કરવા માટે પોતાના ઘેર બોલાવ્યો હતો. પરંતુ જયારે આશિષના ઘેર ડ્રાઈવર પહોંચ્યો, તો તેને ખબર પડી કે આશિષ જરાપણ ચાલી નથી શકતા અને એમ કરવાના પ્રયત્નમાં તે લગભગ નીચે પડી ગયા. ત્યાર પછી ડ્રાઈવર તેને લઇને મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ક્રિટિકેયર હોસ્પિટલ ગયા. જેવી જ આશિષની તબિયત વિષે તેની દોસ્ત ટીના ધાઈ અને જયા ભટ્ટાચાર્યને ખબર પડી તો તેઓ તરત ત્યાં આવી ગયા.
સ્ટોપબોય સાથે વાત કરીને ટીનાએ એની પુષ્ટિ કરીને કહ્યું, ‘જયારે ડ્રાઈવર આજે સવારે આશિષના ઘેર પહોંચ્યા, તો તેમણે જણાવ્યું કે તેમનો ડાબો હાથ કામ નથી કરી રહ્યો. છેલ્લા બે વર્ષમાં આશિષ સાથે એવું બીજી વખત થયું છે જયારે તેમને પેરાલીસીસ સ્ટ્રોક આવ્યો છે. તે વેન્ટીલેટર ઉપર નથી પરંતુ તેમનો ડાબો ભાગ પ્રભાવિત થયો છે. તે વાત કરી રહ્યા છે. તેમનું બ્રેન સ્કેન કરવામાં આવ્યું છે. સાંજ સુધીનો રીપોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.
આ પહેલા ગયા વર્ષે ઓગસ્ટમાં પણ આશિષને બ્લડ ક્લોટ (લોહીનો ગથ્થો) ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમ્યાન આશિષની સર્જરી પણ થઇ હતી. આશિષ એક સારા કલાકાર છે. એમણે બોલીવુડમાં પણ થોડી ફિલ્મોમાં કામ કર્યુ છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, મેરા પેહલા પેહલા પ્યાર, હોમ ડીલીવરી, રાજા નટવરલાલ, બરખા આ ફિલ્મોમાં એમણે કામ કર્યુ છે. એમણે યસ બોસ, હરી મિર્ચ લાલ મિર્ચ, મિસ્ટર એન્ડ મિસિસ ઇલાહાબાદ વાલે, જીની ઓર જુજુ, તું મેરે અગલ બગલ હૈ જેવી સીરીયલોમાં પણ કામ કર્યુ છે. લોકો દ્વારા એમનો અભિનય ઘણો પસંદ કરવામાં આવ્યો છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.