હથેળીમાં શનિ પર્વત ઉપર હોય આવા નિશાન તો વ્યક્તિ આજીવનભર રહે છે કુંવારા.

તમારી હથેળીમાં રહેલો શનિ પર્વત તમારા ભવિષ્ય વિષે ઘણું બધું જણાવે છે, જાણો ઉપયોગી વાતો.

વૈદિક જ્યોતિષની જેમ જ હસ્તરેખા શાસ્ત્રમાં પણ શનિની અસર વિવાહ અને માંગલિક કાર્યો ઉપર વિશેષ રીતે અસર પડે છે. જે રીતે જન્મકુંડળીમાં શનિ ખરાબ હોય તો વ્યક્તિનું જીવન કષ્ટમય બની રહે છે, કોઈને કોઈ તકલીફ તેને ઘેરેલી જ રહે છે, લગ્નમાં અડચણ આવે છે.

હસ્તરેખામાં જો શનિ પર્વત દુષિત છે, દબાયેલો છે, નબળો છે કે તેની ઉપર કોઈ શુભ ચિન્હ બનેલા છે તો વ્યક્તિને તે મુજબ ફળ ભોગવવા પડે છે. અને તે પર્વત ઉપર જો કોઈ શુભ ચિન્હ છે, તો તેનો ફાયદો પણ જીવનમાં મળે છે. શનિ પર્વતની સ્થિતિથી જ જીવનમાં પ્રગતી, બિજનેસમાં સફળતા વગેરે વસ્તુ વિષે જાણી શકાય છે. આગળ જાણીએ શનિ પર્વત ઉપર બનેલા જુદા જુદા ચિન્હો વિષે.

(1) હથેળીમાં શનિ પર્વત મધ્યમાં આંગળીની નીચે હોય છે. ભાગ્ય રેખા આ પર્વત ઉપર આવીને સમાપ્ત થાય છે. એટલા માટે શનિનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે.

(2) જો શનિ પર્વત ઉપર એક રેખા હોય તો વ્યક્તિને જોરદાર ભાગ્યનો સાથ મળે છે. એકથી વધુ રેખાઓ હોય તો વ્યક્તિના જીવનમાં નિરંતર બાધાઓ આવતી રહે છે.

(3) શનિ પર્વત ઉપર એકબીજાને ક્રોસ કરતી રેખાઓ હોય તો તે દુર્ભાગ્ય અને ચિંતાઓની સૂચક છે.

(4) શનિ પર્વત ઉપર બિંદુ હોય તો અચાનક ઘટનાઓ બને છે. ક્રોસનુ ચિન્હ હોય તો તે શારીરિક નબળાઈ અને નપુંસકતાનું પ્રતિક છે.

(5) નક્ષત્ર હોય તો માણસમાં હત્યા કરવાની સંભાવના આવી જાય છે. વર્ગ હોય તો તે અનિષ્ટોથી બચાવના સૂચક છે.

(6) જો શનિ પર્વત ઉપર વૃત્તનું ચિન્હ હોય તો વ્યક્તિની રૂચી લગ્ન કરવામાં નથી રહેતી. તે આજીવન કુંવારા રહે છે.

(7) 7 ત્રિકોણ હોય તો વ્યક્તિ રહસ્યમયી કાર્યોમાં રૂચી ધરાવે છે. જાળ બનેલી હોય તો તેને ભાગ્યનો સાથ નહિ મળે.

(8) જો કોઈની હથેળી ઉપર શનિ પર્વતમાં સારો ઉભરો હોવા સાથે સાથે સૂર્ય અને ગુરુ પર્વતમાં પણ સારો ઉભરો જળવાયેલો હોય છે, તો એવા લોકો ખુબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. બુદ્ધી અને મહેનતના બળ ઉપર તે સારું સ્થાન પ્રાપ્ત કરે છે.

(9) શનિ પર્વત ઉપર અશુભ ચિન્હ હોય તો શનિદેવની પૂજા અને ઉપાય કરવા જોઈએ. જેથી શનિ પર્વત સાથે જોડાયેલા અશુભ ફળોમાં ઘટાડો આવી શકે છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.