સાઉદી અરબની છોકરીને થયો ભારતીય છોકરા સાથે પ્રેમ… સરહદો પણ તેના પ્રેમને મેળવતા ના રોકી શકી

કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં લોકો કાંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. પ્રેમમાં લોકો ગામ, શહેર અને રાજ્ય અરે દેશ પણ છોડવા તૈયાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે, જે પોતાના પ્રેમને પામવા માટે પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જવા માટે તૈયાર થઇ જાય છે, અને તે પણ દીકરીની જાત એકલી જ આ પગલું ભરે છે ત્યારે ઘણું આશ્ચર્ય થાય છે. તો આવો એ કિસ્સા વિષે વિગતવાર જાણીએ.

સાઉદી અરબ માંથી એક ૨૬ વર્ષની છોકરી પોતાના પ્રેમ માટે બધું જ છોડી ભારત ભાગી આવી. પછી તેણે અહિયાં તેલંગાનામાં રહેતા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. એકદમ ફિલ્મોની જેમ જ તેના પિતાએ છોકરીનો પીછો પણ કર્યો પરંતુ તેને રોકી શકવામાં તે સફળ ન થઇ શક્યા.

તેલંગાનાના નીજામાબાદનો રહેવાસી છોકરો પહેલા સાઉદી અરબમાં એ છોકરીના પિતાને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતો હતા. તે દરમિયાન બન્ને વચ્ચે અફેયર શરુ થયા. આમ તો તે દરમ્યાન છોકરો નોકરી છોડીને ફેબ્રુઆરીમાં પોતાના ગામ પાછો આવી ગયો. તેના થોડા દિવસો પછી તેની ઉપર પોતાની સાઉદી ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો.

છોકરીએ કહ્યું કે તે વધુ દિવસો તેની વગર નહિ રહી શકે. તેણે છોકરાને કહ્યું કે તે જલ્દી જ ભારતમાં તેની પાસે રહેવા માટે આવી રહી છે. ત્યાર પછી છેલ્લા મહિનામાં લગભગ એક અઠવાડિયાની તૈયારી પછી છોકરીએ સાઉદીમાં પોતાનો દેશ અને ઘર બન્ને છોડી દીધા. ત્યાંથી તેણે નેપાળના રસ્તે અટપટી રીતે ભારતની સીમામાં પ્રવેશ કર્યો.

પછી ત્યાંથી તે દિલ્હી પહોંચી, જ્યાં છોકરો તેની રાહ જોઈ રહ્યો હતો. ત્યાર પછી અહિયાંથી બન્ને નિજામાબાદ પહોંચ્યા અને ત્યાં બન્નેએ લગ્ન કરી લીધા. આમ તો એવું ન હતું તેની લવ સ્ટોરીમાં કોઈ અડચણ ન આવી. કોઈ ફિલ્મોની વાર્તાની જેમ અહિયાં પણ છોકરીના પિતા તેનો પીછો કરતા ભારત આવી ગયા. એટલું જ નહિ, ત્યાર પછી તે સાઉદી અરબની એમ્બેસીના અધિકારીઓ સાથે હેદરાબાદ પહોંચ્યા. આમ તો છોકરીના પિતાને એ વાતની ખબર ન હતી કે છોકરીએ લગ્ન કરી લીધા છે.

છોકરીના પિતાએ પોતાના પહેલાના ડ્રાઈવર ઉપર છોકરીનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાવી છે. પરંતુ જયારે પોલીસ અધિકારીઓ છોકરીની શોધ કરતા નીજામાબાદમાં તેના ઘરે પહોંચ્યા, ત્યારે લગ્નનો ખુલાસો થયો. છોકરીએ પોલીસને જણાવ્યું કે તેણે ભારતીય બોયફેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. તે પોતાના દેશ પાછી ન જઈને ભારતમાં જ રહેવા માંગે છે. આમ તો હાલમાં તેની પાસે ભારતીય નાગરિત્વ નથી. એટલા માટે તે સરકાર સાથે કોન્ટેક્ટમાં છે. ત્યાર પછી તેના પતિની ઉપર અપહરણનો કેસ દુર કરવામાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.