સૌથી હિંસક રહેશે ૨૦૨૦, નાસ્ત્રેદસમની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ. જેની અસર અત્યારથી જોવા મળી રહી છે.

ફ્રાન્સીસી ભવિષ્યવેત્તા માઈકલ દી નાસ્ત્રેદસમે આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ ભવિષ્યવાણીઓ કરી દીધી હતી. આખી દુનિયામાં લોકો નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ કરે છે. તેનું કારણ એ છે કે તેમની કરવામાં આવેલી અત્યાર સુધીની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ ચુકી છે.

નાસ્ત્રેદસમે ૨૦૨૦ માટે જે ભવિષ્યવાણીઓ કરી છે, તે માનવ જીવન માટે સારા સમાચાર નથી. ઘણા બીજા ભવિષ્યવેત્તાઓ પણ ૨૦૨૦માં વિનાશના જ સંકેત આપે છે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીમાં ૨૦૨૦માં દુનિયાના વિનાશ થવાના સંકેત પણ છુપાયેલા છે. આવો જાણીએ ૨૦૨૦ માટે નાસ્ત્રેદસમએ શું ભવિષ્યવાણીઓ કરી છે.

નવા યુગની શરુઆત

નાસ્ત્રેદસમનું માનવું છે કે ૨૦૨૦માં એક નવા યુગની શરુઆત થશે. તેમણે અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૦માં ઘણા દેશોની અંદરોઅંદરની અથડામણ વધશે. તેની સાથે જ ૨૦૨૦માં આ સદીની સૌથી મોટી આર્થિક સંકટ પણ આવશે.

આંકડાઓ મુજબ ભારતથી લઈને આખી દુનિયાની અર્થવ્યવસ્થા અત્યારથી જ ખરાબ હાલતમાં છે. ચીન અને અમેરિકાની અંદરોઅંદર વેપાર યુદ્ધની શરુઆત થઇ ચુકી છે. ભારતની આર્થિક વૃદ્ધી દરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

આમ તો ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦ સુધીમાં લોકો પહેલાથી વધુ જાગૃત થઇ જાય અને લોકોમાં એક પ્રકારની આધ્યાત્મિક વળાંક જોવા મળે. નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ, ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા સાચી સાબિત થઇ શકે છે. ૨૦૨૦માં અમેરિકા એશિયામાં સૌથી મોટો સેના અભ્યાસ શરુ કરશે, લોકો નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીને તેની સાથે પણ જોડીને જોઈ રહ્યા છે.

ભવિષ્યવાણી મુજબ ૨૦૨૦માં દુનિયાના મોટા શહેરોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ જશે અને લોકો ખુલીને રોડ ઉપર ઉતરી આવશે.

આમ તો નવા વર્ષની શરુઆત પહેલા જ ભારતમાં નાગરિકતા કાયદો અને NRC જેવા મુદ્દા ઉપર જોરદાર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. અને મધ્ય-પૂર્વના મોટાભાગના દેશો સહીત ફ્રાંસમાં પણ હિંસક પ્રદર્શન ચાલુ છે. ક્યાંકને ક્યાંક તેને પણ નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી સાથે જોડીને જોઈ શકાય છે.

નાસ્ત્રેદસમેં ૨૦૨૦ને એક ઘણું જ હિંસક વર્ષ ગણવામાં આવ્યું છે. તેની ભવિષ્યવાણી મુજબ આ વર્ષ રૂસના રાષ્ટ્રપતિ બ્લાદીમીર પુનીતની હત્યાના પ્રયાસ પણ થઇ શકે છે, જયારે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટું નુકશાન થઇ શકે છે.

ભવિષ્યવાણી મુજબ ૨૦૨૦માં ગ્રેટ બ્રિટનની મહારાણીનું મૃત્યુ છેલ્લા ૭૦ વર્ષોમાં ત્યાંની સૌથી વધુ વિનાશકરી ઘટનાઓ માંથી એક હશે.

મહારાણીના મૃત્યુ ઉપર, ઓછામાં ઓછા ૧૨ દિવસ માટે, ગ્રેટ બ્રિટેન શોક મનાવશે અને તે દરમિયાન અહિયા કોઈ પણ પ્રકારના કાર્યક્રમ નહિ થાય.

ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને અમુક નિષ્ણાંતોએ પણ ત્યાની અર્થવ્યવસ્થામાં થોડા અબજ પાઉન્ડના નુકશાનનું અનુમાન લગાવ્યું છે.

ભવિષ્યવાણીમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ભવિષ્યવાણી મહારાણી પછી ચાર્લ્સ ગ્રેટ બ્રિટેનની ગાદી સંભાળશે અને વહેલી તકે સ્કોટલેંડ અને વેલ્સનું મુલાકાત કરશે.

નાસ્ત્રેદસમ મુજબ આ વર્ષ હવામાન પરિવર્તન આખી દુનિયાને પ્રભાવિત કરશે અને પદુષણ વિરુદ્ધ યુદ્ધ સ્તર ઉપર અભિયાન શરુ કરશે.

દુનિયાના અમુક ભાગમાં આ વર્ષે ભયંકર તોફાન અને ભૂકંપ આવશે, તો ક્યાંક પુર અને આતંકવાદથી તબાહીનું વાતાવરણ ફેલાઈ જશે.

નાસ્ત્રેદસમની કવિતાઓની વ્યાખ્યા કરાવતો એક વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આકાશમાં એક ધૂમકેતુ દેખાવાની ઘટના સાથે હિંસાની ઘટનાઓ પણ થશે.

નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી મુજબ મધ્યપૂર્વ દેશો અને દુનિયાના થોડા બીજા ભાગોમાં પણ ધાર્મિક અતિવાદ વધશે જેથી અશાંતિ અને ગૃહયુદ્ધના રૂપમાં થશે. ઘણા લોકોને પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં આશરો લેવા મજબુર થવું પડશે.

નાસ્ત્રેદસમની ડરાવવા વાળી ભવિષ્યવાણીઓ વચ્ચે એક રાહત આપે તેવો સંકેત પણ છે. નાસ્ત્રેદસમ મુજબ ૨૦૨૦ મુજબ, ૨૦૨૦માં સારવાર ક્ષેત્રમાં સારી પ્રગતી રહશે, જેનાથી લોકોની સરેરાશ આયુષ્ય વધી જશે.

નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ

નાસ્ત્રેદસમે આજથી ઘણા વર્ષો પહેલા મોદી યુગની ભવિષ્યવાણી કરી દીધી હતી. ડાયનાનું મૃત્યુ, એડોલ્ફ હિટલરનો ઉદય, પરમાણુ બોમ, બીજુ વિશ્વયુદ્ધ અને ૯/૧૧ વિષે નાસ્ત્રેદસમની ભવિષ્યવાણીઓ એકદમ સચોટ સાબિત થઇ છે.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ૪૫માં રાષ્ટ્રપતિ વિષે નાસ્ત્રેદસમે જે કાંઈ પણ સાંકેતિક રૂપમાં કહ્યું હતું, તે ડોનાલ્ડ ટ્રમ્પના રૂપમાં એકદમ સચોટ સાબિત થઇ છે.

જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હુમલાને લઈને કરવામાં આવેલી નાસ્ત્રેદસમની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ. નાસ્ત્રેદસમે કહ્યું હતું કે બે એવા ધડાકા થશે જેની અસર ઘણા લાંબા સમય સુધી રહેશે.

નાસ્ત્રેદસમે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બે પથ્થર એકબીજા સાથે અંદરો અંદર ટકરાશે જેથી યુદ્ધની સ્થિતિ ઉભી થશે. તેનાથી આકાશ આંતકનો વિસ્તાર બનશે. નાસ્ત્રેદસમની આ ભવિષ્યવાણીને ૨૦૦૧માં થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલા સાથે જોડવામાં આવ્યું હતું.

થોડા રીસર્ચરોના જણાવ્યા મુજબ, નાસ્ત્રેદસમે પોતાના મૃત્યુ વિષે પણ એકદમ સચોટ ભવિષ્યવાણી કરી દીધી હતી. તેમણે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું, હું બેંચ અને પથારીની નજીક મૃત્યુ પામેલી મળી આવીશ.

તેમણે પોતાના મૃત્યુની બરોબર એક રાત પહેલા એ પણ જણાવ્યું હતું કે તે આવતી રાત્રીએ તેઓ જીવતા નહિ રહે. નાસ્ત્રેદસમ બીજા દિવસની સવારે પોતાના બેડરૂમમાં પોતાના ટેબલ ઉપર મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. આ રીતે તેમના પોતાના જ મૃત્યુ વિષે કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.