17 તારીખે લોન્ચ થશે દેશનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ, વધશે ઇન્ટરનેટની સ્પીડ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (Indian Space Research Organization – ISRO) 17 જાન્યુઆરીએ દેશનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ (Communication Satellite) લોન્ચ કરશે. આ ઉપગ્રહના લોન્ચ થયા પછી દેશની સંચાર વ્યવસ્થા હજુ મજબૂત થઇ જશે. તેની મદદથી દેશમાં નવી ઇન્ટરનેટ ટેક્નોલીજી લાવવાની આશા છે. સાથે જ આખા દેશમાં મોબાઈલ ઇન્ટરનેટ નેટવર્ક ફેલાવવામાં આવશે, જ્યાં હજુ સુધી મોબાઈલ સેવા નથી.

ક્યાંથી છોડવામાં આવશે GSAT-30?

ઈસરોનું GSAT-30 યુરોપીયન હૈવી રોકેટ એરીયન-5ECA થી 17 જાન્યુઆરીએ વહેલી સવારે 2:35 વાગ્યે છોડવામાં આવશે. GSAT-30 નું વજન લગભગ 3100 કિલોગ્રામ છે. તે ઈનસૈટ સૈટેલાઈટની જગ્યાએ કામ કરશે. આને ફ્રેન્ચ ગુએનાના કોરોઉ લોન્ચ બેસથી લોન્ચ કરવામાં આવશે.

GSAT-30 શું છે?

GSAT-30 જીસૈટ સિરીઝનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ છે, જેની મદદથી દેશની સંચાર પ્રણાલિમાં વધારો થશે. હાલમાં જીસૈટ સીરીઝના 14 સૈટેલાઈટ કામ કરી રહ્યા છે. એમના દ્વારા જ દેશની સંચાર વ્યવસ્થા કાયમ છે.

શું કામ આવશે GSAT-30?

GSAT-30 ની મદદથી દેશની સંચાર પ્રણાલી, ટેલિવિઝન પ્રસારણ, સૈટેલાઈટ દ્વારા સમાચાર સંચાલન, સમાજ માટે કામ આવવાવાળા જીઓ સ્પેશિયલ સુવિધાઓ, ઋતુઓ સંબંધિત જાણકારી અને ભવિષ્યવાણી, આફતોની પૂર્વ સૂચના અને શોધ માટે અને રેસ્ક્યુ ઓપરેશનમાં વધારો થશે.

ક્યાં સુધી કામ કરશે GSAT-30?

આને લોન્ચ કર્યા પછી તે 15 વર્ષ સુધી પૃથ્વી ઉપર ભારત માટે કામ કરતો રહેશે. આને જીઓ-ઇલિપ્ટિકલ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આમાં બે સોલર પેનલ હશે અને બેટરી હશે જે આને ઉર્જા પ્રદાન કરશે.

કેમ પડી GSAT-30 ની જરૂર?

દેશના જૂનો સંચાર ઉપગ્રહ ઈનસૈટ સેટેલાઇટની ઉંમર પૂર્ણ થઇ રહી છે. દેશમાં ઇન્ટરનેટની નવી ટેક્નોલોજી આવી રહી છે. ઓપ્ટિકલ ફાઈબર લગાવવામાં આવી રહ્યા છે. 5G ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. એવામાં શક્તિશાળી સેટેલાઇટની જરૂર હતી. GSAT-30 સેટેલાઇટ આ જ જરૂરીયાતને પૂર્ણ કરશે.

ઇસરોએ ટ્વીટ કરી આપી જાણકારી…

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.