સૌથી વધારે કમાણી કરવા વાળી એક્ટ્રેસ છે આલિયા ભટ્ટ, જાણો એની વાર્ષિક આવક

બોલીવુડમાં દરેકનો સમય એક સરખો નથી રહેતો અને આજના સમયમાં આલિયા ભટ્ટની બોલબાલા ઘણી ચાલી રહી છે. આલિયા ભટ્ટ દરેક ફિલ્મ નિર્માતા-નિર્દેશકની પહેલી પસંદ છે અને આ તેની મહેનત અને ટેલેન્ટને કારણે જ બધું મળે છે. આલિયા ભટ્ટ હાલના સમયમાં સૌથી વધુ પૈસા કમાવા વાળી હિરોઈનો માંથી એક છે અને સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન છે આલિયા ભટ્ટ. આવો અમે તમને તેની વાર્ષિક આવક વિષે જણાવીએ.

સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન છે આલિયા ભટ્ટ

બોલીવુડ હિરોઈન આલિયા ભટ્ટ ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે અને હાલમાં જ તેની ફિલ્મ ગલી બોયને ભારત તરફથી ઓસ્કારમાં પણ મોકલવામાં આવી હતી, તે વાત અલગ છે કે તે ફિલ્મ રેસ માંથી બહાર થઇ ગઈ પરંતુ છતાં પણ તે સૌની ફેવરીટ ફિલ્મ બની ગઈ છે. વર્ષ ૨૦૧૯માં આંકડાની વાત કરીએ તો આલિયા ભટ્ટ સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન બની ગઈ છે. ફોર્બ્સ મુજબ ટોપ સેલીબ્રેટીઝમાં આલિયા ભટ્ટનું નામ ૮માં સ્થાન ઉપર છે પરંતુ માત્ર હિરોઈનની વાત કરીએ તો તેનું નામ ટોપ ઉપર છે.

ફોર્બ્સ મુજબ, આલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૯માં ૫૯.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને વર્ષ ૨૦૧૮માં તે આ લીસ્ટમાં ૧૨માં સ્થાન ઉપર હતી જેમાં તેમણે ૫૮.૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૯માં આલિયાની બે ફિલ્મો રીલીઝ થઇ જેમાં રણવીર સિંહ સાથે ગલી બોય અને વરુણ ધવન સાથે કલંક હતી. ગલી બોયને બોક્સ ઓફીસ ઉપર સારા રીવ્યુ મળ્યા તો કલંકને ખાસ ઉપલબ્ધી ન મળી. હિરોઈન આલિયાની અભિનય સાથે સાથે લેન, ફ્રૂટી, ઉબર ઇટ્સ અને ફ્લીપકાર્ટ જેવી મોટી કંપનીઓ માંથી પણ આવક થાય છે.

અને બીજી હિરોઈનની વાત કરીએ તો આલિયા પછી દીપિકા પાદુકોણ ૧૦માં સ્થાન ઉપર આવે છે. ૧૪માં સ્થાન ઉપર પ્રિયંકા ચોપડા. ૨૩માં સ્થાન ઉપર કેટરીના કેફ અને ૨૮માં સ્થાન ઉપર શ્રદ્ધા કપૂરનું નામ નોંધાયેલું છે. આલિયા ભટ્ટની આવનારી ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને ગંગુબાઈ છે અને બંને જ ફિલ્મો લગભગ પૂરી થવાની છે. આલિયાએ ત્રણ વર્ષથી ફોર્બ્સ લીસ્ટમાં સ્થાન જાળવ્યું છે તે ૨૦૧૭માં તે ૨૧માં સ્થાન ઉપર હતી.

આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

વર્ષ ૨૦૧૨માં કરણ જોહરે ત્રણ કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યરથી લોન્ચ કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની કારકિર્દી ત્યારપછી જોરદાર ચાલી. આલિયાએ આ ફિલ્મ પછી હમ્પટી શર્માની દુલ્હનિયા, કપૂર એંડ સંસ, બદ્રીનાથ કી દુલ્હનિયા, ડીયર જિંદગી, રાજી, કલંક, ગલી બોય જેવી કમાલની ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટને આ દરમિયાન ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે અને ત્યારપછી તે દરેકની ફેવરીટ હિરોઈન બની ગઈ. તેની પાસે સંજય લીલા ભણશાલીની એક બીજી ફિલ્મ છે જેનું ટાઈટલ હજુ સુધી નક્કી નથી થયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.