સાવધાન, જો તમે પણ મોજા વગર પહેરો છો બુટ, તો થઇ શકે છે આ અસાધ્ય રોગ.

જો તમે પણ મોજા વગર બુટ પહેરવાનું પસંદ કરો છો, તો એ તમારા માટે ખતરનાક બની શકે છે. એ વાત એક શોધમાં સામે આવી છે. એટલા માટે આજે અમે તમને મોજા વગર બુટ પહેરવાની તમારી એ ટેવના નુકશાન અને તેનાથી થતી બીમારીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો ગરમીની શરુઆત થતા જ લોકો પોતાને ઠંડા રાખવા માટે જુદા જુદા ઉપાય અપનાવે છે. પરંતુ પગને ગરમી અને પરસેવાથી બચાવવા માટે લોકો મોજા વગર બુટ પહેરવાનું પસંદ કરે છે. તે તેમના આરોગ્ય માટે ઘણું ખતરનાક બની શકે છે.

લોકો આજ કાલ પોતાના આરોગ્યથી વધુ ફેશન ઉપર ધ્યાન આપે છે. ફેશનની માથાકૂટમાં તે ભૂલી જાય છે કે કોઈ પ્રકારે પોતાના આરોગ્ય સાથે રમત કરી રહ્યા છે. સ્ટાઇલીસ્ટ દેખાવા માટે લોકો ફીટ કપડા, અનુકુળ ન હોય તેવી વસ્તુ, અને સૌથી વધુ જોવામાં આવે છે મોજા વગરના બુટ પહેરીને વધુ ફરે છે.

કોલેજ ઓફ પોડીયાટ્રીએ એક શોધમાં એ દાવો કર્યો છે કે ૧૮-૨૫ વર્ષના યુવાનોને મોજા પહેર્યા વગર બુટ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેકશનની સમસ્યા ઘણી વધી જાય છે. મોજા વગરના બુટ પહેરવા, ખરાબ ફીટીંગના બુટ પહેરવાથી, ઘણા બધા બેક્ટેરિયાનું ઘર એટલે બુટ દ્વારા બેક્ટેરિયા આપણી ચામડીના સીધા સંપર્કમાં આવે છે, જેથી પુરુષોને ત્વચા સંબંધી બીમારીઓ (એક્જીમાં, ફંગલ ઇન્ફેકશન) નું જોખમ વધી જાય છે.

સ્કીન નિષ્ણાંતના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિના દરરોજ પગ માંથી ૩૦૦ મી.લી. સુધી પરસેવો નીકળે છે. જેથી પગમાં હંમેશા ભેજ જળવાઈ રહે છે. તેવામાં મોજા વગર બુટ પહેરવાથી પરસેવો સંપૂર્ણ રીતે સુકાઈ શકતો નથી ત્યાં બેકટેરિયાનો ખુબ પ્રમાણમાં વધારો થાય છે સાથે સાથે બુટના મટીરીયલના સંપર્કમાં આવવાથી ફંગલ ઇન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે.

જો તમે પગમાં ત્વચા સંબંધી બીમારીઓથી બચવા માગો છો, તો સૌથી પહેલા હંમેશા મોજા સાથે જ બુટ પહેરો, તે ઉપરાંત તમે બુટ પહેરતા પહેલા પગના તળિયાને સુકા રાખવા માટે એંટીપર્સીપરેંટ સ્પ્રે કરો. તેની સાથે જ પગના તળિયામાં દુ:ખાવો કે ખંજવાળ થવા ઉપર તે ધ્યાન બહર ન કરશો, નહિ તો તકલીફ વધી શકે છે.

મોજા પહેર્યા વગર તમે સ્ટાઇલીસ્ટ અને ગુડલુકિંગ જરૂર દેખાઈ રહ્યા હશો, પરંતુ શું તમે જાણો છો, તેનાથી તમારું આરોગ્ય કેટલું તબાહ થઇ રહ્યું છે. જો નહિ તો આજે જાણી લો તમારા આરોગ્યને કેટલું નુકશાન પહોચાડી રહ્યા છો તમે. ડોક્ટર્સના કહેવા મુજબ મોજા વગર બુટ પહેરવાથી પગ સાથે જોડાયેલી ઘણી તકલીફો થાય છે. જેનાથી સૌથી પહેલો નંબર પગ માંથી આવનારી દુર્ગંધનો.

તે ઉપરાંત પગમાં ઘણા પ્રકારના ઇન્ફેકશન પણ થવા લાગે છે. હંમેશા મોજા વગર બુટ પહેરવાથી આંગળીઓ વચ્ચે ધાધર અને ખરજવા જેવી બીમારીઓ પણ થવા લાગે છે. ખાસ કરીને પગમાં પરસેવો વધવાથી તમારી ત્વચામાં ભેજ વધી જાય છે, જે ફંગલ ઇન્ફેકશન માટે જવાબદાર હોય છે.

તેનાથી ધાધર-ખરજવું વગેરેની સમસ્યાઓ પણ થાય છે. મોજા પગનો પરસેવો શોષી લે છે, જેથી ઇન્ફેકશનથી બચી શકાય છે. તે ઉપરાંત લેધરના બુટ પહેરવાથી હવા બુટની અંદર જતી નથી જેને કારણે ધૂળ, પરસેવો અને કચરો જમા થઇ જાય છે, જેથી પગને નુકશાન પહોચે છે. ઘણી વખત તેનાથી ઘા પણ થઇ જાય છે. જેનાથી આગળ જતા ઘણી તકલીફ થાય છે. એટલા માટે હવે ક્યારે પણ સ્ટાઇલ અને ફેશનની માથાકૂટમાં પોતાના આરોગ્ય સાથે રમત ન કરો અને બુટ સાથે મોજા જરૂર પહેરો.

શું કહે છે ડોક્ટર :

ત્વચા રોગ નિષ્ણાંત અમ્મા સ્ટીફન્સનનું કહેવું છે કે ૧૮ થી ૨૫ વર્ષના પુરુષોમાં મોજા વગર અને ખરાબ ફીટીંગના બુટ પહેરવાને કારણે પુરુષોમાં ઘણા પ્રકારની ત્વચા સંબંધી બીમારીઓનું જોખમ વધી ગયું છે. સામાન્ય રીતે દરરોજ દિવસમાં ૩૦૦ મી.લી. પરસેવો નીકળે છે. ગરમીને કારણે નીકળતા પરસેવા અને ભેજને કારણે જ ફંગલ ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે.

અમ્માએ જણાવ્યું કે વધુ પરસેવો અને પગમાં ભેજનું પરિણામ ઘણું ખરાબ આવી શકે છે. તેમણે એક એવા વ્યક્તિ વિષે જણાવ્યું જે કાર ધોવાનું કામ કરતો હતો, જેને કારણે તેના પગ પૂરે પૂરો સમય ભીના રહેતા હતા. જેથી તેમાં ફંગલ ઇન્ફેકશન થઇ ગયું અને ઘણા મહિનાની સારવાર પછી તે સંપૂર્ણ ઠીક થઇ શક્યો.

આ વાતોનું રાખો ધ્યાન :

પરંતુ જો તમે આજની ફેશનના હિસાબે મોજા વગરના બુટ પહેરવા માગો છો, તો આ વાતોને ધ્યાનમાં રાખીને તમે બીમારીઓથી બચી શકો છો. સૌથી પહેલા તો પ્રયાસ કરો કે તમે જેટલું બની શકે એટલું મોજા વગર બુટ ન પહેરો. બુટ પહેરતા પહેલા તમારા પગના તળિયા ઉપર એંટીપર્સીપરેંટ સ્પ્રે કરો. અને જો તમને ક્યારે પણ લાગે કે તમારા પગમાં દુ:ખાવો અને ત્વચા સંબંધી સમસ્યા છે, તો ડોક્ટર સાથે સંપર્ક કરો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.