સવાર અને સાંજ સિવાય દિવસ દરમિયાન આટલી વખત લેવું જોઈએ ભગવાનનું નામ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું મળે છે.

માનવીના જીવનમાં દુખોની કોઈ કમી નથી. જો તમે કોઈપણ ચાલતી વ્યક્તિને પકડીને પૂછશો, તો તે તમને તેની દુઃખભરી લાંબી વાર્તા સંભળાવી દેશે. જ્યારે આપણા જીવનમાં દુ:ખનો ઘડો ભરાઈ જાય છે અને આપણને કોઈ અન્ય ઉપાય સમજાતો નથી, ત્યારે આપણે બધા ભગવાનના આશ્રયમાં જઇએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને દુ:ખમાંથી મુક્તિ અપાવે.

ત્યારબાદ પૂજા અને પ્રાર્થનાની પ્રક્રિયા શરૂ થાય છે. સામાન્ય રીતે બધા હિન્દુ ઘરોમાં ભગવાનની પૂજા-પ્રાર્થના સવારે અને સાંજે થાય છે. આ એ જ સમય છે જ્યારે આપણે બધા ભગવાનને યાદ કરીએ છીએ અને તેમનું નામ હૃદય પર અને મોઢાં પર હોય છે. મંદિરોમાં પણ એ જ નિયમ છે કે સવારે અને સાંજે ભગવાનની બે વાર પૂજા કરવામાં આવશે.

હવે આ નિયમ કઇ ખોટો નથી. પણ શું તમે જાણો છો કે સવાર અને સાંજ સિવાય અને કેટલી વાર આપણે ભગવાનનું નામ લેવું જોઈએ, તેમને હૃદયથી યાદ કરવા જોઈએ. આજના સમયમાં મોટેભાગે એવું બને છે કે જ્યારે આપણને કોઈપણ દુ: ખને દૂર કરવા ભગવાનની જરૂર પડે છે, ત્યારે આપણે વારંવાર તેમનું નામ લઈએ છીએ અને તેમને યાદ કરીએ છીએ.

પરંતુ જ્યારે આપણા જીવનમાં બધુ સારું થઈ રહ્યું હોય છે, ત્યારે આપણે ભગવાનનું નામ લેવામાં અથવા તેમની વધુ પૂજા પાઠ કરવામાં આળસ કરીએ છીએ. આ ખોટું છે. તમારા સારા દિવસો ચાલી રહ્યા છે ત્યારે તમારે ભગવાનને એટલા જ યાદ કરવા જોઈએ. એ સમયે તમે સારા જીવન અથવા સમય આપવા બદલ ભગવાનનો આભાર માની શકો છો.

તો હવે એવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આપણે દિવસ દરમિયાન કેટલી વાર ભગવાનનું નામ લેવું જોઈએ. હવે આનો કોઈ નિશ્ચિત જવાબ તો નથી, પરંતુ તેની ચોક્કસપણે એક પદ્ધતિ છે, જે અમે તમને આજે જણાવીશું.

દિવસમાં આટલી વખત લો ભગવાનનું નામ

તમારે દિવસમાં દર એકથી બે કલાકમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. હવે અમે એવું નથી કહી રહ્યા કે તમારે દર એક કલાકે ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા તમે સવારે અને સાંજે જ કરો. પરંતુ બાકીના સમયે, ફક્ત ભગવાનને હૃદયથી યાદ કરો. તેની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે જ્યારે પણ તમેં દિવસ દરમિયાન પાણી પીઓ ત્યારે ભગવાનનું નામ લો.

તરસ લાગવાને લીધે, આપણે પાણી પીવાનું ભૂલતા નથી. આવી સ્થિતિમાં, પાણી પીતી વખતે ભગવાનનું નામ લેવાની ટેવ પાડો. સામાન્ય રીતે આપણે દર એકથી બે કલાકે પાણી જરૂર પીએ છીએ, બસ ત્યારે જ આપણને વ્યસ્ત જીવનમાંથી થોડો સમય મળે છે. આ સમય દરમિયાન ભગવાનનું નામ લેવું.

ફાયદા

જો તમે અમારા જણાવ્યા અનુસાર, સવાર અને સાંજ સિવાય ભગવાનને વારંવાર યાદ કરશો, તો તમારા ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. ભગવાન એ વાતથી ખુશ થશે કે તમે કોઈપણ સ્વાર્થ વિના એમ જ તેમને યાદ કરી રહ્યા છો. આ રીતે તમે ઝડપથી ભગવાનનું ધ્યાન મેળવશો અને તેમની કૃપાના પાત્ર બનશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.