સવારે ખાલી પેટે આ બીજ નાં પાણી સાથે સેવન કરવાથી ગઠીયા અને સાંધાનો દુખાવો મટી જાય છે

ઉંમર વધવાની સાથે સામાન્ય રીતે લોકોને ઘૂંટણ અને સાંધા ના દુખાવો થવા લાગે છે જે ગઠીયાના લક્ષણ(Arthritis symptoms) પણ હોઈ શકે છે.

ગઠીયાનું કારણ યુરિક એસીડને માનવામાં આવે છે, શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધી જાય ત્યારે આના કણ ઘૂંટણ અને અન્ય સાંધામાં જમા થવા લાગે છે જેના કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. કેટલીક વાર આ દુખાવો એટલો અસહનીય હોય છે કે વ્યક્તિની ખરાબ દશા થઇ જાય છે.

ગઠીયાની બીમારી હોય તો રાત્રે સાંધાનો દુખાવો વધી જાય છે અને સવારે અક્કડ થાય છે. જો તમારા ગોઠણમાં દુખાવો રહે છે તો તેની સમયે સમયે તપાસ કરાવવી જરૂરી છે, જો આ ગઠીયા નો રોગ છે તો તરત ઈલાજ કરાવવો જોઈએ નહિ તો આનાથી સાંધાને નુકશાન પણ થઇ શકે છે.

આ લેખમાં અમે સાંધા અને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટેના ઘરગથ્થું ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર સરળ રીતો જણાવી રહ્યા છીએ. આ દેશી ઉપચારના પ્રયોગથી તમે ગઠીયા જેવી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો.

ગઠીયાનો ઘરગથ્થું અને રામબાણ ઉપચાર:

૧. ચૂનો: ઘઉંના દાણા ની માત્રામાં ચૂનો દરરોજ સવારે ખાલી પેટે ૧ કપ દહીંમાં અથવા પાણીમાં મેળવીને ૩ મહિના સુધી સતત ખાવાથી ગમે તેવા ગઠીયા હોય સરખો થઇ જાય છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તે ચૂનાનું સેવન ના કરો.

૨. તજ અને મધ: એક ચમચી તજનો પાઉડર અને બે ચમચી મધ દિવસમાં ૨ વાર ૧ ગ્લાસ હુંફાળા પાણી સાથે પીવો. જે લોકોને ગઠીયાના કારણે હરવા ફરવામાં મુશ્કેલી થાય છે તેમને ૩૦ દિવસના પ્રયોગમાં જ ઘણો પેઈન રીલીફ મળવા લાગશે.

૩.તલ: ૧/૪ કપ પાણીમાં તલને આખી રાત પલાળી રાખો. સવારે ખાલી પેટે આ પાને પલાળેલા બીજ સાથે જ પી લો. આ ઉપચાર સાંધાના દુખાવામાં અત્યંત લાભકારી છે.

૪. કેળા: કેળા વિટામીન B નો મુખ્ય સ્ત્રોત છે અને વિટામીન B ગઠીયાના ઉપચારમાં અસરદાર માની લેવાયું છે. ગઠીયાના રોગીને ઉપચાર માટે ૩-૪ દિવસ માટે દરરોજ માત્ર કેળું ખવડાવવામાં આવે છે. આમાં એક દિવસમાં રોગી ૭-૮ કેળા ખાય છે.

૫.બટેટા: કાચા બટેટાનું જ્યુસ ગઠીયાના ઉપચારમાં સૌથી કરગર છે. આ સદિયોથી કરાતો દેશી ઉપચાર છે. બટેટાનું જ્યુસ બનાવવા માટે તેને છોલ્યા વગર જ પાતળા-પાતળા ટુકડામાં કાપી લો. ત્યાર બાદ આ ટુકડાઓને પાણી ભરેલા એક મોટા ગ્લાસમાં આખી રાત ઢાંકીને રાખો. સવારે ખાલી પેટે આં પાણીનું સેવન કરો. નિશ્ચિત લાભ મળશે.

૬. મગની દાળ: મગની દાળનું સૂપ સાંધા ના દુખાવામાં સીધો ફાયદો કરે છે. આને બનાવવા માટે એક ચમચી મગની દાળને લસણની બે કળીયો અને એક કપ પાણીમાં મેળવવામાં આવે છે. આને દિવસમાં બે વાર લેવાથી જલ્દી રાહત મળે છે.

૭. કારેલા, સરગવા અને લીમડા: કરેલા, સરગવા ની સીંગો અને લીમડાના ફૂલ ગઠીયાના ઉપચારમાં ઘણા કારગર છે. આનું શાક બનાવીને ખાઓ. પ્રયત્ન કરજો કે આને વધારે ન શેકતા અને જો વધારે શાક હોય, તો વધારે અસરદાર થશે.

કઈ વાતોનું રાખવું ધ્યાન:

• દિવસની શરૂઆત હળવા યોગથી કરો. સવારના સમયે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમ કરવાથી સાંધા અને ગોઠણના દુખાવાથી છુટકારો મળે છે. ગઠીયાનો ઉપચાર કરવા માટેનાં  યોગા આસન પણ કરી શકો છો.