સવારે ઉઠીને પલંગ નીચે પગ મુકતા પહેલા કરી લો આ, થઈ જશે બધા જ કામ.

સવારની શરુઆત જેવી થાય છે, બાકીનો દિવસ પણ તે જ રીતે વીતે છે એવામાં જરૂરી છે કે સવારને સારી બનાવીએ. શાસ્ત્રોમાં સવારના સમયે ઉઠતા જ કેટલાક વિશેષ કામ કરવાની સલાહ આપી છે. માન્યતા છે કે જો સવારે ઉઠીને જમીન પર પગ રાખતા પહેલા તમે આ કામ કરી લો, તો તમારો આખો દિવસ સુંદર બની જશે અને દરેક કામમાં સફળતા મળશે. આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે પણ તેનું અનુસરણ કરીને જીવનમાં સફળતા અને સુખ સમૃદ્ધિ મેળવી શકો.

પ્રાચીન શાસ્ત્ર ભલે આજથી ઘણા વર્ષો પહેલા લખેલા હોય પણ તેમાં ઘણી વાતો આજે પણ આપણા માટે એટલી જ ઉપયોગી છે. જે આપણને આદર્શ જીવન જીવવાની શીખ આપે છે અને વ્યક્તિને દરેક કામ કરવાની સાચી રીત જણાવે છે. એવામાં જો આપણે શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અને આદર્શોનું પાલન કરીએ તો આપણું જીવન સારું અને સફળ થઇ શકે છે. વિશેષમાં જો આપણે પોતાના દિવસની શરુઆત શાસ્ત્રોના નિયમ મુજબ કરીએ તો આપણે હંમેશા સુખી રહી શકીએ છીએ. તો ચાલો જાણીએ સવાર માટે શાસ્ત્રોમાં ક્યાં નિયમ અને આદર્શ જણાવ્યા છે.

શાસ્ત્રો મુજબ સવારે ઉઠીને પથારી પરથી જમીન પર પગ રાખ્યા પહેલા વ્યક્તિએ ધરતીને પ્રણામ કરવાની વાત કહી છે. કારણ કે શાસ્ત્રોમાં જમીનને પણ દેવી માતા માનવામાં આવી છે અને એવામાં જયારે આપણે ધરતી પર પગ રાખીએ તો તેમાં આપણને દોષ લાગે છે. તેથી આપણે આ દોષને દુર કરવા માટે ધરતીને પ્રણામ કરીને તેમની ક્ષમા માંગવી જોઈએ અને જયારે આપણે આ રીતે ધરતીનું સન્માન કરીએ છીએ તો ધરતી માંની કૃપા આપણા ઘર પરિવાર પર વરસે છે અને આપણા જીવનની તકલીફો ઓછી થાય છે.

આ શાસ્ત્રીય માન્યતા પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ છે. જેવા કે ઉઠતા જ જમીન પર પગ રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી જાગ્યા સાથે જ સીધા પોતાના પગ જમીન પર ન રાખવા જોઈએ. તેનું કારણ છે કે જયારે આપણે સવારના સમયે ઉઠીએ છીએ તો આપણા શરીરનું તાપમાન અને રૂમના તાપમાનમાં ખુબ અંતર હોય છે.

એવામાં જો આપણે ઉઠતા જ પોતાના ગરમ પગ ઠંડી જમીન પર રાખી દઈએ તો તેનાથી આરોગ્યને નુકસાન થઇ શકે છે અને એલર્જી, ઉધરસ જેવી તકલીફો થઇ શકે છે. તેથી સવારે ઉઠ્યા પછી તરત પથારી પરથી ઉતરવાની જગ્યાએ થોડી વાર પથારી પર જ બેસવાની સલાહ અપાય છે. જેનાથી તમારા શરીરનું તાપમાન સામાન્ય થઇ શકે અને પછી જમીન પર પગ રાખો.

તેની સાથે જ શાસ્ત્રોમાં આખા દિવસને સારો બનાવવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સલાહ અપાય છે. બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયથી એકદમ પહેલાનો સમય હોય છે અને જો તમારા માટે આ શક્ય ન હોય તો વધુમાં વધુ 6 થી 7 વાગ્યા સુધી જરૂર ઉઠી જવું જોઈએ. એવું કરવાથી ધાર્મિક લાભની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ મળે છે.

ધાર્મિક લાભની વાત કરીએ તો દેવી દેવતા આ સમયમાં વિચરણ કરી રહ્યા હોય છે અને આ સમયમાં સત્વ ગુણોની પ્રધાનતા રહે છે. તેથી પ્રમુખ મંદિરો દ્વારા પણ બ્રહ્મ મૂર્હતમાં ખુલી જાય છે અને ભગવાનનો શૃંગાર અને પૂજન પણ બ્રહ્મ મુહૂર્તમાં કરે છે. તેથી જો તમે ઉઠીને સ્નાન ધ્યાન કરી લો છો, તો તમે આ સમયે દિવ્ય વાતાવરણનો લાભ ઉઠાવી શકો છો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.