સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડે છે તો, આ રહ્યો સહેલો આ ઉપાય સમજી ગયા તો વહેલા ઉઠશો

ઘણા લોકોને સવારે વહેલા ઉઠવામાં તકલીફ થાય છે. ભલે કેટલા પણ વહેલા સુઈ જાય પણ સવારે વહેલા ઉઠી શકતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા શારીરિક લાભ થાય છે. અને દિવસભર જાગીને આપણે ઢગલાબંધ કામ કરી શકીએ છીએ. પણ કોઈ રીતે પણ સવારે ઉઠી નથી શકતા. જેથી આખો દિવસ ખરાબ જાય છે. જો તમે પણ આ કઠીન સમસ્યાથી પરેશાન છો તો અમે તમારા માટે આ તકલીફનો ઉપાય લાવ્યા છીએ. જેનાથી તમે ખુબ સરળતાથી સવારે ઉઠી શકશો. અને આખો દિવસ દરમિયાન સુસ્ત સ્ફૂર્તિલા રહીને તમારા કામ કાજ પુરા કરી શકો છો.

સવારે મોડા ઉઠવાથી 7 નુકશાન

(1) પાચનતંત્ર ખરાબ થાય છે.

(2) વજન વધે છે.

(૩) માણસનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે.

(4) મોડે સુધી સુવાથી દિવસ નાનો લાગે છે. કામ પુરા નથી થતા.

(5) શરીર બોડોળ અને મોટું થતું લાગે છે.

(6) શરીર બીમારીઓનું ઘર બની જાય છે.

(7) શરીર જાડુ અને ચહેરો નિસ્તેજ બની જાય છે.

સવારે વહેલા ઉઠવાના 7 ઉપાય

(1) સવારે વહેલા ઉઠવા માટે ખુબ જરૂરી બાબત છે કે તમે સમજો ઊંઘ ની 1.5 એટલે કે દોઢ કલાક ની સાયકલ હોય છે તમે સુવો પછી જાગવા નો સમય દોઢ કલાક પછી કે ત્રણ કલાક પછી કે સાડા ચાર કલાક પછી કે 6 કલાક પછી કે 7.5 કલાક પછી રાખો તો તરત ઉઠી શકશો. તમે ઊંઘ ની આ સાયકલ પ્રમાણે ઉઠાસો તો તમને જરા પણ થાક નો જેવું નહિ જણાય.

(2) બને તેટલા વહેલા સુઈ જાય. હંમેશા આપણે જે ઈચ્છીએ છીએ તે મેળવવામાં અસમર્થ રહીએ છીએ અને આ નિષ્ફળતાનું કારણ , આપણી અંદર વિશ્વાસના અભાવને કારણે છે. હવે સમજવું જોઈએ કે કંઈપણ અસંભવ નથી અને સવારે વહેલા ઉઠવું કોઈ અઘરું કામ નથી. શરૂઆતમાં થોડું અઘરું લાગે છે, પણ એક વખત આદત પડી ગઈ તો કઈપણ અસંભવ નહી લાગે.

(3) પોતાના આલાર્મને પથારીની બાજુમાં ન રાખશો, સવારે ઉઠવાની સૌથી સારી રીત છે. જો આપણે આલાર્મને પથારી ની બાજુમાં રાખીએ છીએ તો આલાર્મનું બટન બંધ કરીને ફરી પાછા સુઈ જઈએ છીએ. માટે તમે આલાર્મને તમારી પથારીથી દુર રાખો. કેમ કે સવારે આલાર્મ વાગશે તો તમે પથારીમાંથી ઉઠીને તેને બંધ કરવા જવું પડશે અને તેનાથી તમારી ઊંઘ ઉડી જશે.

(4) આમ તો સુતા પહેલા અને ઉઘતા સમયે વધુ પાણી પીવાની સલાહ નથી આપવામાં આવતી. પણ પાણીનો એક ગ્લાસ પીવાથી નુકશાન પણ નહી થાય. પણ તે તમારા મૂત્રાશયના કાર્યમાં મદદ કરશે અને તમને પેશાબ કરવા માટે જલ્દી ઉઠવામાં પણ મદદ કરશે. પણ જો તમે મધુમેહના દર્દી છો તો તે વારંવાર પેશાબ જવાની તકલીફવાળા છો તો આ પ્રયોગનો ઉપયોગ ન કરશો.

(5) રાતના સમયે ભારે ખાવાથી બચવું. ગળ્યું અને વધુ તેલવાળું ભોજન કરવાથી તમે ભારે અને આળસુ જેવો અનુભવ કરશો. એક હળવું ભોજન તમારા પેટને ઠીક રાખે છે અને તમને સવારે જલ્દી ઉઠવામાં મદદ કરે છે.

(6) મોબાઈલ ફોન, ટેબલેટ કે લેપટોપ અને ટીવી વગેરે સાધનો તમને સવારે ઉઠવામાં અડચણ રૂપ બને છે. તે તમારા સુવાના સમયમાં મોડા થવાનું કારણ બને છે જેના લીધે તમે સવારે મોડા સુધી સુઈ રહો છો, તો બની શકે કે સવારે વહેલા ન ઉઠી શકો. માટે જ સુતા પહેલા આ સાધનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો અને વહેલા સુવાનો પ્રયત્ન કરો.

(7) જાગ્યા પછી આપણે પથારીમાં પડ્યા રહેવું, તમને ફરી સુવા માટે મજબુર કરી શકે છે. માટે જ પથારીમાં પડ્યા રહેવાના બહાના બનાવવાથી દુર રહો અને પ્રયત્ન કરો. ઠંડા પાણી થી ન્હાવાથી તમારી ચેતનાઓને જગાડે, તમને વધુ સતર્ક બનાવવામાં અને તમારી એકાગ્રતા વધારવામાં મદદ કરશે.

સવારે વહેલા ઉઠવાની 7 ધ્યાન માં રખવાની બાબત

(૧) જયારે તમે સવારે ઉઠવામાટે આલાર્મ મુકો તો આલાર્મ એટલું દુર રાખો કે ઉઠીને બંધ કરવા જવું પડે. ઊંઘ દુર કરવા માટે આ રીત ઘણી સારી છે.

(2) ઘણી વાર એવું બને છે કે આપણે સવારે ઉઠી જઈએ છીએ પણ પથારીમાંથી ઉઠી નથી શકતા.આવું થવાઈ લીધે ઋતુમાં ઠંડક, કે શરીરમાં સુસ્તી હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે શરીરના કોઈ ભાગને હલાવતા રહેવું જોઈએ. જેમ કે આંખ ફડફડાવવી, હાથ પગને હલાવવા કે ત્રણ ચાર વાર પડખા ફેરવવા.

(3) જયારે રાત્રે સુવા જાવ ત્યારે આગળના દિવસની કોઈ વાતને લઈને ઉત્સાહિત રહો. જેમ કે કાલે તે છોકરીને જોવાની છે. કે પછી કાલે તે ખાવાનું છે. કે પછી આટલા પૈસા કમાવાના છે. તે રીતે Excitement તમને સવારે ઉઠવામાં ખુબ મદદગાર થશે.

(4) જયારે આપણે આહાર સારો નથી લેતા ત્યારે આપણું શરીર શક્તિ એકઠી કરવા માટે વધુ ઊંઘની મદદ લે છે. માટે જ વિટામીન અને પ્રોટીનથી ભરપુર ભોજન લેવું જોઈએ. જેથી શરીરની શક્તિ જળવાય રહે. અને વહેલા ઉઠવામાં તકલીફ ન થાય.

(5) ઘણી વાર વધુ સ્પીડમાં પંખા અને એસી માં સુવાથી શરીર ભારેપણું અનુભવે છે. જેથી વહેલા ઉઠી નથી શકતા. માટે જ બની શકે તો કુદરતી હવામાં જ સુવું જોઈએ.

(6) રાત્રે સુતા સમયે નક્કી કરો કે સવારે ક્યાં સમયે ઉઠવું છે. પોતાના મસ્તિકને સંકેત આપો. આ પ્રયોગ તમને તે સમયે ઉઠવાની પ્રેરણા આપશે જયારે તમે ઊઠવાનું વિચારો છો. આ વાત ઉપર કદાચ તમને વિશ્વાસ ન આવે પણ આ એક જાદુ જેવું જ છે.

(7) હતાશાથી દુર રહો. શરૂઆતમાં ઉઠી ન શકો તો નિરાશ ન થશો. ચાલુ રાખશો. આ ટેવ ધીમે ધીમે પડે છે.