સાવધાન થઇ જાયો આ કંપની ની બનાવટો ખાનાર નેસ્લે ના ‘ઉત્પાદ’ માં પણ મળ્યું ઘોડાનું માંસ

 

ખાદ્ય પદાર્થો બનાવવવા વાળી દુનિયાની સૌથી મોટી કંપની સ્વીઝરલેન્ડ ની નેસ્લે નું નામ આ વિવાદમાં સામેલ થઇ ગયેલ છે, જેમાં ગાયમાં માંસમાંથી બનાવવામાં આવેલ બનાવટોમાં ઘોડાનું માંસ ભેળવવાનો કિસ્સો સામે આવ્યો છે.

નેસ્લે એ પોતાની અમુક બનાવટોમાં ઘોડાનું ડીએનએ મળ્યા પછી ઇટલી અને સ્પેન ની બજારમાંથી પોતાનું રેડી મેઈટ પાસ્તા વ્યંજન દુર કરી દીધું છે.

જર્મન માંથી આવેલું માંસમાંથી બનાવવામાં આવેલ નેસ્લેના ખાદ્ય પદાર્થો માં ડીએનએ પરીક્ષણ દ્વારા ઘોડાનું માંસ હોવાનું સામે આવ્યું છે. કંપનીના પ્રવક્તા ના જણાવ્યા મુજબ ખાદ્ય પદાર્થો માં ઘોડાનું માંસનો ભાગ ખુબ જ ઓછો છે પરંતુ આ એક પ્રમાણ થી ઉપર જોવા મળે છે

બીબીસી થયેલ વાતચીત માં તેમણે કહ્યું કે જર્મની ના આ સપ્લાયર ના માલમાં ગોટાળો જોવા મળ્યો છે.

સ્વાસ્થ્ય ઉપર અસર: પરીક્ષણ પછી નેસ્લે એ ઇટલી અને સ્પેન થી બુઈટોની બીફ રેવીયોલી અને બીફ ટારતીલેની ને દુર કરી દીધા છે. ગયા અઠવાડિયે કંપનીએ કહ્યું હતું કે તેના ખાદ્ય પદાર્થો માં ઘોડાનું માંસ નથી.

કિસ્સો સામે આવ્યા પછી કંપની હવે પોતાના બધા જ ઉત્પાદનો નું પરીક્ષણ કરાવશે.

નેસ્લે ગૌમાંસ અને ઘોડા નાં માંસ નો ઉપયોગ કરે છે છતા પણ ભારત માં વિના રોકટોક થી વેચાય છે.