સાવકી માં અને નણંદ બનીને ઘરમાં કરાવતી હતી ક્લેશ, વીતેલા દિવસોની બેડ વુમન આજકાલ અહીં છે

૮૦ અને ૯૦ ના દશકમાં મોટાભાગની ફિલ્મોમાં ઘરને બરબાદ કરવાના ઘણા પાત્રો અભિનેત્રીઓએ નિભાવ્યા જે આજે પણ લોકોને યાદ છે. અમે તે હિરોઈનોમાંથી એક અભિનેત્રી બિંદુની વાત કરવા જઈ રહ્યા છીએ જે સાવકી માતા અને નણંદ બનીને ઘરમાં મચાવતી હતી ધમાલ, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનું નેચર ઘણું વધુ સારું છે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો. આવો જણાવીએ તેના વિષે થોડી અજાણી વાતો.

સાવકી માતા નણંદ બનીને ઘરમાં મચાવતી હતી ધમાલ :

બોલીવુડમાં જેટલું મહત્વ હીરોને આપવામાં આવે છે, એટલું જ ખલનાયક કે ખલનાયીકાનું પણ હોય છે. ફિલ્મોમાં જયારે હીરોને હિરોઈન સાથે પ્રેમ થાય છે ત્યારે તેનું જીવન ખરાબ કરવા માટે વિલનની એન્ટ્રી થાય છે. ૮૦ અને ૯૦ ના દશકમાં આ કામ સાસુ, નણંદ કે દેરાણી જેઠાણી તરીકે કરતી હતી. હિન્દી સિનેમામાં એવી જ એક વેમ્પ ખલનાઈકા બિંદુ પણ હતી, જેમણે ઘણા યાદગાર પાત્રો નિભાવ્યા. પોતાના પાત્રથી ફેન્સના દિલ જીતનારી ‘મોના ડાર્લિંગ’ એ પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ ૧૯૬૨ માં આવેલી ફિલ્મ અનપઢથી કરી હતી.

તે સમયે તે ૧૧ વર્ષની હતી પરંતુ લગ્ન પછી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો કરી અને નામના મેળવી. બિંદુએ આ રીતે પ્રસિદ્ધી મેળવી કે લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ વિલન સમજવા લાગ્યા હતા. બીબીસીને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુંમાં બિંદુએ જણાવ્યું હતું કે, તેને રોલ જ વેમ્પના મળ્યા નહિ તો તે સારા પાત્ર કરવા માગતી હતી.

બિંદુએ તે અંગે જણાવ્યું, જયારે મેં મારી કારકિર્દીની શરુઆત કરી તે સમય ખલનાયીકાનો હતો. હું હિરોઈન બનવા માગતી હતી પરંતુ કોઈએ કહ્યું કે, હું ઘણી પાતળી છું. હિન્દી પણ સારી રીતે નથી બોલી શકતી, ઘણી લાંબી છું. પછી મારી ખામીઓ લોકોને પસંદ આવવા લાગી. મેં શરુઆતની ફિલ્મ ‘દો રાસ્તે’ માં વિલનનું પાત્ર નિભાવ્યું. વર્ષ ૧૯૭૦ માં આવેલી ફિલ્મ ‘કટી પતંગ’ ના ગીત ‘મેરા નામ શબનમ’ થી જ બિંદુ તે સમયની આઈટમ ક્વીન બની ગઈ હતી.

પહેલાના સમયની ફિલ્મોમાં વેમ્પને બોલ્ડ બનાવવામાં આવતી હતી, જ્યારે હિરોઈન એટલી બોલ્ડ દેખાડવામાં આવતી ન હતી. પરંતુ ૮૦ અને ૯૦ ના દશકમાં હિરોઈનને પણ બોલ્ડ બનાવવામાં આવી જેટલી કે વેમ્પ હોતી હતી. બિંદુએ પોતાના જોરદાર અભિનયના બળ ઉપર ખલનાયીકા તરીકે પ્રસિદ્ધ થઇ અને તે જમાનામાં બિંદુની લોકોમાં પોતાની એક અલગ જ પ્રકારની ઓળખ થવા લાગી હતી.

ફિલ્મફેયર મેગેઝીન માટે પોતાના એક ઈન્ટરવ્યુંમાં બિંદુએ જણાવ્યું હતું કે, એક વખત જયારે તે પોતાની બહેનના બાળકો સાથે ફિલ્મ જોવા ગઈ ત્યારે ફિલ્મ પછી બાળકોએ કહ્યું, બિંદુ આંટી તમે અમારી સાથે તો આવું નથી કરતા તો ફિલ્મમાં કેમ કરો છો? એટલું જ નહિ બિંદુ એ પણ જણાવવા લાગી કે, પોતાના પાત્રને કારણે જ તેને ગાળો પણ ખાવી પડતી હતી. ઇન્ટરવ્યું દરમિયાન બિંદુએ જણાવ્યું, તે ગાળોને પોતાનો એવોર્ડ સમજવા લાગી. જયારે મને ગાળો પડતી હતી તો મને લાગતું હતું કે, હું કામ સારી રીતે કરી રહી છું.

બિંદુએ પોતાની કારકિર્દીમાં એવા પાત્ર નિભાવ્યા જેમાં ઘણા ઘરોમાં ઝગડા પણ થતા હતા. બિંદુએ બોલીવુડમાં કટી પતંગ, બનારસી બાબુ, હવસ, જંજીર, દો રાસ્તે, અભિમાન, બીબી હો તો એસી, ઘર હો તો એસા, શોલા ઓર શબનમ, આંસુ બને અંગારે, અમર પ્રેમ, પ્રેમ રોગ, હમ આપકે હે કોન, મેં હું ના, દુશ્મન, પ્યાર ઝુકતા નહિ, આંખે અને ઓમ શાંતિ ઓમ જેવી ઘણી ફિલ્મોમાં સફળતા પૂર્વક કામ કર્યું. હાલમાં બિંદુ ફિલ્મોમાં કામ નથી કરતી અને પોતાના કુટુંબ સાથે સમય પસાર કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.