સાક્ષીના પિતા ચા કંપનીમાં કરતા હતા કામ, લગ્ન પહેલા આવી દેખાતી હતી ધોનીની પત્ની : જુઓ ફોટા.

ધોની અને સાક્ષી બંને એક જ સ્કૂલમાં ભણતા હતા, જુઓ સાક્ષી ધોનીના લગ્ન પહેલાના ફોટા અને રોચક વાતો. ક્રિકેટની દુનિયાની સૌથી સફળ કેપ્ટનો માંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટને નવા સ્થાન ઉપર પહોચાડ્યું છે, એ વાતમા બે મત નથી. તેમણે તેની કેપ્ટનશીપમાં ટી-20 વર્લ્ડકપ, વનડે વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફીનો એવોર્ડ જીત્યો. તે ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ ખેલાડી તરીકે પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શ્રીમંત ખેલાડીઓ માંથી એક છે. તેની કમાણી મોટા મોટા બોલીવુડ સ્ટાર્સથી પણ વધુ છે. આમ તો તેની પાછળ ધોનીની મહેનત છુપાયેલી છે, તેમણે વર્ષો સુધી સખત મહેનત કરી છે, એ કારણ છે કે તે આજે અબજોપતિ છે. એટલું જ નહિ પરંતુ તેના પ્રસંશકો પણ આખી દુનિયામાં રહેલા છે. આજે અમે આ લેખમાં ધોનીની કારકિર્દીની નહિ પરંતુ તેની પત્ની સાક્ષી વિષે થોડી રસપ્રદ વાતો જણાવવાના છીએ. આવો જાણીએ શું છે સમગ્ર બાબત.

લગ્ન પહેલા આવી દેખાતી હતી સાક્ષી ધોની : આમ તો પ્રસંશક ધોનીની એક ઝલક મેળવવા માટે પાગલ રહે છે, પરંતુ પ્રસિદ્ધીની બાબતમાં તેની પત્ની ધોનીથી પાછી પડે તેમ નથી. સાક્ષીના પણ જોરદાર ફેન ફોલોઈંગ છે, એ કારણ છે કે તેની દરેક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થાય છે. સાક્ષી હંમેશા તેની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે, જેની ઉપર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

આ કડીમાં સાક્ષીએ તેના લગ્ન પહેલાના ફોટા શેર કર્યા, જેમાં જોઈ સાક્ષીને ઓળખવી પણ ઘણી મુશ્કેલ છે. લગ્ન પહેલાના ફોટા અને આજના ફોટામાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. તમે પણ તે ફરક અહિયાં જોઈ શકો છો. આજે સાક્ષીને આખો દેશ ઓળખે છે અને મહેન્દ્ર સિંહ ધોની સાથે તેની કેમેસ્ટ્રી પ્રસંશકો ઘણી પસંદ કરે છે. પરંતુ તમે તે બંનેની લવ સ્ટોરી વિષે કદાચ નહિ જાણતા હો. જો નથી જાણતા, તો આજે અમે તમને સાક્ષી અને ધોનીની લવ સ્ટોરી વિષે પણ જણાવીએ.

આવી રીતે શરુ થઇ ધોની અને સાક્ષીની લવ સ્ટોરી : આમ તો મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી રાવતના પિતા રાંચી આવેલા ભારત સરકારના સ્ટીલ ઉત્પાદન કારખાનામાં કામ કરતા હતા. તેથી બંનેના કુટુંબ રાંચીમાં જ રહેતા હતા. આમ તો મહેન્દ્ર અને સાક્ષી રાંચીના ડીએવી શ્યામલી સ્કુલમાં એક સાથે ભણતા હતા. આમ તો ત્યારે બંનેના એક બીજા સાથે કોઈ સંબંધ ન હતા.

થોડા વર્ષો પછી સાક્ષીના પિતા કેનોઇ ગ્રુપના બીનાગુરી ચા કંપનીના સીઈઓ બની ગયા, ત્યાર પછી સાક્ષીનું કુટુંબ દહેરાદુન જઈને વસી ગયું. આમ તો સાક્ષીનો આગળનો અભ્યાસ દહેરાદુનમાં જ થયો. સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા પછી સાક્ષી ઔરંગાબાદની ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેંટમાં ડીગ્રી પ્રાપ્ત કરી અને તેની ટ્રેનીંગ કોલકતાની હોટલ તાજ બેંગાલમાં થઇ.

તાજ બેંગાલમાં તાલીમ લેતી વખતે જ તેની મુલાકાત મહેન્દ્ર સિંહ ધોની સાથે થઇ હતી. આમ તો વર્ષ 2008 માં ભારતીય ટીમ, પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ માટે તાજ બેંગાલ કોલકતામાં રોકાઈ હતી. ત્યાર પછી બંને વચ્ચે વાતચીત થવા લાગી અને ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો. 2 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી ધોની અને સાક્ષીએ 4 જુલાઈ 2010 ના રોજ એક બીજા સાથે લગ્ન કરી લીધા. સાક્ષી અને ધોનીના લગ્નને આજે 10 વર્ષ થઇ ગયા છે, પરંતુ તેની વચ્ચે પ્રેમ આજે પણ જળવાયેલો છે. બંનેને એક દીકરી જીવા પણ છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.