ફ્લાઈટમાં મહિલા સાથે કરી હતી “ગંદી વાત”, હવે મળી 9 વર્ષની સજા

આજકાલ દેશ વિદેશમાં મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારની ઘટનાઓ ખુબ જ મોટા પ્રમાણમાં વધી જવા પામી છે. ન્યુઝ પેપરમાં જુવો, ટીવી ચેનલમાં જુવો કોઈ પણ સમાચારોમાં નજર કરો બસ આવા સમાચારો ન હોય તેવું તો ક્યારેય નહિ બને, અને સરકાર પણ એના માટે ઘણા કાયદા બનાવે છે ઘણાને સજા પણ કરે છે. તેમ છતાં પણ આવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી, ટ્રેન હોય કે બસ હોય કે પછી રસ્તા હોય કે પછી વિમાન હોય કોઈ પણ સ્થળ હોય દરેક સ્થળ ઉપર આવી ઘટનાઓ બનતી જ રહે છે. આવી એક ઘટના અમેરિકાની એક વિમાન યાત્રા દરમિયાન બની છે, જેના વિષે આવો જાણીએ વિગતવાર. ખરેખર શું બન્યું છે તેના વિષે જાણીએ.

વિમાનમાં ભારતીય નાગરિક પ્રભુ રામમૂર્તિએ એ જ વિમાનમાં એક સાથી પ્રવાસી મહિલા સાથે અશ્લીલ હરકતો કરી. ઘટના સમયે આ મહિલા ઊંઘી રહી હતી. ખબર પડી એટલે એ મહીલાએ આ બાબતની ફરિયાદ નોંધાવી.

અમેરિકાની એક કોર્ટએ એક ભારતીય નાગરિકને ૯ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ વ્યક્તિ ઉપર એક વિમાનમાં મહિલા પ્રવાસી સાથે અશ્લીલ હરકતો કરવાનો આરોપ હતો. આ કેસમાં તેને દીષિત જાહેર કરીને કોર્ટે તેને ૯ વર્ષ સુધી જેલમાં રાખવાની સજા સંભળાવી.

ખાસ કરીને દોષિત વ્યક્તિ તામીલનાડુનો રહેવાસી છે. જેની ઓળખાણ પ્રભુ રામમૂર્તિ તરીકે થઇ છે. વર્ષ ૨૦૧૫ માં તે એચ-1બી વીઝા ઉપર અમેરિકા ગયો હતો. ત્યારે તે ત્યાં એક પ્રોફેશનલ તરીકે કામ કરી રહ્યો હતો. સમાચાર એજન્સી ભાષા મુજબ આ વર્ષ ૩ જાન્યુઆરીના રોજ રામમૂર્તિ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. તે લોસ વેગાસથી ડેટ્રાયટ જઈ રહ્યો હતો.

એની આરોપ છે કે તે વિમાનમાં તેણે એક સાથી પ્રવાસી મહિલા સાથે અશ્લીલ હરકતો કરી. ઘણા સમય સુધી તે મહિલા ઊંઘી રહી હતી. પણ જયારે ખબર પડી ત્યારે પીડિતા એ મહિલાએ આ બાબતની ફરિયાદ નોંધાવી. ત્યારે જઈને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી. કેસ ચાલ્યો. ગુરુવારે ડેટ્રાયટની સંઘીય કોર્ટએ રામમૂર્તિને ૯ વર્ષની જેલની સજા સંભળાવી દીધી.

જજ ટેરેંસબ્રજએ આશા રાખતા જણાવ્યું, કે આ કેસ બીજા લોકોને આવો ગુનો કરવાથી રોકવા માટે પુરતો છે. આમ તો પીડિતાએ વકીલને આ ખરાબ કામ માટે રામમૂર્તિને ૧૧ વર્ષ જેલની સજા આપવાની માંગણી કરી હતી. કોર્ટે સજા સુનાવણી સંભળાવી કે સજા પૂરી થયા પછી રામમૂર્તિને ભારત પાછા મોકલી દેવામાં આવશે.

અમેરિકી અટર્નીમેથ્યુ શીંડરએ સુનાવણી દરમિયાન પીડિત મહિલાના વખાણ કરતા કહ્યું, કે આ બાબતમાં આગળ આવવા માટે પીડિતાની હિંમતની પ્રસંશા કરવી જોઈએ. પ્રભુ રામુરતીને આ વર્ષ ઓગસ્ટમાં દોશી જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેને સજા સંભળાવવામાં આવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.