કે સાયબો મારો, જાણે ગુલાબનો છોડ, ખેંચે એની ઓર, સુગંધ એના પ્રીતની રે… BY હર્ષ & સુમન

સોસીયલ મીડિયા પર ગુજરાત નાં ટેલેન્ટેડ સિંગરો દ્વારા ખુબ સરસ વિડીયો અપલોડ કરાય છે ખાસ પોતાના ઓરીજનલ કમ્પોજીસન અને સરસ અવાજ માં મહેનત કરતા ગુજરાત નાં યુવાનો ને સપોર્ટ કરવા એમની યુ ટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો નીચે ગીત નાં શબ્દો અને એના પછી વિડીયો જોવા મળશે.

 

આંખો નું સ્મિત તું..

સાચી મારી પ્રીત તું..

હૈયા નું ગીત તું ..

મારૂ મનમીત તું..

હવે રાત દિવસ બસ એક રટણ તારું નામ..

સાયબા તારું નામ..

કે સાયબો મારો જાણે ગુલાબ નો છોડ..

ખેંચે એની ઓર સુગંધ એના પ્રીત ની રે..

કે સાયબા વ્હાલા મીઠી મીઠી તારી વાતો..

જગાડે આખી રાતો..

હા વાતો તારા પ્રીત ની રે…

કે વાતો તારા પ્રીત ની રે..

કે વાતો તારા પ્રીત ની રે……

મેહફીલ ની ગજલ છે તું..

પ્રેમ નો એક પળ છે તું..

જાણે મૃગજળ છે તું..

એક પ્રેમ નો પળ છે તું..

હવે રાત દિવસ બસ એક રટણ તારું નામ..

એ સાયબા તારું નામ..

કે સાયબો મારો જાણે ગુલાબ નો છોડ..

ખેંચે એની ઓર સુગંધ એના પ્રીત ની રે

કે સાયબા વ્હાલા મીઠી મીઠી તારી વાતો..

જગાડે આખી રાતો..

કે વાતો તારા પ્રીત ની રે.. કે વાતો તારા પ્રીત ની રે.. કે વાતો તારા પ્રીત ની રે………

ગુજરાત નાં ટેલેન્ટેડ હવે એમનું ટેલેન્ટ સોસીયલ મીડિયા નાં મારફતે મુકવા માંડ્યા છે ખુબ મહેનતુ લોકો ને સોસીયલ મીડિયા નાં પ્લેટફોર્મ પર પોતાનું હીર બતાવાની સુનહરી તકો છે. બની શકે લોકો ને આંખે ઉડી ને વળગતા વાર લાગે પણ સતત એમના ક્ષેત્ર માં પુરુષાર્થ કરનાર ને જરૂર લોકો જોતા થશે.

લોકો પણ થોડું મોટા મોટા સેલીબ્રીટી તરફ થી આપડા જ આજુબાજુ નાં આપડા જીલ્લા કે રાજ્ય નાં ટેલેન્ટ તરફ વધુ ધ્યાન અપે તો વિવિધ ક્ષેત્રો માં પુરુષાર્થ કરતા યુવાનો ને ઘણું પ્રોત્શાહન મળશે.

યુ ટ્યુબ ફેસબુક જેવા ખુબ સરસ પ્લેટફોર્મ પર ગુજરાત નાં ટેલેન્ટેડ પ્રોફેશનલ કલાકારો ને લોકો પહેલી વાર જોતા હોય છે.

વિડીયો