સાયબો રે ગોવાળીયો રે,મારો સાયબો રે ગોવાળીયો;
હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ-રાધાની જોડલી.
સાયબો શિતળ ચાંદલો રે, મારો સાયબો શિતળ ચાંદલો;
હું ચકોરી વનરાવનની, મારા વાલીડા સાથે રમતી.
સાયબા ઘેરો ઘુંઘટો રે, મારો સાયબા ઘેરો ઘુંઘટો;
હું મૂંગી મર્યાદ, વાલીડાની સોડમાં હું તો શોભતી.
સાયબો મીઠો મેહુલો રે, મારો સાયબો મીઠો મેહુલો;
હું અષાઢી વીજળી, મારા સાયબા સાથે રમતી.
સાયબો લીલો વડલો રે, મારો સાયબો લીલો વડલો;
હું શીરોડી છાંયડી,બેય નો આતમ-રાજા એક છે.
સાયબો ડુંગર ગીરનો રે,મારો સાયબો ડુંગર ગીરનો;
હું ડુગરળાની રીંછડી રે,મારી શ્યામ-રાધાની જોડલી.
– કવિ શ્રી રાજભા ગઢવી
સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…
સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી…
સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી…
સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,
હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી…
સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,
હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી…
સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે…
સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી…