SBI બેંકમાં છે તમારું એકાઉન્ટ તો આવનારા 10 દિવસમાં કરી લો આ કામ, નહિ તો ફસાઈ જશે પૈસા

હવે તો લગભગ દરેક લોકો બેંકમાં એકાઉન્ટ ધરાવે છે, અને તે જરૂરી પણ છે. કારણ કે તમારી મહેનતની કમાણી અને બચત તમે તેમાં સુરક્ષિત રાખી શકો છો, અને જરૂર પડ્યે જેટલા જોઈએ એટલા રૂપિયા ઉપાડીને તેનો વપરાશ કરી શકો છો. તેમજ બચતને બેંકમાં જમા રાખવાથી તેના પર વ્યાજ પણ મળે છે.

જોકે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય તો તમારે તેના માટે થોડા જાગૃત પણ રહેવું પડે છે. અને બેંક દ્વારા જે કોઈ પણ નવા નિયમ અમલમાં મુકવામાં આવે, કે પછી જુના નિયમમાં ફેરફાર કરવામાં આવે તો તમારે એનાથી માહિતગાર રહેવું પડે છે. અને આજે તમને એક એવી જ વાતથી માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, જેના વિષે તમને જાણકારી હોવી જોઈએ. તો આવો જાણીએ શું છે એ માહિતી?

જો તમે પેન્શનધારક છો તો આ સમાચાર તમારા માટે કામના સમાચાર છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતાના તમામ પેન્શનધારકોને ૩૦ નવેમ્બર પહેલા પોતાના જીવિત હોવાના પ્રમાણપત્ર જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમે એમ નથી કરતા તો તેઓ તમારુ પેન્શન અટકાવી શકે છે. તમારી પાસે નજીકની એસબીઆઈ બેંકમાં લાઈફ સર્ટીફીકેટ આપવા માટે ૧૦ દિવસનો સમય બાકી છે.

અહિયાં જમા કરાવવાના રહેશે સર્ટીફીકેટ :

જીવિત હોવાનું પ્રમાણપત્ર એસબીઆઈ બેંકની બ્રાંચ કે તમારી પાસેના આધારસેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવી શકો છો. આ સર્ટીફીકેટ ડીજીટલી પણ જમા કરાવી શકાય છે.

એસબીઆઈ પાસે છે સૌથી વધુ ખાતા :

દેશમાં સૌથી વધુ પેન્શન ખાતા એસબીઆઈ પાસે છે. જો તમે નિવૃત્ત થઈ ગયા છો, અને તમારુ પેન્શન એસબીઆઈના બેંક ખાતામાં આવે છે તો તમારે પોતાના જીવિત હોવાનું ફોર્મ જમા કરાવવાનું રહેશે.

આવી રીતે પણ જમા કરાવી શકો છો સર્ટીફીકેટ :

દર વર્ષે નવેમ્બર મહિનામાં પેન્શન ધારકો માટે લાઈફ સર્ટીફીકેટ જમા કરાવવુ ફરજીયાત હોય છે. જો પેન્શનધારક પોતે નથી આવી શકતા તો ઘરના કોઈ બીજા વ્યક્તિને મોકલીને પણ આ ફોર્મ જમા કરાવી શકે છે. જો પેન્શન ધારક બેંક નથી જઈ શકતા તે કોઈ મેજીસ્ટ્રેટ કે ગેઝેટેડ ઓફિસર પાસે સહી કરાવીને પોતાનું લાઈફ સર્ટીફીકેટ જમા કરાવી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.