SBI કાર્ડ IPO માટે આવેદન કર્યું છે? તો જાણો હવે શું થશે?

SBI કાર્ડ IPO ના શેયરની વહેંચણી કઈ તારીખે થશે અને શેયર બજારમાં લીસ્ટીંગ ક્યારે થશે? જાણો વિગત.

નવી દિલ્લી, બિઝનેસ ડેસ્ક, SBI કાર્ડ IPO માટે બોલી લાગવાની ક્રિયા પુરી થઇ ગઈ છે. કંપનીએ 10,355 કરોડથી વધારે મોટા IPO માં ગુરુવારે બોલી લાગવાના છેલ્લા દિવસે 26.54 ગણી વધારે સફળતા મળી. એક્સચેન્જ ડેટાના જણાવ્યા પ્રમાણે 10 કરોડથી પણ વધારે શેયર માટે બોલી બોલવામાં આવી હતી. કંપનીને 266.16 કરોડ શેયર માટે બોલી મળી છે.

એમાં એન્કર રોકાણકારો માટે અલગ ફાળવેલ 3.66 કરોડ શેયરનો સમાવેશ કરેલ નથી. એવામાં સવાલ એ ઉભો થાય છે કે, જે લોકોએ IPO આવેદન કરેલ છે તેમને શેયરની વહેંચણી માટે ક્યાં સુધી રાહ જોવી પડશે? સાથે સાથે જો કોઈને શેયરની વહેંચણી કરવામાં ના આવી, તો તેમને રિફંડ કયાં સુધીમાં મળી જશે? આ સિવાય રોકાણ કરવા માટે એ પણ જાણવું જરૂરી છે કે કંપનીના શેયરનું લિસ્ટિંગ ક્યાં સુધીમાં થશે? અને તમારા એકાઉન્ટના બ્લોક પૈસા ક્યાં સુધીમાં અનબ્લોક થશે?

કયા દિવસે થશે શેયરની વહેંચણી?

SBI Card IPO Application પછી રોકાણકારોને સૌથી વધારે વહેંચણીની તારીખની ફિકર છે. એવામાં તમને જણાવી દઈએ કે, SBI Card IPO વહેંચણીની છેલ્લામાં છેલ્લી સંભવિત તારીખ 11 માર્ચ 2020 છે. એનો અર્થ છે કે હવે પછીના બુધવારની સાંજ સુધીમાં રોકાણકારોને આ ખબર પડી જશે કે, તેમને શેયરની વહેંચણી થઇ છે કે નહિ. તે પછી 12 માર્ચથી રિફંડની કાર્યવાહી શરુ થઇ જશે. 13 માર્ચથી ડીબેટમાં ટ્રાન્સફરની પ્રક્રિયા શરુ થઇ જશે.

શેયર બજારમાં લિસ્ટિંગની તારીખ :

SBI Card Stock Listing Date ની વાત કરવામાં આવે તો કંપનીના શેયરનું લિસ્ટિંગ શેયર બજારમાં 16 માર્ચ 2020 એટલે કે સોમવારે થશે. આ સિવાય પણ જે રોકાણકારોએ UPI દ્વારા આવેદન કર્યું છે, તેમને આ આવેદનની સમય સીમા 21 માર્ચ 2020 પુરી થશે. એનો અર્થ છે કે તમારા એકાઉન્ટમાં બ્લોક થયેલ રકમ તમે લિસ્ટિંગ નહિ થવાની પરિસ્થિતિમાં વાપરી શકશો.